Sponsored Ads
.
Sponsored Ads
8 मई 2019
रीति, नीति अने टेकना संगमथी गृहस्थाश्रम दीपे - समूह लग्न रजत जयंती महोत्सवनुं कच्छमित्रमा रमेशभाई गढवीनुं अहेवाल
4 मई 2019
बहुचर बिरदाळी - जोगीदानभाई गढवी
*अखात्रिज नी आई श्री बहुचरा नी याद*
. *बहुचर बिरदाळी*
प्रसंग बहु विशाळ छे पण टुंकमां कहुं तो..
हाल ना पाकिस्तान सिंध ना उमरकोट पासे नुं खारोडा गाम एटले बापल देथा नुं गाम..के ज्यां बापल देथा ना माताश्रीये गळे कटार नाखी त्रागुं कर्युं..ई वातनी हिंगळाज ना परम उपासक बापल देथा ने जांण थई त्यां दुनिया पर नो तमाम मोह एने हैये थी साप नी कांचळी उतरे एम उतरी ग्यो..जोके चारणो नो एक जातीगत स्वभाव छे के ते जन्मजात संन्यस्त भाव मां होय छे..अडधो बावो अडधो संसारी..माटेतो कोई चारण पुर्णतह संसार मां सफळ रह्योज नथी..कारण के तेनुं सर्जनज संन्यास माटे छे..
बापल देथा हिंगळाज ना चरणे पोतानो आत्मा धरवा निकळीपड्या...आमतो पोते पेहला पण घणींवार हिंगळाज परसी आवेल..जेम ईस्लाम ने जिवनमां एकवार हज करवी जरुरी छे तेम चारणे जिवन दरम्यान एकवार हिंगळाज परसवा जरुरी..हिंगळाज परसी ने आवेल चारण कोई ना चरणो मां मस्तक नथी नमावी सकतो..अने तेने अग्निदाह पण नथी देवातो साधु नी जेम तेनी समाधी करवामां आवे छे..
बापल देथा हिंगळाज ने चरणे देह छोडे ई पेहला हिंगळाज ना फळांये तमने देहत्याग न करवा अने मांडवा (पोकरण, उजळा गामनी बाजु मां)गामे पोताना अंशावतार आई देवल (भलाजी भांसळीया नी दिकरी)साथे लग्न करवा आदेश कर्यो..
भलाजी ने हिंगळाजे स्वप्न मां आवि विदित कर्या..बापल देथा ना आई देवल साथे लग्न थयां..बापल देथा अश्व वेपार अरथे सोरठ आवता..तळाजा ना वाळा राज परिवार साथे नी सरदयता वधी.. सोरठ मां बापल देथा ये नाम पर बापलका वसायुं जेनो कारभार दिकरो खीमाभाई संभाळता..अने ब्रह्मचारिणी व्रत धारणी *आई बहुचराजी..बुटभवानी अने बलाड* .. वगेरे पोताना वृद्ध माता देवल आई नी सेवा करतां..141 वर्ष नी उमरे देवल आईये देह छोड्यो..ते वखते आई बहुचराजी नी उमर 100 वर्ष लगभग नी हती..आईयुं हवे देव दर्शन करता करता भाई पासे बापलका तरफ निकळ्या..वरांणा खोडीयार दर्शन करी मोढेरा सुरज नारायण नी वंदना करी संखलपुर ना पादर आसपास पोहच्या त्यां मेपो बारैया अने बिजा चोर लुटारु ..शिकार खेलवा अने चोरी लुट माटे त्यां भटकता हता तेमनो भेटो थई ग्यो..
आईयुंये समजाव्या पण मान्या नई..माटे चारणी मर्यादा अने परंपरा प्रमांणे मोटां बेन आई बहुचराजीये कटार पेहरी ..त्रागु कर्युं ..अने तमाम चोर लुटारु ने सात अवतार पुरुसत्वहिन थवा नो श्राप दिधो..त्यांतो ऐ लोको नुं जोम अने कौवत हराई ग्युं..भुल नो पसतावो भारी थयो..माताजी ने घणुं करगर्या..मा मा कही आंसुडा सार्या..आखरे मा छे ने...आईये तेमने श्राप निवारण माटे कह्युं के आवती काले अखात्रिज ना रोज मारो देह पडशे..अहीं मारा देह पड्या ने थानके तमे स्त्री ना कपडां पेहरी साचा रदय थी पश्चाताप करजो अने जिवन मां क्यारेय महापाप नही करवा प्रतिज्ञा करजो..तो काळ क्रमे श्रापमुक्त थशो..
माताजी ने बाजुना गाम संखलपुर लई जवाया आखो दिवस ने रात माताजी नी सेवा करी बिजे दिवसे अखात्रिज ना रोज माताजी ये नारायण ने नमन कर्यां अने देह छोड्यो..हाल नुं बहुचराजी के ज्यां ते पंच महाभुत मां विलिन थयां..
देथा साख ना चारणो आजे पण बहुचराजी ना गया ना शोक मां अखात्रिज नथी उजवता...
बापलका तेमना नवा मकान ने मोतीया ना भमरडा मुकाववानुं काम बाकी हतुं ने आ समाचार मळ्या..अने ते बाकी रह्युं...त्यारथी देथा चारणो पोताना मकान ना मोतीया ने भमरडा नथी मुकावता....अने देथा साख मां पुत्र ना लग्न थाय त्यारे..देथा कुळ नी दिकरी बहुचराजी ने लग्न प्रसंगे पुत्र नो मोड तथा पुत्रवधु नी चुंदडी बेचराजी ने त्यां आजे पण मोकलाय छे..
*चडीया देश चुंवाळ मां, एनींय फरके आंण*
*जेनुंय वाहन जोगडा,आ, वातुं मधरां वांण*
*सोलंकी सरदार नी, चावी मात चुंवाळ*
*जय बहुचर जोगडा, बापल देथा बाळ*
*बापल हंदी बेटडी,चारण कुळ मे चाई*
*जेह चुंवाळे जोगडा, आवेल बहुचर आई*
*घर चुंवाळा नी घणी, बहुचर लागी बाई*
*जगदंब हालि जोगडा, अखाय त्रिजे आई*
*बुट बलाळ ने बेचरा,संगे बेनड सात*
*मोटी सौथी मात, जोई चुंवाळे जोगडा*
*भांणज ई भलीयातणी, कानड दरशन कीध*
*लाव अनेरो लीध, जग चुंवाळे जोगडा*
*अखात्री उजवे नही, दोयल देथा दन्न*
*जे दिन बेचर जोगडा, गईती सात गगन्न*
*बेचर मात बोलावीये, भगतां तार भुपाळ*
*जादव आव्यो जोगडा, चारण काज चुंवाळ*
🙏🏻🔱🙏🏻🔱🙏🏻🔱🙏🏻🔱🙏🏻
लोकरक्षक भरती परिणाम चारण गढवी समाजना पास थयेल उमेदवारो
चारण गढवी समाजना पास थयेल उमेदवारो लीस्ट :- Click Here
3 मई 2019
ચારણ (ગઢવી) કાનુની માર્ગદર્શન વ્યવસ્થા
ચારણ (ગઢવી) કાનુની માર્ગદર્શન વ્યવસ્થા
Charan Gadhvi Legal guidance Guild
ચારણ સમાજ માટે મફત કાનુની માર્ગદર્શન માટે શરુ કરેલ આ અભિયાન સમાજને સાચી દિશામાં ન્યાય મેળવવા માટેનો એક પાયાનો પ્રયાસ છે
ઘણી વાર ન્યાય મેળવવા માટે લોકોને સાચુ માર્ગદર્શન ના મળવાનો કારણે પૈસા અને સમય નો વ્યય થતો હોય છે અને અંતે ન્યાય મળવાની બધી તક ગુમાવવી પડે છે
ચારણ ગઢવી સમાજના રિવાજો મુજબના લગ્નો કર્યા બાદ કાયદાઓનો સરેઆમ ભંગ કરીને અનેક બહેનો, દિકરીઓ તથા માતાઓને પ્રતાડિત કરીને કાઢી મુકવામા આવે છે, અને ઘરે બેસાડવામા આવે છે. આવી લાચાર, મજબૂર અને વિવશ બહેનો, મહિલાઓ અને સ્ત્રીઓ ના પિયરમા પણ ખોટી મોટાઈ, દંભ, આડંબર, અજ્ઞાનતા, તથા વર્તમાન મહિલાઓ તરફી કાયદાઓની અણસમજણ તથા અજ્ઞાનતા અને મનઘડત ખોટા અર્થઘટનો ને કારણે પોતાનાજ માઁ બાપ, કે ભાઈબહેનો અને પરિવાર તરફથી જોઈએ એવો સહકાર કે માર્ગદર્શન મળતા નથી. પરીણામે આજની એકવીસમી સદીના યુગમા પણ અનેક ચારણ ગઢવી સમાજની બહેનો, દિકરીઓ, માતાઓ, મહિલાઓ દોઝખ જેવી અસહ્ય અને લાચાર જીંદગી ગુજારી રહી છે. જે આખા સમાજની કરુણ, કડવી અને વરવી વાસ્તવિકતા છે. આમાથી લગભગ કોઈ પરીવારો, કુટુંબો, કે ગામો બાકાત નથી. આવી પરિસ્થિતિઓ નિવારવા તથા તેમાથી માનસન્માન અને સ્વમાનભેર બહાર નિકળવા માટે દેશના કાયદાઓની મર્યાદાઓમા રહીને, પુરતુ, જરુરી, અને સાવસાચુ, નિષ્પક્ષ તથા પૂર્વગ્રહ વગરનુ માર્ગદર્શન આપવામા આવશે. જેથી ભવિષ્યમા આપણી બહેનો,દિકરીઓ, માતાઓ તથા મહિલાઓ સ્વમાનભેર બાકીનુ શેષ જીવન પસાર કરી શકે.🙏🏻
ગવર્મેંટના ફ્રી લીગલ એઇડ સેંટર હોવાનો નહીંવત ફાયદો હોવાના લીધે તકલીફો ને ધ્યાનમા રાખી શરુઆતમા કેંન્દ્રીય સ્થાને અમદાવાદ રાખી ને ધીરે ધીરે બીજા જીલ્લાઓમા શરુ કરવાની ભાવનાથી આ અભિયાન શરુ કરીયે છીયે
કેસ ના પ્રકાર:
પેંશન કેસ ( ગવર્નમેંટ નોકરી કે કોર્પોરેશન)
લોન કેસ (બેંક અથવા કંપની)
ટેક્સ ને લગતા (ઇંન્કમ કે જીએસટી)
પ્રોપર્ટીને લગતા (ગવર્નમેંટ રેકોર્ડ અથવા વારસાને લગતી બાબતો)
મહિલાઓને લગતા પ્રશ્નો (દહેજ/ઘરેલુ પીડા પહોંચડવાના કેસ-Domestic Violence)
બીજા જનરલ કેસીસ મા જરુરીયાત મુજબ સુચન કરવામા મદદ કરાશે
આ ગ્રુપ ફક્ત માર્ગદર્શન અને નિર્દેશન માટે છે અને આગળ કોઇ કાનુની નિષ્ણાંતને પોતાનો કેસ આપવો એ બાબતે જે તે વ્યકિતએ પોતે નિર્ણય લેવો જરુરી છે
ગ્રુપ ફક્ત દિશાસુચન કરશે અને શરુઆત ફક્ત ફોન પર વિગત આપીને થશે
ગ્રુપના માનનીય મેંબરમા થોડા કાનુની નિષ્ણાંત અને બાકી કાનુની વ્યવસ્થાના જાણકારો છે નીચે પ્રમાણે:
૧: શ્રી મહેરબાનભાઇ અમીરદાન વરસડા (ગઢવી ) અમદાવાદ
☎ ૦૯૪૨૯૦૦૩૩૫૯
૨: શ્રી રતનદાન ગુલાબદાન બારહઠ(ગઢવી ) મોરબી☎ ૦૯૮૨૫૧૯૬૧૩૬
૩: શ્રી મહિપતદાન (ટાપરિયા)ગઢવી- અમદાવાદ
☎ ૦૯૮૨૫૧૦૬૧૭૬
૪: શ્રી દિનેશસિંહ સુરજસિંહ ગઢવી(શામળ) અમદાવાદ
☎ ૦૯૩૭૬૧૫૦૦૭૬
૫: શ્રીમતિ નેહલબેન ભૈરવદાન ખડિયા (ગઢવી) ભાવનગર
☎ ૦૮૨૦૦૩૯૭૧૨૯
૬: શ્રીમતિ સુમિત્રાબેન સુરેશ (ગેલવા) ગઢવી -મુંબઇ
☎ ૦૯૮૧૯૧૦૮૦૯૭/ ૦૮૧૦૮૫૨૫૦૨૬
ફોન કૃપા કરીને સમય મર્યાદામાં કરવો ( સવારે ૯ થી સાંજે ૬ દરમિયાન)
જય માતાજી

