જય માતાજી,
આપ સૌ ચારણ બંધુઓ ને જણાવતા હર્ષ ની લાગણી થાય છે કે " અખિલ કચ્છ ચારણ મહિલા મંડળ " દ્વારા આયોજિત મહાશિવરાત્રી નિમિત્તે " સંગીતમય શિવ આરાધના " નુ આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન પ્રમાણે કચ્છ જિલ્લાના તમામ ચારણો જોડાય, પરસ્પર એકતા વધે અને સંગીત,સૂર, તાલ અને લય પ્રમાણે જ્ઞાતિબંધુઓ ની કળા વિકસે એવી ભાવના સાથે સંગીતમય "શિવ આરાધના " ની સ્પર્ધા રાખવામાં આવી છે .જેમાં આબાલવૃદ્ધ સૌ કોઈ ભાગ લઇ શકશે.તો તમામ જ્ઞાતિ બંધુઓ શિવ આરાધના ના કાર્યક્રમ મા જોડાઈ અમારા આ પ્રયાસને સફળ બનાવો તેવો અનુરોધ છે.
" સંગીતમય શિવઆરાધના "
નિયમો : -
1) આ સ્પર્ધા મા સંગીતના તાલ સાથે ગાયન કલા મા ભાગ લઈ શકે તેવા જ બાળકો ,યુવાનો અને વડીલો ભાગ લઈ શકશે.
2) સંગીત સાથે ગાઈ શકતા સ્પર્ધકોએ ફરજીયાત શિવઆરાધના ની થીમ ને આધારે શિવ ના જ ભજન , સ્તુતિ કે પ્રાર્થના વગેરે સ્વરૂપે પોતાની કૃતિ રજૂ કરવાની રહેશે. અન્ય કોઈ દેવી દેવતાઓ ની નહી ચાલે.
3) સ્પર્ધા મા કચ્છ જિલ્લા ના અને કચ્છમાં વસવાટ કરતા તમામ ચારણો ભાગ લઈ શકશે..
4) નામ નોંધાવવા ની છેલ્લી તારીખ 17/02/2019 રાખવામાં આવી છે .જેથી તેમાં જોડાવવા ઈચ્છતા સ્પર્ધકો એ પોતાનું આખુ નામ,ઉમર,તેમજ વૉટ્સ એપ નંબર લખાવવો જરુરી છે.
5)આ સ્પર્ધા ના 3 ભાગ પાડવા મા આવ્યા છે.
(A) 5 થી 16 વર્ષના દિકરા - દિકરીઓ
(B) 17 થી 32 વર્ષના ભાઈઓ - બહેનો
(C) 33 થી ઉપર ના તમામ
6) સ્પર્ધા મા જોડાવવા માગતા તમામ સ્પર્ધકો એ સ્વ ખર્ચે " ચારણ વિશ્રાતિ ભવન" ,ભાનુશાલી નગર ,ભૂજ .
ખાતે સમયસર પહોંચવાનું રહેશે .
7) સ્પર્ધા માં જોડાતા તમામ સ્પર્ધકો એ ઑડિશન ફી પેટે રુપિયા 50:00/- અંકે રુપિયા પચાસ જમા કરાવવાના રહેશે.
● સ્પર્ધા મા જોડાવવા માંગતા સ્પર્ધકો ને નામ નોંધાવવાની છેલ્લી તારીખ ::-- 17/02/2019
● સ્પર્ધા નુ ઓડિશન ::-- 24 / 02 / 2019 ને રવિવારે બપોરે 3 : 00 વાગ્યા થી શરુ થશે.
● ફાઇનલ સ્પર્ધા ::--- 03/03/2019 ને રવિવારે બપોરે 3 : 00 વાગ્યા થી શરુ થશે.
● ઓડિશન ની સમય મર્યાદા 3 મિનિટ ની રહેશે
● ફાઇનલ નો સમય મર્યાદા 5 મિનિટ ની રહેશે
નામ નોધાવવા માટે ના નંબર
1.હર્ષાબેન શામળ 99798 66467 2.પૂજાબેન અયાચી 97129 02577
3.મિતલબેન સિંહઢાયચ 97129 59924
ઉપરોક્ત ઓડિશન તથા સમગ્ર પ્રોગ્રામ માં કોઈપણ ફેરફાર આયોજક ને આધીન રહેશે તથા કોઈપણ ફેરફાર અંગે વખતોવખત ગ્રુપ માં જાણ કરવામાં આવશે .
મેસેજ ફોરવર્ડ કરીને સહકાર આપવા નમ્ર વિનંતી છે, જય માતાજી 🙏🏼
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें