જય મા સોનબાઇ। જય બનું મા
આજે આપની સમક્ષ આ પોષ્ટ લખતા ખુબ રાજીપો થાય છે
આઇ મા સોનબાઇ મા દ્રારા સ્થાપિત જુનાગઢ કુમાર છાત્રાલય હમણાં તા:30/6/2020 ના દિવસે 50 વર્ષ પુર્ણ કરવા જઈ રહી છે ત્યારે
પૂજય ગિરીશ આપા ની જહેમત થી નવી બિલ્ડીંગ ના સુદર મજા ના 33 રૂમ આકાર લઇ રહ્યા છે સંસ્થા ના કાર્યકાળ ના 50 વર્ષ પુરા થયા છે ત્યારે આ નવા બિલ્ડીંગ ની અર્પણ વિધી ની તારીખ નક્કી થય ચૂકી છે
આગામી તા:30/05/2020 અને તા:31/05/2020 ના એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે જેમાં આપણા સમાજ ના સાડા ત્રણ પાહડા તેમજ તમામ સોનલ બીજ સમિતી તથા ચારણ સમાજ માટે કાર્યરત તમામ અન્ય ટ્રસ્ટો તથા આગેવાનો ને ખાસ ઉપસ્થિત રહેવા તથા ગુજરાત મા ચાલતી ચારણ સમાજ ની તમામ શૈક્ષણિક સંસ્થાઓ ઉપસ્થિત રહેવા પૂજય બનુંમા દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે
વિશેષ આનંદ ની વાત એ છે કે આ જ જગ્યાએ સોનલ મા ની તૂલા વિધિ નો કાર્યક્રમ યોજાયો હતો જેની તારીખ 31/05/1974 હતી અને યોગાનુયોગ આપણે આ કાર્યક્રમ ની તારીખ પણ એજ આવી છે
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें