ફટને શું ? ફીટકાર
॥ દોહા ॥
આજીવિકા
બિજાની અળસાવી, પાપી પેટ ભરનાર,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એવા ફટને શું? ફીટકાર.
(1)
જમીન બીજાની ઝોંટી
લીએ, કાળાં ધોળાં કરનાર,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એવા ફટને શું? ફીટકાર.
(ર)
મોઢે દાઢી મુનિ
જેવા, અંતર
મેલપ અપાર,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એવા ફટને શું? ફીટકાર.
(3)
શ્વેત સ્વાંગ અંગે સજી,
બગલા
જેવા બણનાર,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એવા ફટને શું? ફીટકાર.
(4)
મુખ પર મીઠાસ
ભરી, અવળું આદરનાર,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એવા
ફટને શું? ફીટકાર.
(પ)
‘મેકરણ’ કે ભલે હોય
મોટા, પાપીપડતા પોળા,
વેળા પડ્યે થાય વેગળા, (ઈ)
મથરાવટીયે મોળા.(6)
કવિ :
મેકરણભાઈ ગગુભાઈ લીલા. (ભેદુ કવિ મેકરણ) ગામ : સનાળી.
ટાઈપ બાય : રાજેન્દ્ર
પ્રતાપદાન લીલા. rajendralila@ymail.com
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें