ના છંદ છે ના પ્રાસ છે,ફકત લાગણી થોડી ખાસ છે
તું લખે માત્રા મેળ મેળવી,મારા શબ્દે જ શ્વાસ છે
ક્યારેક એવું થાય કે,પીરસી દઉં સત્ય શબ્દો માં
પણ શું કરું દુનિયા તુજ ને,સત્ય નો ઉપવાસ છે
સુશોભિત તારું લખાણ,એ વાત તો સ્વીકાર રહી
પણ આ અફાટ રણ મારુ,શબ્દે ક્યાં બંધાય છે
ખાલી શબ્દભાર નો જ છે,કેમ વર્તાવો આમાં?
વેદના લખનાર ની એ,ક્યાં શબ્દે જઈ છુપાઇ છે?
તને આ સમારોહ અને પ્રસિદ્ધિઓ હશે વહાલી
'દેવ'મારા માટે મારી,નિખાલસતા જ પુરસ્કાર છે
✍🏻દેવ ગઢવી
નાનાકપાયા-મુંદ્રા
કચ્છ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें