.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

3 मई 2019

ચારણ (ગઢવી) કાનુની માર્ગદર્શન વ્યવસ્થા

જાહેરાત

ચારણ (ગઢવી) કાનુની માર્ગદર્શન વ્યવસ્થા
Charan Gadhvi Legal guidance Guild

ચારણ સમાજ માટે મફત કાનુની માર્ગદર્શન માટે શરુ કરેલ આ અભિયાન સમાજને સાચી દિશામાં ન્યાય મેળવવા માટેનો એક પાયાનો પ્રયાસ છે
ઘણી વાર ન્યાય મેળવવા માટે લોકોને સાચુ માર્ગદર્શન ના મળવાનો કારણે પૈસા અને સમય નો વ્યય થતો હોય છે અને અંતે ન્યાય મળવાની બધી તક ગુમાવવી પડે છે

ચારણ ગઢવી સમાજના રિવાજો મુજબના લગ્નો કર્યા બાદ કાયદાઓનો સરેઆમ ભંગ કરીને અનેક બહેનો, દિકરીઓ તથા માતાઓને પ્રતાડિત કરીને કાઢી મુકવામા આવે છે, અને ઘરે  બેસાડવામા આવે છે.  આવી લાચાર, મજબૂર અને વિવશ બહેનો, મહિલાઓ અને સ્ત્રીઓ ના  પિયરમા પણ ખોટી મોટાઈ, દંભ, આડંબર, અજ્ઞાનતા, તથા વર્તમાન મહિલાઓ તરફી  કાયદાઓની અણસમજણ તથા અજ્ઞાનતા અને મનઘડત ખોટા અર્થઘટનો ને કારણે પોતાનાજ માઁ બાપ, કે ભાઈબહેનો અને પરિવાર તરફથી જોઈએ એવો સહકાર કે માર્ગદર્શન મળતા નથી. પરીણામે આજની એકવીસમી સદીના યુગમા પણ અનેક ચારણ ગઢવી સમાજની બહેનો, દિકરીઓ, માતાઓ, મહિલાઓ દોઝખ જેવી અસહ્ય અને લાચાર જીંદગી ગુજારી રહી છે. જે આખા સમાજની કરુણ, કડવી અને વરવી વાસ્તવિકતા છે. આમાથી લગભગ કોઈ પરીવારો, કુટુંબો, કે ગામો બાકાત નથી. આવી પરિસ્થિતિઓ નિવારવા તથા તેમાથી માનસન્માન અને સ્વમાનભેર બહાર નિકળવા માટે દેશના કાયદાઓની મર્યાદાઓમા રહીને, પુરતુ, જરુરી, અને સાવસાચુ, નિષ્પક્ષ તથા પૂર્વગ્રહ વગરનુ  માર્ગદર્શન આપવામા આવશે. જેથી ભવિષ્યમા આપણી બહેનો,દિકરીઓ, માતાઓ તથા મહિલાઓ  સ્વમાનભેર બાકીનુ શેષ જીવન પસાર કરી શકે.🙏🏻

ગવર્મેંટના ફ્રી લીગલ એઇડ સેંટર હોવાનો નહીંવત ફાયદો હોવાના લીધે તકલીફો ને ધ્યાનમા રાખી શરુઆતમા કેંન્દ્રીય સ્થાને અમદાવાદ રાખી ને ધીરે ધીરે બીજા જીલ્લાઓમા શરુ કરવાની ભાવનાથી આ અભિયાન શરુ કરીયે છીયે

કેસ ના પ્રકાર:

પેંશન કેસ ( ગવર્નમેંટ નોકરી કે કોર્પોરેશન)

લોન કેસ (બેંક અથવા કંપની)

ટેક્સ ને લગતા (ઇંન્કમ કે જીએસટી)

પ્રોપર્ટીને લગતા (ગવર્નમેંટ રેકોર્ડ અથવા વારસાને લગતી બાબતો)

મહિલાઓને લગતા પ્રશ્નો (દહેજ/ઘરેલુ પીડા પહોંચડવાના કેસ-Domestic Violence)

બીજા જનરલ કેસીસ મા જરુરીયાત મુજબ સુચન કરવામા મદદ કરાશે

આ ગ્રુપ ફક્ત માર્ગદર્શન અને નિર્દેશન માટે છે અને આગળ કોઇ કાનુની નિષ્ણાંતને પોતાનો કેસ આપવો એ બાબતે જે તે વ્યકિતએ પોતે નિર્ણય લેવો જરુરી છે
ગ્રુપ ફક્ત દિશાસુચન કરશે અને શરુઆત ફક્ત ફોન પર વિગત આપીને થશે

ગ્રુપના માનનીય મેંબરમા થોડા કાનુની નિષ્ણાંત અને બાકી કાનુની વ્યવસ્થાના જાણકારો છે નીચે પ્રમાણે:

૧: શ્રી મહેરબાનભાઇ અમીરદાન વરસડા (ગઢવી ) અમદાવાદ
☎ ૦૯૪૨૯૦૦૩૩૫૯

૨: શ્રી રતનદાન ગુલાબદાન બારહઠ(ગઢવી ) મોરબી☎ ૦૯૮૨૫૧૯૬૧૩૬

૩: શ્રી મહિપતદાન (ટાપરિયા)ગઢવી- અમદાવાદ
☎ ૦૯૮૨૫૧૦૬૧૭૬

૪: શ્રી દિનેશસિંહ સુરજસિંહ ગઢવી(શામળ) અમદાવાદ
☎ ૦૯૩૭૬૧૫૦૦૭૬

૫: શ્રીમતિ નેહલબેન ભૈરવદાન ખડિયા (ગઢવી) ભાવનગર
☎ ૦૮૨૦૦૩૯૭૧૨૯

૬: શ્રીમતિ સુમિત્રાબેન સુરેશ (ગેલવા) ગઢવી -મુંબઇ
☎ ૦૯૮૧૯૧૦૮૦૯૭/ ૦૮૧૦૮૫૨૫૦૨૬

ફોન કૃપા કરીને સમય મર્યાદામાં કરવો ( સવારે ૯ થી સાંજે ૬ દરમિયાન)

જય માતાજી

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT