ચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગ
ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા સ્કોલરશીપ વિતરણ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારણ ગઢવી સમાજનાં સૌરાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, રાજકોટ દ્વા૨ા વર્ષ-૨૦૨૪/૨૦૨૫ના શૈક્ષણિક વર્ષ માટે સ્કોલ૨શીપ આપવાનું નકકી કરેલ છે જેમાં ધો.૧૦ તથા ધો.૧૨માં ગુજરાત બોર્ડમાં જે વિદ્યાર્થીઓને 80 PR થી વધુ માકર્સ મેળવેલ હોય તેમજ હાયર એજયુકેશન (મેડિકલ, સી.એ.,એન્જિનીયરીંગ તથા અન્ય)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અ૨જી ફોર્મ *તા.૧૭/૫/૨૦૨૪થી વિતરણ કરવામાં આવશે.* જે ફોર્મમાં તમામ કોલમ ભરી માંગેલી વિગતો અને માર્કશીટની નકલ સાથે તા.૨૧/૫/૨૦૨૪ પહેલા ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, ૩૦૯- સુર્યા આર્કેડ, ૧/૧૨-પંચનાથ પ્લોટ, બેંક ઓફ બરોડા પાસે, હેડ પોસ્ટ ઓફિસ નજીક, રાજકોટ સવારના ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન રુબરુ અથવા કુરિયર દ્વારા પહોંચાડવા અનુરોધ છે. ટ્રસ્ટના બજેટ મુજબ સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવશે. ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કારણે કૃપા કરી ફોન પર સંપર્ક નહીં કરવા વિનંતી
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें