चारण कविओ नी भगवान शिव अंगे रचनाओ PDF FILE Download :- Click Here
SHIVRATRI (PDF FILE) :- Click Here
શિવ ને ભજો જીવ દિન રાત (શિવ-સ્તુતિ)
- કવિ 'પ્રદીપ' ગઢવી
છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ બહે દિન-રાત,
ડાક-ડમરું ના ડમડમાટ શંખ ના નાદ કરે છે વાત
શિવ ને ભજો જીવ દિન રાત...
શિવ ને ભજો જીવ દિન રાત...
કાર્તિક-ગણેશ શિવ ના બાળ ઉમૈયા અર્ધાંગીની નાર,
દશાનન ભજે શિવ ના નામ તેઓ પણ કરે છે એક જ વાત,
શિવ ને ભજો જીવ દિન રાત...
શિવ ને ભજો જીવ દિન રાત...
શિવજી શોભે છે કૈલાશ ત્યાં વસે દેવો-ઋષિ-રાજ,
ચારણો નંદી ચરાવે ત્યાંજ કરે છે ચાર વેદ ની વાત,
શિવ ને ભજો જીવ દિન રાત...
કરે છે શિવજી તાંડવ નાચ દિગપાળો ના જુકતા હાથ,
જોઇને દેવો ફફડે આજ ભોળા ને વિનવે બેઉ હાથ,
શિવ ને ભજો જીવ દિન રાત...
હરિ ઓમ હર હર ના જ્યાં નાદ ત્યાં શશી-ભાણ ઉગે દિન-રાત,
તુજ વિણ દીપ "પ્રદીપ" ના વાત શિવ છો કણ કણ માં હયાત ,
શિવ ને ભજો જીવ દિન રાત...
- કવિ 'પ્રદીપ' ગઢવી...
(રિ. રેંજ ફોરેસ્ટ ઓફિસર)
મુ. ધુનાના હાલે માંડવી-કચ્છ.
ટાઈપ બાય :- આલાપ પ્રદીપભાઈ ગઢવી માંડવી-કચ્છ.
ઉપર લખેલી શિવ-સ્તુતિ શ્રી પ્રદિપભાઈ ગઢવી દ્વારા લખાયેલી છે અને તેઓ પોતેજ તેનું સંગીત આપેલું છે અને પોતેજ ગાયેલી છે.
શિવરાત્રી શિવ મહી બને અને ભોલેનાથ ની દયા હમેશાં તમારા ઉપર રહે એવી શુભેચ્છા સહ તમામ ને જય માતાજી જય સોનલ.
(1) नारायण स्वामी बापुना स्वर मां शिव भजनो
(2) किर्तीदान गढवी ना स्वर मां शिव भजनो
(3) अन्य कलाकारो स्वर मां शिव भजनो
- BHOLA SHAMBHU - VARJANG GADHAVI MOTA BHADIYA
- STUTI
- MAN MERA MANDIR
- SHIV SHANKAR KO JIS NE
- SHIV STUTI SHIV NE BHAJO DIN NE RAT - PRADIP GADHAVI
- SHIV TANDAV
वधारे भजनो माटे :- Click Here
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें