ખોડિયારધામ વરાણા ખાતે ચારણ સમાજનું સ્નેહમિલન યોજાશે
પાટણ જિલ્લાના વઢિયાર પ્રદેશના પ્રસિદ્ધ યાત્રાધામ ખોડિયારધામ વરાણા ખાતે શ્રી ખોડિયાર ચારણ મંડળ આયોજિત ચારણ સમાજનું સ્નેહમિલન તારીખ ૧૦/૧૧/૨૦૧૯ ને રવિવારના રોજ સવારે ૯:૦૦ કલાકથી યોજાશે. આઈશ્રી ખોડિયાર માતાજીના પાવન સાનિધ્યમાં ખોડિયાર મંદિર વરાણા ખાતે યોજાનાર ચારણ સમાજના સ્નેહમિલનમાં મંડળના સભ્ય ભગવતદાન ગઢવીની યાદીમાં જણાવ્યા પ્રમાણે
સમાજની ઉન્નતિ માટે સામાજિક,શૈક્ષણિક અને સેવાકિય પ્રવૃત્તિ અને નવા વર્ષના કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં વઢિયાર, ખારાપાટ,ચોરાડ, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ચારણો ઉપસ્થિત રહેશે.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें