ચારણ(ગઢવી) સમાજ ગુજરાત જોગ સંદેશ
જય માતાજી સાથે જણાવવાનું કે, આદિપુર (કચ્છ) મધ્યે શ્રી અમીત જબરદાન ગઢવી મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ-આદિપુર દ્વારા સંચાલીત શ્રી જબરદાન નારણજી રત્નુ (અયાચી) દ્વારા નવનિર્મિત ચારણ કન્યા છાત્રાલય નું લોકાર્પણ તા.૨૧-૦૮-૨૦૨૦ નાં રોજ કરવામાં આવેલ છે.
ચાલુ શૈક્ષણિક સત્રથી જ હોસ્ટેલ શરુ કરી દેવામાં આવશે, તો સમસ્ત ગુજરાતના ગઢવી સમાજની કોઈપણ દિકરી ધોરણ-9 થી કોલેજ સુધીના અભ્યાસ માટે “ગઢવી-સમાજ કન્યા છાત્રાલય,આદીપુર” માં રહી ને અભ્યાસ કરવા માંગતી હોય તો તેવી દિકરીઓએ પોતાનું જે તે સંસ્થામાં ઓનલાઈન એડમીશનની પ્રક્રિયા પૃર્ણ કરી લેવા વિનંતી છે અને જ્યારથી સ્કુલ કોલેજો ના નિયમિત વર્ગો શરૂ થશે ત્યારથી આ છાત્રાલયમાં તે દિકરીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવશે. *દાતાશ્રીઓ દ્રારા દીકરીઓ દત્તક લીધેલ હોય દીકરીઓ પાસેથી હોસ્ટેલ ફી લેવામાં નહિ આવે. જેની ગઢવી સમાજની તમામ દિકરીઓ અને તેમના વાલીઓએ નોંધ લેવા વિનંતી છે.*
જે લોકોને સ્થાનિક આદિપુર/ ગાંધીધામ ની શાળા- કોલેજોના સંપર્ક નંબર સહિતની માહિતી જોઈતી હશે તેમને પીડીએફ ફાઈલ મોકલી આપવામાં આવશે.
આ બાબતે વધુ વિગતો માટે નીચે જણાવેલ વ્યક્તિઓ નો સંપર્ક કરી શકો છો.
૧- શ્રી વિજયભાઈ કે. ગઢવી.. (પ્રમુખ શ્રી અખિલ કચ્છ ચારણ સભા) મો.8980015007.
૨- શ્રી જબરદાનજી નારણજી રત્નુ,( પ્રમુખ શ્રી..અમિત જે.ગઢવી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ- આદિપુર)મોં.9879507015
૩- શ્રી મોમાયાભાઈ પી. ગઢવી... આદિપુર...9825368177.
૪-આનંદભાઈ એન.ગઢવી.મો.9825217563.
૫- મયુરદાન એ.ગઢવી. 9909192991
૬- વસંતદાન આઈ. ગઢવી મોં.9586006699.
૭-વેજાંદભાઈ ગઢવી..મોં.9913051642.
૮- રમેશભાઈ એમ. સાદૈયા.મો. 9825803491.
૯- વિપુલભાઈ ગઢવી, ગાંધીધામ.મો.9687700708.
સ્કૂલ/કોલેજની માહિતી ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે :- અહી ક્લીક કરો
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें