.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

29 मई 2021

પૂજ્ય ચારણ સંતશ્રી શિવરાજ ભગત બ્રહ્મલીન થયા

આજરોજ પૂજ્ય ચારણ સંતશ્રી શિવરાજ ભગત બ્રહ્મલીન થયા

ચારણ સંતશ્રી શિવરાજ ભગતનું પરિચય 

નામ           :- શિવરાજ ભગત
પિતાનું નામ :- અભાભાઈ શિવરાજભાઈ ગઢવી (પુનાણી - સિંધિયા)
જન્મ :- આશો સુદ તેરસ
ગામ :- ભાડા તા. માંડવી કચ્છ


ચારણ સંતશ્રી શિવરાજ ભગતનું પરિચય પુસ્તક ડાઉનલોડ કરવા માટે :- અહી ક્લીક કરો

ચારણ સંતશ્રી શિવરાજ ભગતના ચરણોમા કોટી કોટી વંદન🙏🙏

27 मई 2021

advt new

kagvani - dula bhaya kag buy Books Now

 પુસ્તક ‌:- કાગવાણી ભાગ ૧ થી ૮

લેખક :- પહ્મશ્રી દુલા ભાયા કાગ

કિંમત :- રૂ. ૧૦૦૦ /-

આ બુક ખરીદવા માટે બુકની નીચે Shop Now પર કલીક કરીને ખરીદી શકો છો

Kagvani  - કાગવાણી





Saurashtra Ni Rasdhar BOOKS Buy

સૌરાષ્ટ્રની રસધાર SAURASHTRA NI RASDHAR (SET OF 5 BOOKS)



સૌરાષ્ટ્રની રસધાર ” ના ૫ ભાગોની વાર્તાઓ એ સ્વ. ઝવેરચંદ મેઘાણીનો લોક સાહિત્યનો અભૂતપૂર્વ ખજાનો છે. ગુજરાતી સાહિત્ય એનાથી વિખ્યાત અને પ્રેરિત થયું છે. આ કથાઓ લખવા માટે તેઓ સૌરાષ્ટ્રનાં ગમે ગામ ફર્યા હતા.સૌરાષ્ટ્રનીજ ભાષામાં લખાએલી વાર્તાઓ સૌરાષ્ટ્રની ધરતીની શાન છે જે સૌરાષ્ટ્રની રસધાર નામને સંપૂર્ણ ન્યાય આપે છે

સૌરાષ્ટ્રની રસધાર 

પુસ્તક ‌:- સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ થી ૫

લેખક :- ઝવેચંદ મેઘાણી

પેજ :- ૬૪૦

કિંમત :- રૂ. ૨૪૦ /-

આ બુક ખરીદવા માટે બુકની નીચે Shop Now પર કલીક કરીને ખરીદી શકો છો


 



13 मई 2021

ચારણ સમાજનું ગૌરવ - નાયબ સેકસન ઓફિસર(DySo)ની પરિક્ષા પાસ

ચારણ સમાજનું ગૌરવ - નાયબ સેકસન ઓફિસર(DySo)ની પરિક્ષા પાસ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૨૦/૨૦૧૯-૨૦, નાયબ સેકસન ઓફિસર  ( DySo )ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.

(1) ઉર્વિશદાન મહેન્દ્રસિંહ ગઢવી
(2) મેહુલકુમાર પ્રવિણકુમાર ગઢવી
(3) રાજલબેન હરીદાનભાઈ ગઢવી

સૌ સફળ ઉમેદવારોને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન  સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.

      વંદે સોનલ માતરમ્

11 मई 2021

અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા કરતા ચારણ યુવાન નવીનભાઈ ગઢવી

 અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા કરતા ચારણ યુવાન નવીનભાઈ ગઢવી

માંડવી તાલુકાના બાયઠ, ઉનડોઠ અને ગોધરા ગામની વચ્ચે સીમાડામા તળાવમાં રાજાશાહી વખત થી કુવો બનેલ છે. આ કાળઝાળ ગરમીના સમયે આ સીમાડામા વસવાટ કરતા અબોલ જીવો પશુ પંખીઓ માટે પાણી સરળતાથી મળી રહે એ માટે નવીનભાઈ ગઢવીને વિચાર આવ્યો કે અહી કૂવામાં પાણી છે તથા અવડા પણ બનેલ છે. પરંતુ અવડા ભરવા વાળો કોઈ નથી એટલે ખાલી પડેલ છે. તો આ કુવા પર પવનચક્કીના માધ્યમથી પાણી અવાડામા આવે એવો પ્રયાસ કરવામાં આવે જેથી અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા થઈ જાય.

જુના કુવા પર પવનચક્કી બનાવા માટે સોસિયલ મીડિયાના ઉપયોગથી Whatsapp Status પર ટહેલ કરવામાં આવી અને અત્યાર સુધી રૂ. અંદાજીત રૂ. 94 હજાર જેટલું આર્થિક યોગદાન સ્વેચ્છાએ મળેલ.

મિત્રો તથા આજુબાજુના તેમજ સેવાભાવિ દાતાશ્રીઓની આર્થિક મદદથી પવન ચક્કી  તૈયાર કરેલ. આ પવનચક્કી પવનના માધ્યમથી ફરે એટલે કુવા માંથી પાણી નીકળે એવી રીતે કુવા પર ગોઠવવામાં આવેલ. આ કાર્ય નવીનભાઈ જશરાજભાઈ ગઢવી (ફોરેસ્ટ ગાર્ડ) અને એમની સમગ્ર ટીમ દ્રારા કરવામાં આવેલ છે. 

પશુ પંખી પ્રેમી અબોલ જીવો માટે ઉમદા સેવા કરતાં કાઠડા ગામના ચારણ યુવાન નવીનભાઈ જશરાજભાઈ ગઢવી જેઓ ફોરેસ્ટ વિભાગમા ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. 

પવનચક્કીના માધ્યમથી સમગ્ર કચ્છમા પ્રથમ વખત કુવા માંથી પવનચકીથી પાણી કાઢવા માટે નવો પ્રયાસ નવીનભાઈ અને એમની ટીમ દ્રારા અબોલ જીવો માટે કરેલ હતો. જે પ્રયાસમાં સફળતા મળતા અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા થયેલ છે.

આવી રીતે જ 2018 મા દરિયા કિનારે કાઠડા ખાતે અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ.

જે આજના સમયમાં એક મિશાલરૂપ તેમજ અન્યો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યો છે.

વધારે માહિતી માટે 

નવિનભાઈ જશરાજભાઈ ગઢવી

મો.99782 47990




चारणी साहित्यने लगता पुस्तको ई-बुक स्वरूपे

चारणी साहित्यने लगता पुस्तको ई-बुक स्वरूपे



  1. अवतार चरित्र - चारण कविश्री नरहरदासजी बारहट
  2. श्री पांडव यशेदु चंद्रिका - चारण महात्मा स्वरूपदासजी
  3. वंश भास्कर - कविश्री सूर्यमल्ल मीसण भाग-2
  4. वंश भास्कर - कविश्री सूर्यमल्ल मीसण भाग-3
  5. वंश भास्कर - कविश्री सूर्यमल्ल मीसण भाग-4
  6. वंश भास्कर - कविश्री सूर्यमल्ल मीसण भाग-5
  7. वंश भास्कर - कविश्री सूर्यमल्ल मीसण भाग-6
  8. वंश भास्कर - कविश्री सूर्यमल्ल मीसण भाग-7
  9. वंश भास्कर - कविश्री सूर्यमल्ल मीसण भाग-8
  10. चारणो अने चारणी साहित्य - झवेरचंद मेघाणी
  11. प्रविण सागर
  12. कविश्री शंकरदान देथानुं दुहा साहित्य
  13. चारणो अने चारणी साहित्य
  14. चारणी साहित्य - संज्ञा अने स्वरूप
  15. चारणी साहित्य मां श्री कृष्ण
  16. चारणी साहित्य माँ शिव - दर्शनाबेन व्यास
  17. चारणी जालंधर आख्यानो - चेतनाबेन पाणेरी
  18. लांगीदास महेडू - प्रो. गीताबेन गढवी
  19. नरहरदासजी बारहट - किशोरदानभाई गढवी
  20. स्वामीनारायण संप्रदायना चारण संतो - अमरीषभाई त्रिवेदी
  21. वजमाल महेडु - प्रो. बलरामभाई चावडा
  22. टेरवा - कविश्री दाद बापु
  23. श्री बावीसी माताजी - कविश्री किशनदानभाई लांगा
  24. कवि गंगनी रचनाओ
  25. दुला भाया काग - डॉ. निर्मळदानभाई गढवी
  26. चारण सर्जको द्रारा रचायेल गांधीजी विषयक रचनाओ - डो. तीर्थकरदानभाई रोहडिया
  27. अरजास - कविश्री शुभकरणसिंह उज्ज्वल
  28. बिरद छिहत्तरी
  29. बृहद पिंगल
  30. आपणा लग्न गीतो
  31. लोकगीतो
  32. नाग पिंगल
  33. पिंगल प्रबोध
  34. रूपदीप पिंगल
  35. ऋतु गीतो
  36. चारण शाखा प्रशाखा 

हजी बीजा चारणी साहित्य ना पुस्तको डाउनलोड करवा माटेClick Here


नोंध :- आ पुस्तकोनी पीडीऍफ़ फाइल सोसियल मीडिया, Whatsapp अने गूगल सर्चना माध्यमथी मळेल छे. 

जो आ पुस्तको बाबते जो कोई नु कॉपीराइट हक्कनु भंग थतु होय तो क्षमा , Copyright हक्क अंगे जाण करवा विनंती जेठी आ पुस्तको रिमूव करी शकाय 

सहकार बदल आभार

8 मई 2021

શંખેશ્વર ખાતે ઇતર એકતા સંગઠન નેજા નીચે ડી.કે.ગઢવીના સૌજન્યથી ઓક્સિજન મશીન શરૂ કરાયા

*સાંપ્રત_સમયનું_સરાહનીય_કાર્ય* 
*શંખેશ્વર ખાતે ઇતર એકતા સંગઠન નેજા નીચે ડી.કે.ગઢવીના સૌજન્યથી ઓક્સિજન મશીન શરૂ કરાયા.*
કોરોનાના ભયાવહ વાતાવરણ વચ્ચે સેવાની સરવાણી થકી માનવતા મહેકી રહી છે.....
કોરોનાનો ક્હેર શહેરમાં ઘટીને ગામડાંમાં વધતો જાય છે ત્યારે શંખેશ્વરના સેવાભાવી યુવા સામાજિક કાર્યકર ડી.કે.ગઢવીએ  પોતાની ફરજ સમજી લગભગ બે લાખના સ્વ ખર્ચે ઓક્સિજન મશીન લાવીને રાધેશોપિંગ શંખેશ્વર ખાતે ઓક્સિજન સેવા કેંદ્ર શરૂ કર્યું છે...જેમાં શંખેશ્વરના સેવાભાવી ડૉક્ટર હાલાણી સાહેબના ઓબ્ઝર્વેશનમાં બે દિવસમાં 10 જેટલા કોવિડ પેસેન્ટોએ આ સેવાનો લાભ લીધો છે..અત્યારે આ પોસ્ટ લખાય છે ત્યારે....
 મોરી ઝબીબેન ગણેશભાઈ પાલીપુર, ઉકાજી નારણજી ઠાકોર રતનપુરા અને દેવીપૂજક ઝેણાભાઈ કાનજીભાઈ મુજપુર ત્રણ પેસેન્ટ સારવાર લઈ રહ્યા છે..
108 વાનનું વેઇટિંગ ચાલી રહ્યું છે ત્યારે આ સેવા કેન્દ્રથી શંખેશ્વર તાલુકાના કોવિડ પેસેન્ટને રાહત મળી રહી છે.. જે આશીર્વાદ રૂપ બની રહ્યું છે.. 
ઉલ્લેખનીય છે કે આ આગાઉ ડી.કે.ગઢવી ના સૌજન્યથી આર્યર્વેદીક ઉકળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું..
સ્વખર્ચે સેવા કરતા ડી.કે.ગઢવી અને ડૉક્ટર તરીકે સેવા આપતા સેવાભાવી ડૉ. હાલાણી સાહેબ બન્ને મહાનુભાવોને સેવા આશીર્વાદ રૂપ સેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સાથે....વંદન...

કોરોના રસીકરણ અંગે જાગૃતિ મેસેજ બાય આદરણીયશ્રી દિલીપભાઈ શીલગા

જય સોનલ માઁ..
હાલ કોરોનાની પરિસ્થિતીમાં સમગ્ર વિશ્વ ખુબ જ નાજુક પરિસ્થિતીમાં પસાર થઈ રહ્યું છે..આપણે કોવીડ-૧૯ ને આપણા ઘર સુધી આવતાં રોકવો લગભગ અશક્ય લાગી રહ્યું છે..કારણ કે હાલ કોમ્યુનિટી ટ્રાંસમિશન થઈ રહ્યું અને આ લેવલમાં ક્યાંથી આવશે એ સાચો તાગ મેળવો મુશ્કેલ છે..માસ્ક પહેરવા છતાં..કામ વગર બહાર ના નિકળવા છતા કોરોનાનું સંક્રમણ ઘણા લોકોને થયેલ છે..કદાચ નાની મોટી ભૂલ પણ આપણાથી થતી હશે..અને પરિવારમાં એક વ્યક્તિ ભૂલ કરે તો પણ આખા પરિવારને સહન કરવું પડે છે.અને આમેય કામ ધંધે જવા વગર છુટકોય નથી.. વળી હાલની પરિસ્થીતિમાં સમગ્ર દેશમાં મેડીકલ સંશાધન ખુટી પડ્યા છે..ઓક્સિજન બેડ,વેન્ટીલેટર બેડ ખુટી પડ્યા છે..દવા અને ઇન્જેકશન પણ મળવા મુશ્કેલ છે..ત્યારે આ મહામારીથી બચવ માટે અને ખોટા મેડીકલ ખર્ચથી બચવા માટે આપણી પાસે એક જ સરળ રસ્તો છે..આપણે સૌ કોઈ સાથે મળી ચારણ સમાજમાં એક જાગૃતિ લાવીએ અને તમામ ચારણ સમાજ એકજુટ થઈને કોરોના વેક્સીન (રશી)  જેમ બને તેમ જલદી લઈ લઈએ..વેક્સીન લેવાથી કોરોના થતો નથી એવું નથી..પરંતુ વેક્સીન લીધેલને કોરોના થાય ત્યારે એને હોસ્પિટલમાં એડમીટ થવું પડતું નથી..કે વેન્ટીલેટર કે ભારે મોંઘા ઇન્જેકશનોની પણ જરૂર પડતી નથી..આપણા ચારણ સમાજમાં ગામડાઓમાં  હજુ જાગૃતિ ઓછી છે બધા વેક્સીન માટે સમય કાઢતા નથી..પણ આ એક આપણા માટે સારી સુવર્ણ તક છે..સમયસર વેક્સીન લઈ લેવાથી પરિવાર આર્થિક ખર્ચથી બચશે તેમજ આપની સુરક્ષા નિશ્ચિત થઈ જશે..આ માટે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે આજે વાત થઈ હતી અને સમાજમાં વધી રહેલ કોરોના  કેસો માટે પોતે ખુબ ચિંતિત હતા..એમનું ખુબ સારૂં સુચન હતું કે આપણા સૌ સમાજમાં સર્વે લોકોને
વિડીયોના માધ્યમથી વેકેસીન માટે જાગૃત કરીએ તો ઘણો જ ફાયદો થશે...તો ચારણ સમાજના વિવિધ વિસ્તારના આગેવાનો, ડોકટરો,સાહિત્યકારો, લોકગાયકો,વડિલો વગેરે પોતાને ફાવે એ માધ્યમ દ્વારા એક મેસજ દ્વારા અથવા નાની વિડીયો/ઓડીયો ક્લીપ દ્વારા સમાજને જાગૃત કરે..પોતે વેક્સીન લીધા પછી સોસિયલ મિડીયા પર પોતાનો ફોટો અપલોડ કરે અને સૌને જાણ કરે ..તો લોકોમાં જાગૃતિ જલદી આવશે..અને આમેય સમાજના મોભીઓ જેમના થકી સમગ્ર સમાજ ઉજળો છે એ આ માટે પહેલ કરશે તો એની અસર સમાજમાં વધુ સારી રહેશે..સમાજ એમને પોતાના આઈકોન  માને છે એટલે એમની અપિલનું વધુ ધ્યાને ધરશે..અનુકરણ કરશે..
એટલે આ માધ્મમ દ્વારા સમગ્ર સમાજને ફરી અપિલ કરૂ છું કે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરો,કામ વગર બહાર ના જાવ , બની શકે તો ઘરે રહો સુરક્ષિત રહો અને વેક્સીના બંને  ડોઝ સમયસર તમામ યુવાનો અને વડિલો/માતાઓ લઇ લેવા જોઈએ અને પોતાના પરિવારને અને સમગ્ર ચારણ સમાજને એક સુરક્ષા કવચ  (શારિરીક,માનશિક, આર્થિક કવચ) પુરૂ પાડે..વંદે સોનલ માતરમ..🙏

પોસ્ટ બાય આદરણીયશ્રી દિલીપભાઈ શીલગા - જેમની આરોગ્ય ક્ષેત્રે અમૂલ્ય સેવા છે તેમજ આઈશ્રી સોનલ વિસામો - અમદાવાદના પ્રણેતા

Sponsored Ads

ADVT

ADVT