||• વૃંદાવન નો કૃષ્ણ કનૈયો •||
- કવિ 'પ્રદીપ' ગઢવી.
- કવિ 'પ્રદીપ' ગઢવી.
વૃંદાવન નો કૃષ્ણ કનૈયો માત યશોદા લાલ,
નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ.....
વન વાંસળી યું વાગે તારી સૌ ધ્યાન ધરે ,
શુદ્ધ બુદ્ધ ભૂલી ભાન સાથે સૌ કાન ધરે ,
સૂરનો સાધક નાચ નચાવે જગને તારે તાલ ,
નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ.....
ગૌ વર્ધન તું તોળ , તોળ ટચલી આંગળીએ ,
નાગ ને નાથ્યો જોર , નિર ચોખાં કર નદીએ ,
બ્રહમાંડ માં ને મુખ માં દેખાડ્યું પછી મરકે દિન દયાલ
નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ.....
નંદ બાવો બડભાગ ઈ ભોમપર નાથ રમે ,
ભોળો યોગી રૂપ તૃપ્ત આ ધર ને નમે
'પ્રદીપ'કેવું તુજ આંગણિ યું જ્યાં ભમતો ભડ ભૂપાલ ,
નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ....
• જન્માષ્ટમી પર્વની આપને તથા આપના પરિવાર ને ખુબ જ શુભેચ્છા •
|| જય શ્રી કૃષ્ણ ||
નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ.....
વન વાંસળી યું વાગે તારી સૌ ધ્યાન ધરે ,
શુદ્ધ બુદ્ધ ભૂલી ભાન સાથે સૌ કાન ધરે ,
સૂરનો સાધક નાચ નચાવે જગને તારે તાલ ,
નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ.....
ગૌ વર્ધન તું તોળ , તોળ ટચલી આંગળીએ ,
નાગ ને નાથ્યો જોર , નિર ચોખાં કર નદીએ ,
બ્રહમાંડ માં ને મુખ માં દેખાડ્યું પછી મરકે દિન દયાલ
નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ.....
નંદ બાવો બડભાગ ઈ ભોમપર નાથ રમે ,
ભોળો યોગી રૂપ તૃપ્ત આ ધર ને નમે
'પ્રદીપ'કેવું તુજ આંગણિ યું જ્યાં ભમતો ભડ ભૂપાલ ,
નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ....
• જન્માષ્ટમી પર્વની આપને તથા આપના પરિવાર ને ખુબ જ શુભેચ્છા •
|| જય શ્રી કૃષ્ણ ||
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें