*અસ્તિત્વ*
જમીન પર બેસનાર છું,મને જમીન પર રહેવા દો
છે માટી થી સબંધ મારો,પગ માટી માં રહેવા દો
હશે મહેફિલો તમારી મોંઘી,અને સ્થાન ઊંચા હશે
હું માનવતા નો માણસ છું,મને માનવ રહેવા દો
કરશે વાહ વાહી બધા અને ક્યારેક ફેંકી પણ દેશે
આ મંચ થી હું વાકેફ છું,મને ગુમનામ રહેવા દો
ઉતારશે ક્યારેક આ જ તમારો હાથ જાલી ને
"દેવ"મિજાજી છે શ્રોતા,મને મિજાજી રહેવા દો
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુંદરા
કચ્છ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें