.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

3 जून 2019

આઈશ્રી દેવલ મા (સવની-વેરાવળ) દ્રારા બારાડી ચારણ (ગઢવી) સમાજના ગામોમા શૈક્ષણિક પ્રવાસ

આઈશ્રી દેવલ મા (સવની-વેરાવળ) દ્રારા બારાડી ચારણ (ગઢવી) સમાજના ગામોમા શૈક્ષણિક પ્રવાસ

બારાડી વિસ્તારમાં ચારણ સમાજ મા શિક્ષણના ઉત્થાન માટે તેમજ આઈશ્રી સોનલ માના સપનાને સાકાર કરવાના વિચાર સાથે આઈશ્રી દેવલ માઁ (સવની-વેરાવળ) દ્રારા ચારણ ગામોના પ્રવાસ કરી, શિક્ષણનું મહત્વ સમજાવવા તેમજ શિક્ષણની જયોત પ્રજવલિત કરી સમાજને રાહ ચિંધવાના ઉમદા ઉદ્દેશ્યથી પ્રવાસ કરવામાં આવ્યો.
    આઈમાની શિક્ષણની અપીલને સમાજ દ્રારા જીલી લઈને આગામી સમયમા પાયાકીય શિક્ષણ માટે ટ્યૂશન કલાસીસ ચાલુ કરવામાં આવશે.

પ્રવચન વિડીયો :- Click Here

દુહો
સંપ વધ્યો સંપત્તિ વધી વિસરી ગયા વેર,
શિક્ષણ વધ્યો સમાજમાં મા દેવલની મેર* (કવિ આલ)

પ્રથમ દિવસે (તા.01-06-2019) નીચે મુજબના ચારણ ગામોમા પ્રવાસ કરવામાં આવેલ.
(1) પરોડીયા ગામે વાછરાભા ના મંદિરે 
(2) બેહ ગામે જુંગીવારાધામ ખાતે 
(3) રાણ ગામે વાછરાભા ના મંદિર ખાતે
(4) ભાટીયા ગામે રામભાઈના ઘરે
(5) ભોગાત ગામે આઈશ્રી સોનલ માના મંદિર ખાતે

બીજા દિવસે (તા.02-06-2019)

(1) માળી, ગામે આશાપુરા મંદિર ખાતે
(2) ભાડથર ગામે સમાજવાડી ખાતે
(3) ભારા બેરાજા ખાતે વાછરાભાના મંદિર ખાતે
(4)માંઝા તથા ભટ્ટગામ,
(5) ખંભાળીયા શ્રી સોનલ માતાજીના મંદિરે

ઉપરોકત તમામ ગામોમા  સ્થાનિક દાતાશ્રીઓના આર્થિક સહયોગ થી શિક્ષણ સમિતિ દ્રારા પ્રાથમિક શાળાના ટયુશન કલાસ શરૂ કરવામાં આવશે.

આ પ્રવાસમા અનુભા જામંગ (સાહિત્યકાર), અશોકભાઈ ગઢવી (તંત્રી સૌરાષ્ટ્રક્રાંતિ-રાજકોટ), કવિશ્રી આલ (શેખડીયા), દેવરાજભાઈ (ઉપલેટા),જીવણભાઈ રૂડાચ (કથાકાર ભોગાત), પી.એમ.ભાઈ(ખંભાળીયા), મોમાયાભા ગઢવી (ડાયરેકટર ખાદી ગ્રામ ઉધોગ ગુ.રા), જીતુભાઈ ગઢવી (પ્રમુખ ગીર, બરડો,આલેચ ચારણ સમાજ), રાજાભાઈ રૂડાચ(CGIF), દેવીદાનભાઈ ગઢવી (જામનગર), સામતભાઈ ગઢવી (સરપંચ પાંચોટીયા), સામતભાઈ ગઢવી (Angel Academy, Gandhinagar), શ્રી સોનલ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ખંભાળીયાના સભ્યો,સહિત સ્થાનિક આગેવાનો સાથે રહેલા.

પ્રવાસને સફળ બનાવવા માટે શ્રી સોનલ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ખંભાળીયાના સભ્યો સહિત યુવા ટીમ તથા ગામના સ્થાનિક આગેવાનો દ્રારા જહેમત ઉઠાવેલ. અને આ કાર્યને દિપાવેલ.


ફોટા બાય :- ભોલાભાઈ ગઢવી (Shree Ram Studio Bhogat)

                                 વંદે સોનલ માતરમ્

(1) પરોડીયા ગામે વાછરાભા ના મંદિરે 






 (2) બેહ ગામે જુંગીવારાધામ ખાતે




(1) માળી, ગામે આશાપુરા મંદિર ખાતે



(3) ભારા બેરાજા ખાતે વાછરાભાના મંદિર ખાતે


(4)માંઝા તથા ભટ્ટગામ,





(5) ખંભાળીયા શ્રી સોનલ માતાજીના મંદિરે









ફોટા બાય :- ભોલાભાઈ ગઢવી (Shree Ram Studio Bhogat)

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT