.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

26 दिसंबर 2022

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ પ્રથમ દિવસીય અહેવાલ

 આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ પ્રથમ દિવસીય અહેવાલ 



ચારણત્વને છાજે તે રીતે શક્તિતત્ત્વનું જતન કરવા હાકલ


કચ્છમિત્ર મા અહેવાય - કરશન  ગઢવી (મોટા ભાડીયા), રમેશ ગઢવી (કાઠડા), જીવરાજ ગઢવી (કોડાય) 

દેવકુળ ચારણ જાતિને પોતાના સ્વત્વનું ભાન કરાવવા તથા ઉન્નતિનાં શિખરો તરફ દોરી જવા જેમનું આ સૃષ્ટિમાં અવતરણ થયું એ મહાશક્તિ પૂ. આઇ સોનલમાની યાદમાં ચારણ સમાજ દ્વારા ઉજવાતા પાવનપર્વ સોનલ બીજની આજે માંડવી ખાતે બે દિવસીય ઉજવણીનો હજારો ચારણોની ઉપસ્થિતિમાં પ્રારંભે શોભાયાત્રા, દાતાઓના સન્માન, ધર્મસભા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ચારણોએ એકતાનાં દર્શન સાથે સોનલ શક્તિના ગૌરવગાન કર્યા હતા. આ અવસરે યોજાયેલ ધર્મસભાને સંબોધતાં મોગલધામ કબરાઉના સંત અને ચારણઋષિ સામતબાપુએ ચારણોને પોતાની જાતનો નશો હોવો જોઇએ. અન્ય તમામ નશાઓથી દૂર રહી ચારણત્વને છાજે તે રીતે શક્તિતત્ત્વનું સેવન કરી નિજત્વને જગત સમક્ષ મૂકવાની તરફેણ કરવા ઉમેર્યું હતું. વવારના સંત પૂ. પાલુ ભગતે ચારણી શક્તિઓએ આપેલા સિદ્ધાંતને કેન્દ્રસ્થ રાખવાની હિમાયત કરી હતી. રાજડા ટેકરીના મહંત અર્જુનનાથજી બાપુએ સમાજે કરેલી આયોજન વ્યવસ્થાને બિરદાવતાં ઉમેર્યું હતું કે, એકત્વ સાથે થતું કાર્ય ગતિ પામે છે. આઇ પરંપરાના વાહક પૂ. દેવલમા (ભાડા)એ જણાવ્યું કે, આજના દિવસભરના સફળતા પામેલા કાર્યક્રમોમાં જો કોઇ શક્તિ કાર્ય કરતી હોય તો તે સોનલમા જ છે. જશવંતભાઇ?લાંબાએ ચારણી સાહિત્યરસ પીરસ્યો હતો. અઢી દાયકા સુધી માતાજીના અંતેવાસી રહેલા સમર્પિત સમાજસેવક અને જાણીતા લેખક વિદ્વાન ચારણ પુરુષ સ્વ. પીંગળશી પરબતભાઇ પાયક (લોદ્રાણી) રાપર દ્વારા પૂ. સોનલમાના જીવનચરિત્ર, તેમના દ્વારા સમાજ ઉત્થાન માટે કરાયેલા કાર્યો, પ્રવાસો વગેરેના જીવન-કવનને આવરી લેતું પુસ્તક `માતૃદર્શન' આજથી ઘણા વરસો અગાઉ બહાર પડાયું હતું જેની પુન: પ્રિન્ટ નવા સ્વરૂપે `સોનબાઇમા માતૃદર્શન જીવન ઇતિહાસ સંહિતા'નું દેવલમા, ગિરીશ આપા (મઢડા) તથા અગ્રણીઓના હસ્તે વિમોચન કરાયું હતુ. પાયક પરિવારના અગ્રણી અનિલ ભરતભાઇ પાયકે પુસ્તક વિશે વિસ્તૃત માહિતીથી ઉપસ્થિતોને અવગત કર્યા હતા. કાર્યક્રમ દરમ્યાન મંચસ્થ આગેવાનો માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, ધારાશાત્રી દેવરાજભાઇ ગઢવી (ભુજ), મુખ્યદાતા અરજણભાઇ ગઢવી, અગ્રણી વીરેન્દ્રભાઇ કાનાણી, ધારાસભ્યો અનિરુદ્ધભાઇ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રભુભાઇ ગઢવી (ખાખર), મુંદરા તા. ચા. સમાજ પ્રમુખ ડોસાભાઇ ગઢવી, જિ.પં. કા. ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, રાણશી ગઢવી (કોડાય), એન. આર. ગઢવી (જનાણ), પાલુભાઇ ગઢવી (ભજનાનંદી), માંડવી બાર પ્રમુખ ખેરાજ ગઢવી, મુંદરા તા.પં. ઉપપ્રમુખ રતનભાઇ ગઢવી, વિપુલ ગઢવી (ગાંધીધામ), બાબુ ગઢવી (સરપંચ-વવાર), સોનલધામ કાઠડા અધ્યક્ષ જાદવજીભાઇ ગઢવી, હિરજીબાપા કારાણી સહિતનાઓને સમિતિના પ્રમુખ ઇશ્વરભાઇ ગઢવી, અગ્રણી દેવરાજ હરિભાઇ, સમિતિના ઉપાધ્યક્ષો ધનરાજ પુનશી, ધનરાજ કરમણ, ધનાભા, આનંદ ગઢવી તથા અન્ય સભ્યો દ્વારા સન્માનિત કરાયા હતા. ઉજવણીના મુખ્યદાતા અરજણ લધાભાઇ ગઢવી (નાની રાયણ)ને દેવલમા અને પુષ્પદાનભાઇના હસ્તે વિશિષ્ટ રીતે સન્માનિત કરાયા હતા. માજી ડેપ્યુટી કલેક્ટર અને દાતા દમયંતીબેન બારોટને મહિલા અગ્રણી સાવિત્રીબેન વિજયભાઇ ગઢવીના હસ્તે સન્માન કરાયું હતું તેમજ અન્ય લાખેણા દાનવીરો ઉપરાંત અન્ય સહયોગી તમામ દાતાઓને સમિતિએ સન્માન્યા હતા. પ્રારંભે ગઢવી મિત્રમંડળ દ્વારા ખીમકરણ?દેવીદાન આલગા ચારણ કન્યા છાત્રાલય ખાતે ગઢવી મિત્રમંડળ માંડવી દ્વારા નિર્માણ પામેલ અન્નપૂર્ણા ભવનની અર્પણવિધિ કરાઇ હતી. અદાણી કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહને સમિતિના પ્રમુખ ઇશ્વરભાઇ ગઢવીના હસ્તે સન્માનિત કરાયા હતા. બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગના પટાંગણમાં રીનોવેશન થયેલ સોનલ ભવન બિલ્ડિંગનું બોર્ડિંગના સંચાલક ભીમશી બાપાના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. 18 લાખથી વધારાની લાગતથી વિદ્યાર્થીઓની સુખાકારી માટે નિર્માણ પામેલ આ બિલ્ડિંગના કાર્યને સમાજે વધાવી લીધું હતું. શહેરની અંદર આવેલા કન્યા છાત્રાલયથી રાપરથી સિંધોડી સુધીના ચારણોના તમામ ગામોમાંથી સમાજ અને રાષ્ટ્ર ઉપયોગી તેમજ સામાજિક ચેતનાની ઝાંખી કરાવતી વિવિધ?જાતની થીમ સાથે આવેલા રથોની શોભાયાત્રાએ માંડવી શહેરમાં આકર્ષણ સાથે ચારણપણાનો નિખાર વ્યક્ત કર્યો હતો. લોકગાયક ખીમરાજ ગઢવીના કંઠે આ શોભાયાત્રામાં શકિતતત્ત્વના, ચારણી શૌર્યના, માતાજીને બિરદાવતા વિવિધ ભક્તિ પદોનું ગાયન કરાયું હતું. આ કાર્યક્રમ દરમ્યાન કૈલાશદાન (પ્રમુખ-અંજાર ગઢવી સમાજ), શિવરાજ ગઢવી (પ્રમુખ-આદિપુર), વિપુલભા ગઢવી (પ્રમુખ-ગાંધીધામ), મનુભા ગઢવી?(પ્રમુખ-ભચાઉ), કિશોરભા ગઢવી (પ્રમુખ-રાપર), અખિલ ભારત ચારણ ગઢવી મહાસભાના મહામંત્રી મોમાયાભાઇ ગઢવી, મહાસભાના યુવા પ્રમુખ?રાઘવભા ગઢવી, મંત્રી મિત્રજીત ગઢવી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન અને વ્યવસ્થામાં ચારણ સમાજના ગામોની વિવિધ?ટીમ ઉપરાંત નાગાજણ ગઢવી, સામરા રણમલ, વાલજી ગઢવી, ભીમશી ગઢવી, ભારૂ ગઢવી, નગરસેવક રાજેશ કાનાણી, મોહન ગઢવી (રાયણ), નારાણ ગઢવી (રાયણ), દિનેશ ગઢવી (કાઠડા), દેવાંગ ગઢવી, મેઘરાજ ગઢવી, ભારૂ ગઢવી (કાઠડા) સહિતના સેવકો સહયોગી બની રહ્યા છે. સોનલ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આવતીકાલે સોનલ બીજની ઉજવણી કરાશે. સંચાલન આશાનંદ ગઢવી, મોમાયાભાઇ, વિશ્રામભાઇ, સાત્ત્વિકદાને સંયુક્ત રીતે કર્યું હતું. આજે શૈક્ષણિક-પ્રતિભા સંપન્ન સન્માન, લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે.














कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT