અખિલ કચ્છ ચારણ સભા દ્રારા ભુજ ખાતે શ્રીમતિ સાવિત્રીબેન પુષ્પદાનભાઈ ગઢવી કન્યા છાત્રાલય તથા વિવિધલક્ષી સંકુલના નવ નિર્માણ માટે રૂ. 4 લાખનું દાન
મૂળ થરપારકરના વતની હાલે સોનલનગર તા. લખપત જી.કચ્છના સ્વ. કંસુબાબેન ભાલુદાનભાઈ દેથાના સ્મણાર્થે તેમના પરિવારજનો શ્રી જીવદાનભાઈ રૂપદાનભાઈ દેથા, શ્રીમતિ મોરાબેન જીવદાનભાઈ દેથા, શ્રી નીમદાનભાઈ જીવદાનભાઈ દેથા, પરિવાર દ્રારા *અખિલ કચ્છ ચારણ સભા દ્રારા ભુજ ખાતે શ્રીમતિ સાવિત્રીબેન પુષ્પદાનભાઈ ગઢવી કન્યા છાત્રાલય તથા વિવિધલક્ષી સંકુલના નવ નિર્માણ માટે માતબર દાન રૂ. 4 લાખ (અંકે ચાર લાખ)* નું દાન શ્રી અખિલ કચ્છ ચારણ સભાના મંત્રી શ્રી ભીમશીભાઈને અર્પણ કરેલ છે.
કન્યા કેળવણી માટે કચ્છ ચારણ સમાજના લખપત વિસ્તારના સોનલનગરના આ પરિવાર તરફથી નીમદાનભાઈ જીવદાનભાઈ રૂપદાનભાઈ દેથા પરિવારનું શ્રી અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખશ્રી વિજયભાઈ કે.ગઢવી સાહેબ, પુષ્પદાનભાઈ ગઢવી (પૂર્વ સાંસદ), શ્રી વાલજીભાઈ જીવરાજભાઈ ગઢવી (પૂર્વ પ્રમુખશ્રી), શ્રી શામરાભાઈ જખુભાઈ ગઢવી (પૂર્વ પ્રમુખશ્રી), તથા કચ્છ ચારણ સમાજના આગેવાનો દ્રારા આ પરિવાર દ્રારા આઈશ્રી સોનલ માના કન્યા કેળવણી યજ્ઞમા માતબર દાન આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરે છે. આ માતબર રકમનું દાન આપવા બદલ ઠેર ઠેર થી અભિનંદન પાઠવવામાં આવેલ છે. એવી સંસ્થાના મંત્રીશ્રી ભીમશીભાઈ ની યાદી જણાવે છે.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें