.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

26 दिसंबर 2022

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ બીજો દિવસ (સોનલબીજ) અહેવાલ

 આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ બીજો દિવસ (સોનલબીજ)  અહેવાલ



કચ્છમિત્ર મા અહેવાય - કરશન  ગઢવી (મોટા ભાડીયા), રમેશ ગઢવી (કાઠડા), જીવરાજ ગઢવી (કોડાય) 

સોનલ જન્મ શતાબ્દી વર્ષ પ્રવેશે ચારણી રંગ નિખર્યો

ઇશ્વરને પણ અવતરવાના અભરખા જાગે એવી ચારણી કૂખે અવતરેલા પૂ. આઇ સોનલમા માનવકલ્યાણ માટે પોતાનું આયખું સમર્પિત કરી જીવનપર્યંત શિવોપાસના સાથે સનાતન ધર્મની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવાના આશય સાથે' પોતાના ચારણ સમાજને ચારણપણાનો પંથ દર્શાવી ગયેલા સોનલમાની યાદમાં ઊજવાતી સોનલ બીજની આજે માંડવીમાં અખિલ કચ્છ ચારણ સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરાઇ હતી, જેમાં ચારણી પ્રતિભાઓ, તેજસ્વી તારલા, રાજકીય આગેવાનો, પૂ. સંતો-માતાજીઓના સન્માન સાથે ચારણી રંગ નિતરતો રંગ' કસુંબલ ડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમો યોજાયા હતા. સોનલ જન્મ શતાબ્દી વર્ષ મંગલ પ્રવેશ અંતર્ગત થયેલા આ આયોજનમાં' ચારણો અને ચારણેત્તરની વિશેષ હાજરી ધ્યાનાકર્ષક રહી હતી. સમારોહને' સંબોધતાં માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવીએ જીવનમાં' શિક્ષણક્ષેત્રે આગળ વધવા પૂ. સોનલમાએ ચીંધેલા માર્ગ પર ચાલવા અનુરોધ કરતાં કહ્યું હતું કે, જીવનમાં પુરુષાર્થ સાચો દેવ છે.' સાંસદ વિનોદભાઇ ચાવડાએ' દેવત્વ સાથે ચારણ ઉપરાંત અઢારે આલમમાં જીવન આચરણ, સમરસતા, વિકાસ અને પ્રકાશ પુંજનો પમરાટ પ્રસરાવી ગયેલા સોનલમા અઢારે આલમના આરાધ્ય માતાજી છે. નજીકના ભવિષ્યમાં' ભુજમાં ચારણ સમાજની દીકરીઓ માટે' સાવિત્રીબેન પુષ્પદાનભાઇ ગઢવીના નામકરણ સાથે નિર્માણ પામનારા કન્યા છાત્રાલય માટે રૂા. દસ લાખની ગ્રાન્ટની' આધ્યાત્મિક સંસ્કાર વારસાની' ચેતનવંતી જ્યોત જગાવી ગયેલા સોનલમા ભારતવર્ષના માતા છે.' આ શતાબ્દી મહોત્સવ પ્રવેશ વર્ષ ઊજવાઇ રહ્યો છે, ત્યારે' અનુરોધ કર્યો કે, ચારણોના કાંઠાળ વિસ્તારના તમામ ગામોમાંથી ગૌચર દબાણ દૂર થાય, કોઇ દબાણ ન કરે, સમાજ નશામુકત બને, પ્રકૃતિ અને પર્યાવરણના જતન સાથે શતાબ્દી મહોત્સવને ચાર ચાંદ લાગી જાય તેવા કાર્યો જેવા કે દરેક ગામોમાં સોનલ સ્મૃતિવન, સોનલ સરોવરનું નિર્માણ થાય. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું કે, ચારણ સમાજ પૌરાણિક સમયથી અમારા સમાજ સાથે નિકટતાનો નાતો ધરાવે છે અને સામાજિક સમરસતાથી રાષ્ટ્રની પ્રગતિમાં ભાગીદાર રહે છે.' ઘનશ્યામભાઇ મોડ (અમદાવાદ), કૈલાસદાનભાઇ ગઢવી (લાખોંદ)એ પણ સામાજિક વિકાસ સાથે આયોજકોની ભાવનાને બિરદાવી હતી. વરિષ્ઠ ધારાશાત્રી દેવરાજભાઇ ગઢવીએ સોનલમાની અમીદૃષ્ટિથી કચ્છ ચારણ સમાજના થઇ રહેલા શૈક્ષણિક માળખાંનો ગ્રાફ સમાજના સહકારથી વધુ ઊંચો લાવવા અપીલ કરતાં કહ્યું કે, સમાજને હવે આઇએએસ, જીપીએસસીમાં વધારે યુવાનો પાસ થાય તે સમયનો સાદ છે. કેડીસીસીના ચેરમેન દેવરાજભાઇ ગઢવીએ શુભકામનાઓ વ્યકત' કરી છે. મંચસ્થ માંડવીના' નગરઅધ્યક્ષા હેતલબેન સોનેજી, જિ.પં. કા. ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, ગત તા.પં. તથા જિ.પં.માં ચૂંટાયેલા સમાજના પ્રતિનિધિઓ, અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભાના મહામંત્રી મોમાયાભાઇ ગઢવી, મુખ્ય દાતા અરજણભાઇ ગઢવી, ચા. સમાજ મંત્રી ભીમશી બાપા, લોકસાહિત્યકાર રાજેશભાઇ ગઢવી, નારાણ કરમણ ગેલવા, રાયણ ચા. સમાજ પ્રમુખ હરિભાઇ ગઢવી, બાડા ગામે સોનલમા મંદિર નિર્માણના દાતા જયંતીભાઇ શાહ, વીઆરટીઆઇના કમલેન્દુ ભકત, ગોરર્ધન પટેલ વગેરેને આયોજક' સમિતિએ' સન્માનિત કર્યા હતા. પૂ. માતાજીઓ દેવલમા, ધનબાઇમા, લાછબાઇમા, આશામા, પૂ. સંતો કલ્યાણદાસજી બાપુ, અર્જુનનાથજી બાપુ સહિતનાઓની સંતવંદના કરાઇ હતી. પોલીસ ઇન્સ્પેક્ટરો શિવરાજ ગઢવી, મયૂર ગઢવી, મહેશભાઇ આહીર, જીપીએસસી પાસ કરેલા ટેક્સ ઇન્સ્પેક્ટર આશિષ ગઢવી, રૂપલબેન ગઢવી, યોગેશભાઇ ગઢવી, ડો. દેવાંશી ગઢવી સહિતના પીઆઇ, પીએસઆઇ, તેમજ જીપીએસસીમાં ઉત્તીર્ણ થયેલી સમાજની તમામ પ્રતિભાઓને' સમાજે વધાવી હતી. નિરંજન બાપુ ચે. ટ્રસ્ટ તેમજ કૈલાસદાન કરણીદાન ગઢવી (સીએ) તેમજ શહીદ વીર માણશી ગઢવીની સ્મૃતિમાં ચારણ સમાજમાં ધો. 10માં સમાજમાં 91.67 સાથે પ્રથમ નંબરે આવેલા બે છાત્ર જયશ્રીબેન રતનભાઇ ગઢવી (મોટા ભાડિયા), હાર્દિકદાન કરણીદાન ગઢવી (વરણું), ધો. 12માં સમાજમાં 92.20 ટકા સાથે પ્રથમ આવેલી ઓમિકા રામભાઇ ગઢવી (ઝરપરા)ને રનિંગ શિલ્ડ અને ટ્રોફી તેમજ ધો. 10-12 તેમજ અન્ય ઉચ્ચ અભ્યાસમાં સારા ગુણ મેળવનાર સમાજના કુલ્લ 384 વિદ્યાર્થીઓને' શિષ્યવૃત્તિ વિતરિત કરાઇ હોવાનું સંયોજક નાગાજણ ગઢવીએ જણાવ્યું હતું. કસુંબલ લોકડાયરામાં સમાજના પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ શૌર્યગાનને સમાવતી વિવિધ રચનાઓ, ભક્તિપદો રજૂ કરતાં ઉમેર્યું હતું કે, સોનલબાઈમાનું જીવન ભારતીય ગરવાઈ અને અસ્મિતાને સમર્પિત હતું. ભારત દુનિયા માટે સંસ્કારનું ઉદ્ગમસ્થાન, સિંચન કરતો દેશ છે. માના ઉત્તરદાયિત્વ પાસે શબ્દોના સીમાડા ટૂંકા પડે. ગુજરાતના ગૌરવાન્વિત કલાકાર કે જેની જીભલડીના ટેરવે મા શારદાના બેસણા હતા તેવા સ્વ. કવિ દાદુદાનભાઈ ગઢવીના પુત્ર જીતુભાઈ દાદે (ગઢવી)એ સોનલમા દૃષ્ટિએ ચારણ વીરરસ, શાંતરસનું ગાન કરતી અદ્ભુત રચનાઓ પ્રસ્તુત કરી શ્રોતાઓને ડોલાવ્યા હતા. પ્રારંભે આજે સવારે દેવલબેન ગઢવી (નાની રાયણ)ના કંઠે ગવાયેલી `સોનલ તું સાદ અમારો, હૈયડે વિશ્વાસ તમારો, પાંખ મને દીધી હોત તો સોનલ, હું નીત મઢડે જાત, જેવી માતાજીની ચરજોએ શક્તિમય ભાવજગતનું નિર્માણ કર્યું હતું. તેમની પ્રસ્તુતિને સમાજે દાદ આપી હતી.

 સંતવાણીમાં સોનલ સરોવર માટે 5.25 લાખ એકત્ર 

સોનલ બીજની પૂર્વ સંધ્યાએ લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગના પટાંગણમાં યોજાયેલી સંતવાણીમાં દેવરાજભાઈ ગઢવી, હરિભાઈ ગઢવી (ભાડિયા), બિરજુ બારોટ, હરિઓમ ગઢવી (આદિપુર) સહિતના કલાકારોએ માતૃભક્તિના ઓવારણા લેતાં ભજનો રજૂ કરી શક્તિતત્ત્વને પોંખ્યું હતું, જેમાં કલાકાર દેવરાજ ગઢવીએ શતાબ્દી મહોત્સવને યાદગાર બનાવવા `સોનલ સરોવર'નું સમાજના ગામોમાં નિર્માણ કરવાનું આહ્વાન કરતાં ઉત્સવ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ ગઢવી અને દાતા પ્રભુભાઈ રામભાઈ ગઢવી તરફથી રૂા. 2.51 લાખ જાહેર કરાતાં રૂા. પાંચ લાખ બે હજાર આપી આ કાર્યક્રમમાં સહભાગિતા નોંધાવી હતી. ઉપરાંત કલાકાર દેવરાજભાઈ તેમજ દેવાંગભાઈ ગઢવી (નાના ભાડિયા) તરફથી પણ 22,000નું દાન મળતાં દાનની રકમ 5.25 લાખે પહોંચી હતી. ભજનાનંદી પાલુભાઈ ગઢવી, રાણશી ગઢવી (કોડાય), દેવરાજ હરિભાઈ ગઢવી, કાઠડા કુટિરના વિરમબાપુ, મૂરજીભાઈ મંધરિયા (ઉનડોઠ) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કવિ શ્યામે અને ડાયરાનું સંચાલન સાહિત્યકાર હરિભાઈ ગઢવીએ કર્યું હતું. રવિવારે સાંજે માતૃશક્તિ મહિમાગાન સ્વરૂપે ખીમરાજભાઈ ગઢવી અને ગ્રુપ દ્વારા મહાઆરતી યોજાઈ હતી. સામાજિક ઐક્ય અને ભાવનાત્મકતાના સંગમ સાથે સમાજના સહકારથી સફળતાપૂર્વક પાર પડાયેલા આ આયોજન બદલ સોનલ બીજ ઉત્સવ સમિતિના પ્રમુખ ઈશ્વર અરજણભાઈ ગઢવી, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીને પૂ. દેવલમાએ કચ્છી પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતા. ઉત્સવમાં સહભાગી વિવિધ સમિતિઓ, કાર્યકરોને સમિતિના ઉપાધ્યક્ષો ધનરાજ પુનશી, ધનરાજ કરમણ તેમજ આગેવાનો વીરેન્દ્રભાઈ, દમયંતીબેન બારોટ, મિત્રજિત વિજય ગઢવી, સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ભચુભાઈ ગઢવી, સ્વામી સુખાત્માનંદ, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવે, કોડાય ચા.સ. પ્રમુખ વાછિયાભાઈ ગઢવી, રાજપૂત સમાજ અગ્રણી રામસંગજી જાડેજા, હરિભાઈ સામરા, ખીમરાજભાઈ ગઢવી વિ.ના હસ્તે સન્માનિત કરાયા હતા. આગામી 11 જેટલી સોનલ બીજની ઉજવણીના મુખ્ય દાતાઓની નામાવલિ જાહેર કરાઈ હતી. આયોજન વ્યવસ્થામાં સામરા રણમલ, હરદાસ પાસ્તા, નારાણ ગઢવી (પાંચોટિયા), મોહન ગઢવી (રાયણ), રાઘવદાન ગઢવી, વાલજી ગઢવી, થારૂભાઈ ગઢવી, બાબુભાઈ ગઢવી, સામત ગઢવી, માણેક ગઢવી, દેવાંગ ગઢવી સહિતનાઓ તેમજ ગઢવી મિત્રમંડળની આગેવાની હેઠળ કાઠડા, કોડાય, ભાડા, રાયણ, રતડિયા, બ્રહ્મપુરી-માંડવી, ભાડિયા સહિતના ગામોના કાર્યકરો સહયોગી રહ્યા હતા. સંચાલન મોમાયાભાઈ ગઢવી, વિશ્રામભાઈ ગઢવીએ અને આભારવિધિ હરિભાઈ ગઢવીએ કરી હતી.














कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT