.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

1 जनवरी 2018

राहुल गढ़वी (लीला) अने तेमनु सोनल युवा संगठन - संकलन धर्मदिप नरेला

मित्रो, बंधुओ,

ऐक तरफ भारत ज्यां आजे विकास अने डिजिटलायझेशन नी दौड़ मा व्यस्त छे, गरीब कल्याण अने ज्ञातिवाद नी सतत विवादास्पद राजनीती मा भारत नु नैतृत्व गळाडूब छे, नाना मा नाना थी लइने सारा सारा वेपारीओ आजे आर्थीक संकडामण अनुभवे छे, त्यां सामे बिमारिओ अने ताव ना अवनवा प्रकारों, मोंघाडाट ऐना टेस्ट, सरकारी दवाखाना नी विशाळ लाइनों, सरकारी तंत्र ना तोछडा वर्तनो, अने भलभला नी जीवनभर नी बचतों ने वेरविखेर करी नाखता प्रायवेट हॉस्पिटल ना खर्चाओ, सामे गरीबवर्ग, मध्यमवर्ग, अने उच्च मध्यम वर्ग तो जाणे विवश अने दिशाहिन् बनी बेठो छे,

त्यारे इतिहास नी साक्षीऐ हर ह्ममेश चारणों ऐ वीना कोई स्वार्थ , के निजी फायदा  *समाजहित, राज्यहित, अने राष्ट्रहित* नी मुहीम हाथे धरी छे, तेज विचार धारा पर भावनगर वसता *राहुल गढ़वी (लीला) अने तेमनु *सोनल युवा संगठन* के जे ऐक नवोदित चारण संगठन छे, ते नाम तेवा गुण नी जेम युवा विचारधारा तेमज युवा जोश अने कैक करी छुटवा नो थणगणाट साथे मास्टर ओफ़ बिज़नस मैनेजमेंट मा सिखवाता ऐक पायाना सिद्धांत एटले के *when everything is uncontrollable, Go Back To Basics* "ऐटले के परिस्थीति ज्यारे काबू बार होय त्यारे, मूळभुत अने पायाना कार्यो थी फरिथि शरुआत करवी" ने ध्यान मा लय ने पोताना मिशन पर लागी ग्यु छे,

                    छेल्ला 1 वर्ष मा कर्या छे 12 फ्री मेडिकल केम्प, ते पण अलग अलग फेकल्टी ना निषणात् डॉक्टरो द्वारा, गामडा मा वसता तमाम वर्ग, अने तमाम वर्ण ना लोको माटे कोई ज्ञातिभेद, के वर्णभेद वगर, आ केम्प मा पीड़ित लोको नी जनरल, ह्रदय रोग, तथा आँख, दांत, नाक कान, गळा, वगेरे सारवार तेमना आंगणे विनामुल्ये करवा मा आवे छे. सतत बदलाता गामो, तबीबो, सःकार्यकर्ताओ , वच्चे जो काई सतत अने सखत रीते दृढ छे तो ते *राहुलभाई गढ़वी नी सेवा अने (यु.के.)  स्थित दाता श्री शारदाबेन दिलीपभाई रुडाच् नो आर्थिक सहकार,* जेमणे केम्प दीठ अंदाजित 600 ऐटले के कुल 7000 (सात हजार) थी पण वधु लोको ने आ सेवा पूरी पाड़ी छे. अने तेओ आवनारा समय मा पण आ सेवाओ ने वधु प्रबळ अने लोकभोग्य बनाववा कटिबद्ध छे.

                      चारणों द्वारा प्रारंभायेल आ महत्वपूर्ण अभियान, अन्नेक संगठनो, ज्ञातिओ, अने व्यक्तिगत समाज सेवको ने दिशा चिंधनारु अने प्रेरणा स्त्रोत बनी रहे तेवि ईश्वरिय तत्वों ने प्रार्थना सः,

आपनो
धर्मदिप नरेला.
(संकलन अने ऐहवाल नी कलम)

ભાવ વંદના - રચના સંઘડીયા આશિષ શિવરાજ

🙏ભાવ વંદના 🙏

આઈ સોનલ શક્તિ ભેડી રહેજે  મા ભેળિયાવાળી માત,
તુજ સ્મરણ વીના દીન ન નીકળે ન નીકળે અમારી રાત..

અવતાર ધરી ચારણ કુળ માં ઉજળુ કર્યુ ચારણ નામ,
અન્નપૂર્ણા ઈશ્વરી મા અવતરી મઢડા ધામ....(1)

જીવન માં કે' દિ સ્વાર્થ ન આવે મનડું રહે મારી હાથ,
પાપ હરણી મા સુખ કરણી આઈ
રહેજો સદાય સાથ... (2)

ગોર અંધારી ભાળું  રાત કારી
ભેડી રહેજે મા સોનલ  અમારી,
ભુલો માવડી માફ કરજે,ખમ્મા કરજે ખમકારી...(3)

વિપતો હર્યા માડી ચારણો તાર્યા
ઓઢયો ભેડીયો ભેળિયાડી,
રંક રાજા સરખા કર્યા
"આશિષ" દેજો દયાળી...(4)
આઈ સોનલ  શક્તિ ભેડી રહેજે મા ભેડીયાવાળી માત...

સંઘડીયા આશિષ શિવરાજ
સીંધોડી મોટી (અબડાસા)
A S Gadhavi

મોગલ મચ્છરાળી સ્તુતી રચયતાઃ કવિ અવિચળ ગઢવી

મોગલ મચ્છરાળી સ્તુતી
રચયતાઃ કવિ અવિચળ ગઢવી

નમો મચ્છરાળી લળી લળી ધ્વાર તોરેહુકમ તું કરંતી શિરો પર મોરે,
હજી ચારણા વારણા લેત ઉમંગેનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...()

હરે દુઃખ મોરા સુખ સંપતિ રાખેમોગલ હું તોળી પાસ એક આશ રાખુ,
ડણંકે ડુંગરે તુંહી ત્રાડ  દેતીનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...()

નહીં બુધ્ધિથી માત તને હું જાણુંસર્વ ભુમી પરે લીલા તોળી ભાળું,
તું તો પૃથ્વી લોકે અનંતો બ્રહ્માંડોનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...()

તું તો મઢ ગોખે તું તો ચાચર ચોકેઅહીં તું તહીં તું બધે તુંને ભાળી,
તોળા કર પે સર્પ ખડગ લે તાણીનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...()

તું હી અમૃત દેતી તું હી અન્ન દેતીતારો ખમકારો મેંતો જોને ભાળો,
મીટી જાય જન્મો ને સઘળા પાપોનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...()

જગત આખે તું કૃપા દ્રષ્ટિ રાખે,ચારણ બાળ તોળો પ્રસાદ  ચાખે,
દિન રાત હયડે તોળું નામ રાખીનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...()

તું હી મોટા મનની ને રાજલ તનનીતું હી જીંડવા રાણેસર પ્રકાશી,
તું મચ્છરાળી  માત તું હી માત ગાંડીનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...()

તને ઓખાધરમાં મેંતો માત ભાળીભગુડે તું માત ડંકો વગાડી,
 દિલ્હી દોઢીએ ર્માં અકબર ધ્રુજાવીનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...()


ભણીયો મેં તો દુનીયાનું જ્ઞાન જોયુઘણું મેં તો મારૂ માત ખોયુ,
બધે આખડી હું તોરી પાય લાગુંનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી ...()

તું સપ્ત લોકે તું સપ્ત  ‍દ્ર‍િપેતું અવની પરે તું શુન્યાકાશે,
બધે તુંજ રમતી આનંદે કિલોલેનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૦)

હોય સત યુગે તું મહામાયાહોય ત્રેતા  યુગે તું સીતા માતા,
હોય દ્રાપર યુગે તું રૂક્ષમણી માતાનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૧)

તુંહી જલ મેં થલ મેં આભ પ્રકાશેતું હી વેદ વેદાંત સર્વે પુરાણે,
બધે ફરી તું ને હ્રદયાકાશ ભાળુનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૨)

સુખે માત સૌને તું દે સુવાડીભુખે માત સૌને તું દે જગાડી,
સાંજે સૌને દે ખિલાવીનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૩)

ચારણ બાળ માત  તોળોસદા હોય બહુ ભોળો,
સદા બાળ પરે કૃપા દ્રષ્ટી રાખોનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૪)

તારો ભક્ત કે બાળ જો  હોય દુઃખીતું વાયુ વેગે દોડી ઉગારે,
તારી કૃપા દ્રષ્ટી બધે સરીખીનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૫)

તુંજને ઉમા મહેશને દેવો નમે છેએના સંતાપ હરવા તુંજને ગમે છે,
મઢડે આવી ર્માં મીઠા પ્રસાદ જમે છેનમો મચ્છરાળી  જાઉં પ્રણામી પ્રણામી...(૧૬)



તું હી જળ તું- તુંને પવને પિછાણીતુંહી સાગરે ડુંગરે ઘટોઘટ ભાળી,
તુંહી સુરજ ચંદર તારલે પ્રકાશીનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૭)

તું હી સ્વર્ગ લોકે તું હી પૃથ્વી લોકેઅનંત ભ્રહ્માંડ ચૌદ લોકે પ્રકાશી,
તું હી ધરની આકાશ ‍‍વિભુ પ્રકાશેનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૮)

તું તો પંચ દેવી ચારણ મંદિરમાં તુંઆવડ ખોડલ સોનલ કરણીની સાથે,
સેકટર પાંચમાં તું ઝળાહળા કરતીનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૯)

હોય આસો માસે પ્રગટોત્સવ તારોભલી ભ્રાતી ઉજવાતો ન્યારો ,
ગાંધીનગર ચારણો તુંને નમે છેનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૨૦)

કવિ અવિચળ માત સ્તુતી તોળી લખેઆજ સોનલ બીજ અવસર રૂડા,
રાખજે ચારણો ઉપરે હાથ તોળાનમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૨૧)

રચયતા – કવિ અવિચળ ગઢવી (ગાંધીનગર),
મો. ૭૪૦૫૩ ૫૯૦૪૨
(સોનલ બીજતા.૨૦/૧૨/૨૦૧૭બુધવાર
સમયઃ ૬-૩૧ કલાકે સાંજેગાંધીનગર)

Sponsored Ads

ADVT

ADVT