પ.પૂ. આઈશ્રી સોનબાઇ મા ના જન્મોત્સવ "સોનલ બીજ" નિમિત્તે સામતભાઈ ગઢવી (Angel Academy Gandhinagar) દ્રારા સર્વે વિધાર્થીઓ માટે 15 દિવસ ફ્રી મા અભ્યાસ કરાવવા બદલ ખુબ ખુબ આભાર સહ અભિનંદન
હાલ આપ દ્રારા પ.પૂ. આઈશ્રી સોનબાઇ ના જન્મોત્સવ (સોનલબીજ) નિમિત્તે 15 દિવસ એટલે 01-01-2021 થી 15-01-2021 સુધી નિઃશુલ્ક બધા વિદ્યાર્થીઓ માટે ટેસ્ટ, પીડીએફ, તથા વીડિયોના માધ્યમથી માર્ગદર્શન અને અભ્યાસ કરાવવામાં આવેલ. જેનું લાભ બહોળા પ્રમાણમા વિધાર્થી મિત્રો લઈ લીધેલ હતું. આપના આ ઉમદા વિચાર બદલ આપને અભિનંદન સહ ખૂબ ખૂબ આભાર
વર્તમાન સમયમાં કયા કોઈ પાસે સમય જ છે છતાં આપ આપનો 15 દિવસનું અમૂલ્ય સમય ફાળવી વિધાર્થીઓ માટે જે મહેનત અને જહેમત કરો છો એ કાબિલે દાદ કાર્ય છે.
આપની યુટ્યુબ ચેનલ મા 4 લાખથી વધારે Subscriber છે, તથા ANGEL ACADEMY DIGITAL CLASS પ્લે સ્ટોર માંથી 50 હજાર થી વધારે વિધાર્થીઓ ડાઉનલોડ કરેલ છે. એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન
આપના માર્ગદર્શન નીચે બહોળા પ્રમાણમા વિદ્યાર્થીઓને સફળતા મળે એવી મા ભગવતી પાસે પ્રાર્થના
આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના🙏
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें