ચારણ ગઢવી સમાજનું ગૌરવ 100 મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા
તાજેતર માં રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની એથલેટિક્સ સ્પર્ધા હિમંતનગરના સાબર સ્ટેડિયમ ખાતે ચાલુ છે. જેમાં વર્ષાબેન કરશનભાઈ ગઢવી (મોટા ભાડીયા તા.માંડવી-કચ્છ)એ ૧૦૦ મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા થયેલ.
ખેલ મહાકુંભની એથલેટિક્સ સ્પર્ધામાં કચ્છ જિલ્લાના પ્રતિનિધિ તરીકે ૧૦૦ મીટર દોડ માત્ર 13.27 સેકન્ડમાં પૂર્ણ કરીને રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. નેશનલ લેવલે પણ પ્રથમ આવે તેવી શુભેચ્છાઓ.
વર્ષાબેન તથા એમના પરિવાર તથા એમના કોચ ગીતાબેનને ખૂબ ખૂબ અભિનંદન
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें