ચારણ સમાજના યુવા ઉધોગપતિ અજયભાઈ ગઢવી દ્રારા Aavad instrumentને ૧૦ વર્ષ થતા સ્ટાફને વિમાન દ્રારા પ્રવાસ
શબ્દો ની કિંમત( Value to words) ની બિઝનેસ લાઈન લઈ ને નામાંકિત ઉદ્યોગપતિ માં ખુબજ ઓછા સમય માં કીર્તિ મેળવનારા શ્રી. અજય આવડદાન ગઢવી (સૌદા) ગામ. વણોદ હાલ અમદાવાદ. Director of Aavad instrument ને સો સો સલામ, ધન્યવાદ, આભાર.
2010 માં ચાલુ કરેલ એક વિચાર (Aavad instrument) ને એક દસકો ગઈ 15/10/2019 એ થયો. જેના ભાગ રૂપે આવડ ઇન્સ્ટ્રુમેન્ટ ને પોતાનોજ પરિવાર ગણી ને ચાલવા વાળા અજયભાઈ ને વિચાર આવ્યો કે જેણે કોઈ દિવસ કલ્પના પણ ના કરી હોય કે વિમાન માં બેસવું, જેણે ક્યારેય plane અથવા airport જોયું પણ ના હોય તેવા ઘણા સ્ટાફ મેમ્બર મળતા તેઓને (આખા સ્ટાફ) ને સાથે વિમાન માં બેસાડવા નો વિચાર આવતા અને કોર કમિટી ના સભ્યો શ્રી રજનીકાંત રૂપાળા, શ્રી.ઈશ્વર પાટીલ, શુશ્રી જિજ્ઞાસા અને કુ.અંજલિ એ તુરંતજ હામી ભરતા લીધેલો નિર્ણય જે કદાચ ઐતિહાસિક હતો કે let's book air ticket of whole Aavad Instruments staff (Members -22).જે થયું અને ટુર થઈ પણ ગઈ.
અમદાવાદ airport પર અજયભાઈ ને અંદાજે 12 સહ પ્રવાસી મળવા આવી ને ખુબજ શાબાશી આપી કે આ કામ કરવા જેવું છે. જે તેમને ઓળખતા પણ નો હતા. ત્યારે વાત સાંભળી ને મને થયું હું તો અજયભાઈ ને વર્ષો થી ઓળખું છુ તો મને આ પોસ્ટ લખવા નો વિચાર આવ્યો કે હું બધા ને inform કરું.
માત્ર ગઢવી ચારણ તરીકે નહિ પણ કોઈ પણ નાના ઉદ્યોગકારો(MSME) આવી સ્ટાફ વેલ્ફેર માટે જહેમત ઉઠાવે તો ઘણાના નાના મોટા સપના સાકાર થાય અને જો ના થાય તો બે ત્રણ દિવસ રિલેક્સ તો થઈ જ જવાય.
અજયભાઈ ના પ્રમાણે જે ચહેરા ની રેખાઓ એમણે એ દિવસે airport પર જોઈ હતી તે ભૂતકાળ માં ક્યારેય જોઈ નો હતી અને એનોજ તેમને આનંદ છે.
મારા મત મુજબ કોઈ પણ company ની પ્રગતિ માં સ્ટાફ નો ખુબજ મોટો ફાળો હોય છે તો અજયભાઈ ની જેમ અન્ય ઉદ્યોગપતિ ઓ એ આ અભિગમ અપનાવવો જોઈએ.
ફરી થી ધન્યવાદ અજયભાઈ.
શ્રી અજયભાઈ આવડદાનજી સૌદા..દ્વારા એમની ફર્મ “આવડ ઇન્સ્ટુમેન્ટસ” સફળ ૧૦ વર્ષ પુરા કરે છે..આ પ્રસંગે આઈ શ્રી સોનલ ચારણ પરિવાર એમને ખુબ જ શુભકામના પાઠવે છે ..માઁ સોનલની કૃપા સદાય બની રહે..શ્રી અજયભાઈ એમની કંપની જેટલા વર્ષમાં પ્રવેશે એટલા હજાર રૂપિયા દર વર્ષે ચારણ છાત્રાલયને યોગદાન પેટે આપે છે..ખુબ સુંદર અને અજોડ શરૂઆત..ચારણ છાત્રાલયને આ વર્ષે દશ વર્ષ પુરા થતા ૧૦,૦૦૦/-₹ સહયોગ આપે છે..ખુબ ખુબ ધન્યવાદ..જય સોનલ..
અજયભાઈ ના આવા ઉમદા અને પ્રેરણારૂપ વિચાર છે. અજયભાઈ ની સ્ટાફ તથા સમાજ પ્રત્યેની ભાવનાને વંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અજયભાઈ હજી વધારે પ્રગતિ કરે એજ માં ભગવતી પાસે પ્રાર્થના.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें