અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા કરતા ચારણ યુવાન નવીનભાઈ ગઢવી
માંડવી તાલુકાના બાયઠ, ઉનડોઠ અને ગોધરા ગામની વચ્ચે સીમાડામા તળાવમાં રાજાશાહી વખત થી કુવો બનેલ છે. આ કાળઝાળ ગરમીના સમયે આ સીમાડામા વસવાટ કરતા અબોલ જીવો પશુ પંખીઓ માટે પાણી સરળતાથી મળી રહે એ માટે નવીનભાઈ ગઢવીને વિચાર આવ્યો કે અહી કૂવામાં પાણી છે તથા અવડા પણ બનેલ છે. પરંતુ અવડા ભરવા વાળો કોઈ નથી એટલે ખાલી પડેલ છે. તો આ કુવા પર પવનચક્કીના માધ્યમથી પાણી અવાડામા આવે એવો પ્રયાસ કરવામાં આવે જેથી અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા થઈ જાય.
જુના કુવા પર પવનચક્કી બનાવા માટે સોસિયલ મીડિયાના ઉપયોગથી Whatsapp Status પર ટહેલ કરવામાં આવી અને અત્યાર સુધી રૂ. અંદાજીત રૂ. 94 હજાર જેટલું આર્થિક યોગદાન સ્વેચ્છાએ મળેલ.
મિત્રો તથા આજુબાજુના તેમજ સેવાભાવિ દાતાશ્રીઓની આર્થિક મદદથી પવન ચક્કી તૈયાર કરેલ. આ પવનચક્કી પવનના માધ્યમથી ફરે એટલે કુવા માંથી પાણી નીકળે એવી રીતે કુવા પર ગોઠવવામાં આવેલ. આ કાર્ય નવીનભાઈ જશરાજભાઈ ગઢવી (ફોરેસ્ટ ગાર્ડ) અને એમની સમગ્ર ટીમ દ્રારા કરવામાં આવેલ છે.
પશુ પંખી પ્રેમી અબોલ જીવો માટે ઉમદા સેવા કરતાં કાઠડા ગામના ચારણ યુવાન નવીનભાઈ જશરાજભાઈ ગઢવી જેઓ ફોરેસ્ટ વિભાગમા ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે.
પવનચક્કીના માધ્યમથી સમગ્ર કચ્છમા પ્રથમ વખત કુવા માંથી પવનચકીથી પાણી કાઢવા માટે નવો પ્રયાસ નવીનભાઈ અને એમની ટીમ દ્રારા અબોલ જીવો માટે કરેલ હતો. જે પ્રયાસમાં સફળતા મળતા અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા થયેલ છે.
આવી રીતે જ 2018 મા દરિયા કિનારે કાઠડા ખાતે અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ.
જે આજના સમયમાં એક મિશાલરૂપ તેમજ અન્યો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યો છે.
વધારે માહિતી માટે
નવિનભાઈ જશરાજભાઈ ગઢવી
મો.99782 47990
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें