.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

1 अक्टूबर 2019

જામજોધપુર નવરાત્રિ

જામજોધપુર નવરાત્રિ

મા આદ્યસક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રિ પણ હાઇટેક બની રહિયૂ છે તો આજે પણ જામજોધપુર મા પ્રાચિન ગરબી નુ મહત્વ સાચા અર્થમાં જળવાઈ રહિયૂ છે છેલ્લા 80 વર્ષથી રેલ્વે સ્ટેશન પાસે યોજાતી જય અંબે ગરબીમાં દેશી ઢોલ અને સરણાઈના તાલે ગરબાની રમઝટ જામે છે
અહિ બીજી નોંધનીય બાબત
એ છે ગરબીમાં માં અંબાના ગરબા રમતા બાળકો પુરુષોએ પ્રાચિન ચારણી પહેરવેશ પહેરવા ફરજીયાત છે અહિં ગરબીમાં મણિયારો રાસ જોવો લાહવો છે જે ગુજરાત રાજ્ય મા પ્રથમ નબર મેળવેલ હતો તદ ઉપરાંત ચારણ કન્યા દ્રારા રમતા રાસ ખાસ કરીને તલવાર રાસ જોવો માનવ મહેરામણ ઉમટી પડે છે અને હા ચારણ ભાઇઓ દ્રારા પ્રાચિન દુહા છદ ચરજ ગરબા ચારણી સાહિત્ય સાંભળવા સાહિત્ય રસિકો ઉમટી પડે છે
પક્ષીમી આક્રમણ હોવા છતા અહિ પ્રાચીનતા જળવાઈ રહી છે તો આવો આપણા શાસ્કૃતિક મૂલ્યો ને જાળવવા એકવાર
જય અંબે ગરબી જોવા...
સંચાલન સોનલ યુવક મંડળ દ્વારા જામજોધપુર જયઅંબે ગરબી
માહીતી મોકલ નાર
રાજુ ભાઇ ગઢવી 9913035984

30 सितंबर 2019

|| सुर्यवंदना छप्पय || || कवि मितेशदान(सिंहढाय्च) ||

*|| सुर्यवंदना ||*
*|| मितेशदान सिंहढाय्च ||*
*|| ता: 21-09-2019 थी 30-09-2019 ||*

*(21-09-2019)*

*आप तणु आराध्य,सदा समरथ सुख सारे,*
*आप तणु आराध्य,जीवन षड रोगो जारे*
*आप तणु आराध्य,ज्ञान विज्ञान गुणावे*
*आप तणु आराध्य,शांत स्वरनाद सुणावे*
*है ईश्वर तुज थी हयात,आ लोक जीवन अविरत*
*पट निहर प्रौढ़ अवनी परे,समरथ मित आभे सत*

*(22-09-2019)*

*परम ध्यान प्रज्ञान,ताप परताप तिहारो*
*परम ध्यान प्रज्ञान,आप अम जीव उजारो,*
*परम ध्यान प्रज्ञान,धरम काजे धरणीधर*
*परम ध्यान प्रज्ञान,आव अवतारी ईश्वर*
*कई रोग कुळा जे कठणपणा,ए ज्ञान विनाना घोर*
*पट निहर प्रौढ़ अवनी परे,भव फंद कटे मित भोर*

*(23-09-2019)*

*संयम सार सुजावे,निर्गुण दोष निवारे,*
*पाप सदा परखावे,आवी आभे उजारे,*
*अंध दोष अटकावे,लावी तेज लगावे,*
*खुद आवी खावरावे,धन सुखलाभ धरावे,*
*बहु हेत दुलारो भाणलो,आ ऊभोय खोळी आभ*
*पट निहर प्रौढ़ अवनी परे,लहू चलण पमावत लाभ*

*(24-09-2019)*

*अभय आप अविभूत,देव दातार दानाउत,*
*अभय आप अविभूत,दियो अवनी हर हर दूत,*
*अभय आप अविभूत,श्वास तव श्वास सज्या सौ*
*अभय आप अविभूत,देव नित वंदन हु दौ,*
*अभयापद सूरज आपनु,अम तन्न उजागर आप*
*पट निहर प्रौढ़ अवनी परे,जनमित नित जपता जाप*

*(25-09-2019)*

*विश्वासू विद्वान,नियम सु चाकर नारण*
*विश्वासू विद्वान,भोर पड़ता तम भारण*
*विश्वासू विद्वान,अमर सुखदेव अमारा*
*विश्वासू विद्वान,सदा निर्विघ्न सकारा*
*विश्वास सदा वीर आपनो,के भोर प्रगटशे भाण*
*पट निहर प्रौढ़ अवनी परे,ए मित नही रह्यो अजाण*

*(26-09-2019)*

*जटा काल महाजोर,तपे जग ने पण तापे*
*जटा काल महाजोर,थळ अग्नि जल  थापे*
*जटा काल महाजोर,भोर ब्रह्मांड भमीने*
*जटा काल महाजोर,नाथ अवनी घर नीमें*
*निरखे नयणे नारायणा,तुव जटा किरण तपताय*
*पट निहर प्रौढ़ अवनी परे,जोगी रूप प्रगट जणाय*

*(27-09-2019)*

*शक्ति स्त्रोत समरथ,भक्ति भवनाथ भजावे*
*भक्ति भुवन पर भाव,अग्ति अविनाश  अजावे*
*अग्ति विसारण आप,मुक्ति सर मार्ग मळावे*
*मुक्ति विना नय मेळ,जीव चोटे जंजाळे*
*भक्ति करता मित भाणनी,गुण शक्ति मन गरवाय*
*पट निहर प्रौढ़ अवनी परे,जे श्वास पुरी समराय*

*(28-09-2019)*

*भादरवे आ भाण,कळा शु कामणगारी*
*ताप चिलानो ताण,भुवन पड़ीयो तु भारी*
*मन भरिया जळ मेह,आषाढे जरा न आव्या*
*वरहादी सुर वेह,भाण भादरवे भाव्या*
*घनघोर चडी आभे घटा,ने वर्षयो मेहुल वाय*
*पट निहर प्रौढ़ अवनी पड़े,सुरमित करजो अम साय*

*(29-09-2019)*

*शक्ति आद्य स्वरूप,भाण दिवड़े भभकाव्यों,*
*शक्ति आद्य स्वरूप,गाज विज गुण गवराव्यो*
*शक्ति आद्य स्वरूप,पुंज धर तेज़ पुराणा*
*शक्ति आद्य स्वरूप,पुत्री शैलीय पूजाणा*
*प्रथमी धर शक्ति प्रगटीया,आई ए धर्यो अवतार*
*पट निहर प्रौढ़ अवनी परे,सुरज प्रगटावीय सार*

*(30-09-2019)*

*सुर आतम सतकार,तेज रणकार तत्वनो*
*सुर आतम सतकार,सहज सुर भाव सत्वनो*
*सुर आतम सतकार,रिदय आंगण मित राजा*
*सुर आतम सतकार,समरता सौ सुख साजा*
*हरिवर सुर तारा हेतथी,जीवन ज्योति जागती*
*पट निहर प्रौढ़ अवनी परे,भळ तम्म प्रभातुय भागती*

*🙏---मितेशदान(सिंहढाय्च)---🙏*

*कवि मित*
9558336512

29 सितंबर 2019

भवाब्धि पार तारिणी - 'सिद्ध' चारण(विरवदरका)

भवाब्धि पार तारिणी

दूहो :

शिवशंभू सहचारिणी धर धारण जगमात
भवसागर भव तारिणी समरु माँ दिनरात

छंद - नाराच

नमो नरेश्वरी प्रिया शिवा सनातनी सदा
महामया महेश्वरी प्रबोधिनी मति़  प्रदा
तुं कोटिरुपिणी कराल काल काम मारिणी
भवा भणंत भाव से भवाब्धि पार तारिणी

सती सुलोचनी महाभूजा भुजंगभूषणा
तुं भूख भाँगती अन्ने सलिल रूप तृषणा
अगाध आध ईश्वरी तुं दुष्ट दैत डारिणी
भवा भणंत भाव से भवाब्धि पार तारिणी

सरस्वती सुमंगला समस्त सृष्टि देखिनी
भविष्य वर्तमान भूत मात लेख लेखिनी
रगत्तबीज शोषणी कपाल माल धारिणी
भवा भणंत भाव से भवाब्धि पार तारिणी

डमड्ड डमड्ड डमड्ड डमड्ड हाक डाक बाजते
डणंक देत चंडिका मयंद घोर गाजते
सुखात्मिकाय सिद्धला खमां खमां उचारिणी
भवा भणंत भाव से भवाब्धि पार तारिणी

- 'सिद्ध' चारण(विरवदरका)
9586788806

27 सितंबर 2019

ચારણ એક ધારણ ગૃપ દ્રારા આઈશ્રી સોનલ વિસામો અમદાવાદ માટે આર્થિક યોગદાન

જય માતાજી

Whatsapp પર "ચારણ એક ધારણ" નામનું ગ્રુપ વર્ષ-2013 મા શરૂ કરેલ. આ ગ્રુપ બનાવવાનું હેતુ એટલો જ હતો કે ચારણ સમાજના સામાજિક સમાચાર, તેમજ અન્ય બાબતો આ ટેકનોલોજી ના માધ્યમથી સરળતા થી એકબીજા સુધી પહોંચી શકે અને સંગઠન થાય. અને આજે આ ગૃપનું હેતુ સિદ્ધ થયેલ આવા ઉમદા કાર્ય માટે ભાઈઓ તરફ થી ખૂબ જ સહકાર મળ્યો એ સર્વેનું ખૂબ ખૂબ આભાર

થોડા દિવસ પહેલા ચારણ એક ધારણ માં આઈશ્રી સોનલ વિસામો (અમદાવાદ) માટે આર્થિક યોગદાન આપવા ટહેલ કરવામાં આવેલ. આ ટહેલ પર ચારણ એક ધારણના સભ્યો દ્રારા  રૂ. 81,065 /- આર્થિક યોગદાન એકઠો થયેલ.

આઈશ્રી સોનલ વિસામા દ્રારા સિવિલ હોસ્પિટલ,અમદાવાદ ખાતે દવા લેવા આવતા દર્દીઓ તથા એમના સગા સંબંધીઓ માટે રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ નિઃશુલ્ક આપવામાં આવે છે.

તો આવા અમૂલ્ય સેવાનું કામ કરતા માન.શ્રી દિલીપભાઈ શીલગા અને એમની સમગ્ર ટીમની મહેનતને વંદન સહ આ ઉમદા કાર્ય મા ચારણ એક ધારણ ગૃપના સભ્યો પણ સામાજિક ફરજ રૂપે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સ્વરૂપે યોગદાન આપેલ છે.
યથાશકિત યોગદાન આપનાર સર્વે ભાઈઓનું ખૂબ ખૂબ આભાર

હાલ  Whatsapp  પર આવા ઘણા ગ્રુપો ચાલે છે તો હું એમના એડમિનશ્રી ને વિનંતી કરું છું. કે આપ ચારણ એક ધારણ ગ્રુપના સભ્યોની આ પ્રેરણાદાયક પહેલ માંથી પ્રેરણા લઈ આપ પણ આપના ગૃપના સભ્યો પાસેથી આઈશ્રી સોનલ વિસામા કે કોઈ પણ ચારણ સમાજના ટ્રસ્ટ / સંસ્થા / બોર્ડિંગ માટે આર્થિક યોગદાન એકઠો કરવા વિનંતી કરું છું.

આવા અમૂલ્ય સેવાના કાર્યમાં દરેક નો યથાશકિત યોગદાન જરૂરી છે. જેથી કરીને સારી રીતે વ્યવસ્થા થઈ શકે.
સામાજિક ફરજ રૂપે યોગદાન આપનાર સર્વેનું ખૂબ ખૂબ આભાર

યથાશકિત આર્થિક સહયોગ આપનાર ભાગ્યશાળી દાતાશ્રીઓની યાદી :- Click Here



યથાશકિત આર્થિક યોગદાન આપવા માટે (યોગદાન જમા કરાવી વિગત Whatsapp મો.નં.9825005224 પર મોકલી આપવા વિનંતી)

"આઈ શ્રી સોનલ ચારણ પરિવાર ટ્રસ્ટ"
(સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા) 

(GIDC Odhav)
A/C No. 36193265528
IFC Code: SBIN0001387


ચારણ એક ધારણ ગૃપમા જોડાવા માટે આપનું નામ અને સરનામું લખીને Whatsapp No. 9913051642 પર મોકલી આપવા વિનંતી.

Sponsored Ads

ADVT

ADVT