.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

31 अक्तूबर 2019

राजकोट चारण-गढवी समाज नुं स्नेहमिलन

राजकोट चारण-गढवी समाज नुं स्नेहमिलन
आई श्री सोनल मां ऐज्युकेशन ऐन्ड चेरीटेबल ट्रस्ट द्रारा चारण गढवी समाजनुं स्नेहमिलन कार्यक्रमनो आयोजन करवामां आवेल छे.
आशीवार्द आपवा पधारशे:
आई श्री कंकुकेशर मां (राजस्थान)
चारण महात्मा पालु भगत (कालीपाट)

तारीख :- 03-11-2019 अने रविवार
समय  :- सवारे 9-00 कलाके
स्थळ  :- मुळजीभाई कानजीभाई लांबा चारण गढवी समाज वाडी
सुखराम नगर-2 राजकोट

स्नेहमिलन समारंभमां राजकोटना मंडळो , ट्रस्टो, संस्थाओ तथा समग्र चारण गढवी समाजने सह परिवार पधारवा भावभर्यु आमंत्रण छे


28 अक्तूबर 2019

नूतन वर्षाभिनंदन

*नूतन वर्षाभिनंदन*

*सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया।*
*सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्।।*

*नूतन वर्षाभिनंदन*

*नवु वर्ष आपना जीवनमां सुख, शांति, समृद्धि, ऐश्वर्य अने  तंदुरस्ती लावे  ऐ ज  शुभकामनाओ*

नवु वर्ष विक्रम संवत 2076 नी आपने तथा आपना परिवारने हार्दिक  शुभेच्छाओ

नूतन वर्षाभिनंदन
💐💐💐💐💐💐💐

नवा वर्षना राम राम / सीताराम
🙏🏻🙏🏻🙏🏻🙏🏻

वेजांध गढवी & परिवार
मोटा भाडिया मांडवी कच्छ
Founder & Editor
http://www.charanisahity.in/
http://www.gujnews.in/

         *वंदे सोनल मातरम्*

27 अक्तूबर 2019

માંડવી_કચ્છ_આવતા_પ્રવાસીઓ_જોગ_સંદેશ

*#માંડવી_કચ્છ_આવતા_પ્રવાસીઓ_જોગ_સંદેશ*

દિવાળી વેકેશનમાં માંડવી-કચ્છ ખાતે ફરવા આવતા પ્રવાસીઓ માટે વ્યાજબીભાવે રહેવાની ઉત્તમ વ્યવસ્થા.

*#સ્થળ :- ચારણ (ગઢવી) બોર્ડિંગ, માંડવી લાયજા રોડ, ફોરેસ્ટ ઓફીસની બાજુ માં, માંડવી કચ્છ.*

*રહેવા માટે સંપર્ક કરો*

(1) વાલજીભાઈ ગઢવી - 9909722410

(2) નાગાજણભાઈ ગઢવી - 9879444802

(3) સામરાભાઈ ગઢવી - 9825677625

(4) દેવરાજભાઈ ગઢવી - 9825591495

(5) હરદાસભાઈ ગઢવી - 9879322121

(6) ખીમરાજભાઈ - 9979894498

*Forward To All Friends & Groups*

26 अक्तूबर 2019

रुपचौदश नी हार्दीक शुभः कामनाओ

*कमलासनी दुय कालिका,प्रेमे हो परशन्न*
*जुवो अमावस जोगडा, दिपावली दरशन्न*

बेय कमलासनी एटले के सरस्वती पण कमल पर आसन करनार,अने लक्ष्मी पण कमल पर आसन करनार..अने त्रीजी कालीका..एटले के...
*वाक (वांणी) बारस* ...महा सरस्वती नी उपासना नो दीवस (जेने खबर नथी ए वाघ बारस कहे छे)
*धन (लक्ष्मी) तेरस* महालक्ष्मी नी उपासना नो दिवस
*काली(कालीका) चौदश* महाकालीका नी उपासनानो दिवस...कालीका मां छे..अने बाळक ने तो मां काळी होय तोय रुडी लागे तेथी रुप चौदश पण कहीये
एम त्रण दीवसो...वाक बारस सरस्वती,धनतेरश,लक्ष्मी,अने चौदश मां कालीका...त्रणेय महादेवी नी उपासना करो पछी जिवन मां जे आवे तेने दिवाळी केहवाय...ई अमावस्या नो अंधकार होय तोय दिवडा जळहळी ने प्रकाश नो तेहवार थई जाय

*रुपचौदश नी हार्दीक शुभः कामनाओ*
🙏🏻🔱🙏🏻🔱🙏🏻🔱🙏🏻🔱🙏🏻

25 अक्तूबर 2019

ચારણ સમાજના યુવા ઉધોગપતિ અજયભાઈ ગઢવી દ્રારા Aavad instrumentને ૧૦ વર્ષ થતા સ્ટાફને વિમાન દ્રારા પ્રવાસ

ચારણ સમાજના યુવા ઉધોગપતિ અજયભાઈ ગઢવી દ્રારા Aavad instrumentને ૧૦ વર્ષ થતા સ્ટાફને વિમાન દ્રારા પ્રવાસ

શબ્દો ની કિંમત( Value to words) ની બિઝનેસ લાઈન લઈ ને નામાંકિત ઉદ્યોગપતિ માં ખુબજ ઓછા સમય માં કીર્તિ મેળવનારા શ્રી. અજય આવડદાન ગઢવી (સૌદા) ગામ. વણોદ હાલ અમદાવાદ. Director of Aavad instrument ને સો સો સલામ, ધન્યવાદ, આભાર.
2010 માં ચાલુ કરેલ એક વિચાર (Aavad instrument) ને એક દસકો ગઈ 15/10/2019 એ થયો. જેના ભાગ રૂપે આવડ ઇન્સ્ટ્રુમેન્ટ ને પોતાનોજ પરિવાર ગણી ને ચાલવા વાળા અજયભાઈ ને વિચાર આવ્યો કે જેણે કોઈ દિવસ કલ્પના પણ ના કરી હોય કે વિમાન માં બેસવું, જેણે ક્યારેય plane અથવા airport જોયું પણ ના હોય તેવા ઘણા સ્ટાફ મેમ્બર મળતા તેઓને (આખા સ્ટાફ) ને સાથે વિમાન માં બેસાડવા નો વિચાર આવતા અને કોર કમિટી ના સભ્યો શ્રી રજનીકાંત રૂપાળા,  શ્રી.ઈશ્વર પાટીલ, શુશ્રી જિજ્ઞાસા અને કુ.અંજલિ એ તુરંતજ હામી ભરતા લીધેલો નિર્ણય જે કદાચ ઐતિહાસિક હતો કે let's book air ticket of whole Aavad Instruments staff (Members -22).જે થયું અને ટુર થઈ પણ ગઈ.

અમદાવાદ airport પર અજયભાઈ ને અંદાજે 12 સહ પ્રવાસી મળવા આવી ને ખુબજ શાબાશી આપી કે આ કામ કરવા જેવું છે. જે તેમને ઓળખતા પણ નો હતા. ત્યારે વાત સાંભળી ને મને થયું હું તો અજયભાઈ ને વર્ષો થી ઓળખું છુ તો મને આ પોસ્ટ લખવા નો વિચાર આવ્યો કે હું બધા ને inform કરું.

માત્ર ગઢવી ચારણ તરીકે નહિ પણ કોઈ પણ નાના ઉદ્યોગકારો(MSME) આવી સ્ટાફ વેલ્ફેર માટે જહેમત ઉઠાવે તો ઘણાના નાના મોટા સપના સાકાર થાય અને જો ના થાય તો બે ત્રણ દિવસ રિલેક્સ તો થઈ જ જવાય.

અજયભાઈ ના પ્રમાણે જે ચહેરા ની રેખાઓ એમણે એ દિવસે airport પર જોઈ હતી તે ભૂતકાળ માં ક્યારેય જોઈ નો હતી અને એનોજ તેમને આનંદ છે.

મારા મત મુજબ કોઈ પણ company ની પ્રગતિ માં સ્ટાફ નો ખુબજ મોટો ફાળો હોય છે તો અજયભાઈ ની જેમ અન્ય ઉદ્યોગપતિ ઓ એ આ અભિગમ અપનાવવો જોઈએ.
ફરી થી ધન્યવાદ અજયભાઈ.

શ્રી અજયભાઈ આવડદાનજી સૌદા..દ્વારા એમની ફર્મ “આવડ ઇન્સ્ટુમેન્ટસ” સફળ ૧૦ વર્ષ  પુરા કરે છે..આ પ્રસંગે આઈ શ્રી સોનલ ચારણ પરિવાર એમને ખુબ જ શુભકામના પાઠવે છે ..માઁ સોનલની કૃપા સદાય બની રહે..શ્રી અજયભાઈ એમની કંપની જેટલા વર્ષમાં પ્રવેશે એટલા હજાર રૂપિયા દર વર્ષે ચારણ છાત્રાલયને યોગદાન પેટે આપે છે..ખુબ સુંદર અને અજોડ શરૂઆત..ચારણ છાત્રાલયને આ વર્ષે  દશ વર્ષ પુરા થતા  ૧૦,૦૦૦/-₹ સહયોગ આપે છે..ખુબ ખુબ ધન્યવાદ..જય સોનલ..

અજયભાઈ ના આવા ઉમદા અને પ્રેરણારૂપ વિચાર છે. અજયભાઈ ની સ્ટાફ તથા સમાજ પ્રત્યેની ભાવનાને વંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અજયભાઈ હજી વધારે પ્રગતિ કરે એજ માં ભગવતી પાસે પ્રાર્થના.







चारण समाजनुं गौरव :- P.S.I. मांथी P.I तरीके प्रमोशन

चारण समाजनुं गौरव :- P.S.I. मांथी P.I तरीके प्रमोशन
क्रम           नाम             पोस्टीग
(1) दिलीपकुमार रामसंगजी गढवी - भरूच
(2) रणमल भारामल गढवी - जामनगर
(3) घेलाभाई राजाभाई गढवी - देवभूमि द्रारका
(4) भाविकदान गोविंददान गढवी - ईशराणी - A.C.B
(5) राजेन्द्रसिंह जनकदान गढवी - इन्टेलीजन्स
(6) दिलजीतदान शकितदान ईशराणी - गु.पो.अ. कराई
(7) सुनिलकुमार महेरखदान ईशराणी - पी.टी.सी जूनागढ़
(8) विक्रमभाई शिवरामभाई लांबा - अमदावाद शहेर
(9) मनोजभाई  बाबुभाई गढवी - नर्मदा
(10) हिरेनभाई भरतभाई बालिया - पश्विम रेलवे
(11) हरेशभाई प्रविणभाई पालिया - गु.पो.अ. कराई
(12) जोधाभाई राणाभाई भाचकन SRP PTC जूनागढ
(13) अजयदान मोजूदान गढवी - दाहोद

सर्वेने खूब खूब अभिनंदन

ऊपर ना लीस्ट मां भूल के कोई नाम रही गयु होय तो आ नंबर 9913051642 पर मोकली सहकार आपवा विनंती तेमज  संपर्क नंबर होय तो मोकलवा विनंती
              
          वंदे सोनल मातरम्

24 अक्तूबर 2019

प.पु. आईश्री हीरबाई मां नुं प्रथम निर्वाण दिवस

आजे आसो वद -11  (ता.24-10-19)  प.पु. आईश्री हीरबाई  मां नुं प्रथम  निर्वाण दिवस छे. 

प.पु. आईश्री हीरबाई  मांनो संक्षिप्त परीचय
नाम                      : हीरबाई मां 
पितानु नाम           :  राणशीभाई दादाभाई गढवी (कानाणी) 
मातानु नाम           : मालबाई  
जन्मस्थल            : काठडा , ता.मांडवी  , जी. कच्छ
स्वधामगमन       : वि.सं 2075 , आसो वद  -11
                              ता. 03-11-2018 
संदर्भ : श्री विरेंद्रभाई कानानी द्रारा मळेल माहिती मुजब 

वधारे माहिती माटे PDF :- Click Here

22 अक्तूबर 2019

नूतन वर्षाभिनंदन स्नेह मीलन - गांधीधाम

नूतन वर्षाभिनंदन स्नेह मीलन - गांधीधाम  


अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 


Email - vejandh@gmail.com
WhatsApp No - 9913051642

19 अक्तूबर 2019

દક્ષાબેન ગઢવી

ગુજરાતની 'Toofan લેડી' : 51 વર્ષની આ મહિલાને તુફાન ચલાવતા જોઇ આશ્ચર્ય પામે છે મુસાફરો

- 25 એપ્રિલ, 1968ના રોજ ભાવનગરમાં દક્ષાબેનનો જન્મ થયો હતો.
- ગાંધીનગરની સરકારી કૉલેજમાંથી કૉમર્સ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો, છેલ્લી પરિક્ષા આપી ન શક્યા.
- વર્ષ 1990માં દક્ષાબેનના લગ્ન થયા, 2011માં તેમના પતિનું દુખઃદ અવસાન થયું.
- તેમને 24 વર્ષનો એક દિકરો છે, જેણે પેટ્રોલિયમમાં બી-ટેક કર્યું છે.
- છેલ્લે જ્યારે રિક્ષા છોડી ત્યારે તેમની પાસે 4 વાન, 2 રિક્ષા અને એક મેટાડોર હતી.
- 51 વર્ષની ઉંમરે પણ અમદાવાદથી ગાંધીનગર દરરોજ દિવસના ઓછામાં ઓછાં બે ફેરા કરે છે.

અંકિત એમ. પંડ્યા / ગાંધીનગરમાં રહેતા 51 વર્ષના દક્ષાબેન ગઢવી, છેલ્લા 25 વર્ષથી પબ્લિક ટ્રાન્સપોર્ટના આ ફિલ્ડમાં છે. દક્ષાબેન જ્યારે તુફાન જીપ લઈને હાઇવે પર નીકળે છે ત્યારે સગી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ પડે છે. તેમને તમે ગુજરાતની પહેલી મહિલા રિક્ષા ડ્રાઇવર પણ કહી શકો છો. આજે આટલી ઉંમરે પણ અમદાવાદથી ગાંધીનગર દરરોજ દિવસના ઓછામાં ઓછાં બે ફેરા આરામથી કરી લે છે. માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર સુધી પણ વર્ધીઓ કરી ચૂક્યા છે. તેમને તુફાન જેવા પેસેન્જર વ્હિકલ ચલાવતા જોઇને લોકો કહે છે કે આ મહિલા ખરેખર એક 'તુફાન' છે.

વર્ષ 1991-92માં તેમણે સૌથી પહેલા રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું, ત્યાર પછી મેટાડોર ચલાવી અને વર્ષ 2003 થી અત્યાર સુધી તુફાન જીપ ચલાવી રહ્યાં છે. શરૂઆતના 13 વર્ષ તેમણે સ્કૂલ રિક્ષા ચલાવી અને છેલ્લે જ્યારે રિક્ષા છોડી ત્યારે તેમની પાસે 4 વાન, 2 રિક્ષા અને એક મેટાડોર હતી. સમય જતા આ બધા વાહનો વેચી દીધા અને આજે એક તુફાન જીપ ચલાવી રહ્યાં છે. સલવાર-કમીઝમાં અને દુપટ્ટાને એક સાઇડથી વ્યવસ્થિત રીતે ગાંઠ મારીને દક્ષાબેન જ્યારે તુફાનની ડ્રાઇવર શીટ પર બેસે છે ત્યારે માનવું મુશ્કેલ થઈ જાય છે કે 51 વર્ષની કોઇ મહિલા આ પેસેન્જર વાહન દરરોજ ચલાવતી હશે.

25 એપ્રિલ, 1968ના રોજ ભાવનગરમાં દક્ષાબેનનો જન્મ થયો. બાળપણ તેમનું ગાંધીનગરમાં પસાર થયું. તે સમયે તેમના પિતા મનુભાઈ ગઢવી ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતા હતા. ગાંધીનગરની સરકારી કૉલેજમાંથી તેમણે કૉમર્સ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે પણ કોઇ કારણસર છેલ્લી પરિક્ષા આપી નથી શક્યા. વાહન ચલાવવાના શોખ વીશે કહે છે કે, "હું નાની હતી ત્યારે મને વાપરવાના જે પૈસા મળતા તેનાથી હું સાઇકલ ભાડે લેતી અને ચલાવતી. એક સમયે પપ્પાની ગેરહાજરીમાં તેમનું સ્કૂટર ચલાવી લીધું ત્યારે કદાચ ચિંતામાં પપ્પાએ કહી દીધેલું કે, આજથી તારે મારું સ્કૂટર અડવાનું નહીં. આ વાત ત્યારે મને લાગી આવી કે મારું સ્કૂટર એટલે શું? શું હું તમારી દીકરી નથી? અને મે નક્કી કર્યું કે હવે હું વાહન ત્યારે જ હાથમાં લઇશ જ્યારે મારું પોતાનું હશે અને મારા ઘરે ગાડીઓની લાઇન કરીશ."

વર્ષ 1990માં ગિરીશભાઇ ગઢવી સાથે દક્ષાબેનના લગ્ન થયા. લગ્નબાદ તેમના પતિએ ગાંધીનગરમાં પોતાનું એક નાનકડું ગેરેજ શરુ કર્યું. આ ફિલ્ડમાં તેમની એન્ટ્રી એ ગેરેજમાંથી જ થઇ. પતિ ગેરેજમાં ટૂવ્હિલર રિપૈર કરતા અને ધોવા માટે ઘરે આપી જતા. દક્ષાબેન એ વાહન ધોઇને જે તે ગ્રાહકના ઘરે આપવા જતા અને આ રીતે તેમણે ટૂ-વ્હિલર ચલાવતા શિખ્યું. પતિ વિશે કહે છે કે, "મને સૌથી વધારે સપોર્ટ મારા પતિનો મળ્યો છે, રાત્રિના સમયે પણ જ્યારે લાંબા રુટની વર્ધીમાં જવાનું થતું ત્યારે તેમનો સાથ-સહકાર જ મારા માટે આત્મવિશ્વાસ બનતો. તેમણે મને બેઝિક મિકેનિકલ કામ પણ શીખવાડ્યું જેથી વાહનનું નાનું-મોટું રિપેરિંગ કામ પણ જાતે કરી શકું છું." વર્ષ 2011માં તેમના પતિનું દુખઃદ અવસાન થયું. આજે તેમને 24 વર્ષનો એક દિકરો છે, જેનું નામ છે વનરાજ ગઢવી. તેણે પેટ્રોલિયમમાં બી-ટેક કર્યું છે અને હાલ અન્ય એક ફિલ્ડમાં માસ્ટર કરી રહ્યો છે. દિકરાના અભ્યાસ માટે દક્ષાબેન આજે પણ આટલી સખત મહેનત કરી રહ્યાં છે અને એક મા સાથે એક પિતાની પણ ભૂમિકા ભજવી રહ્યાં છે.

પોતાના મમ્મી વિશે વાત કરતા વનરાજ ગર્વભેર કહે છે, "મને આજે પણ યાદ છે એ બધુ, જ્યારે જૂનિઅર કે.જીમાં મારું એડમિશન લેવા માટે અમે ગયા. સ્કૂલના આચાર્ય સાથે બધી વાતચીત કરી. મમ્મીએ જ્યારે કહ્યું કે હું રિક્ષા ચલાવું છું, ત્યારે આચાર્યએ એડમિશન આપવાનો ઇનકાર કરતાં કહી દીધેલું કે તમે તો રિક્ષા ચલાવો છો, દીકરાની ફી કેવી રીતે ભરશો? ત્યારે મમ્મીએ તે આચાર્યના પગાર સામે પોતાની આવકનો આંકડો દર્શાવતા કહેલું કે તમારાથી ત્રણ ગણી મારી ઇન્કમ છે, તમે ફીની સહેજ પણ ચિંતા ન કરો, સ્કૂલમાં બાકી તમામ સ્ટૂડન્ટ કરતા મારા દીકરાની ફી સૌથી પહેલા ભરાઇ જશે. તે સમયે અમે ભાડાના મકાનમાં રહેતા. ઘરમાં કોઇ સાચવવાવાળું નહોંતુ એટલે મમ્મી મને તેમની સાથે રિક્ષામાં લઇ જતા. આગળ ડ્રાઇવરની સિટમાં મને ખોળામાં બેસાડતાં, નાસ્તો કરાવતાં, સાચવતાં, રમાડતાં. આજના સમયે જ્યારે નૌકરી કરતી મહિલાઓ પાસે એટલો સમય નથી હોતો કે તેમના સંતાનને સાચવી શકે એટલે ડે-કેરમાં મૂકી શકે છે. તેમનું બાળક ડે કેર શાળાઓમાં જ મોટું થાય છે, તે સમયે તો એવી કોઇ વ્યવસ્થા જ નહોંતી."

આગળ વાત કરતા વનરાજ કહે છે, "મારા મમ્મી હંમેશા એવું વિચારે છે કે મારે કઇંક અલગ કરવું છે અને મારો દીકરો પણ કઇંક અલગ જ કરે. મમ્મી-પપ્પા બન્ને ગુજરાતી માધ્યમમાં ભણ્યા પણ મને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યો કે જેથી હું ખૂબ આગળ વધી શકું અને ઉચ્ચત્તર અભ્યાસ કરી શકું. જ્યારે હું બી-ટેક કરી રહ્યો હતો ત્યારે એક રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવા માટે મારે દુબઇ જવું પડે એમ હતું. તે વખતે મમ્મીએ તેમના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને મને આપ્યા ત્યારે માત્ર દોઢ હજાર તેમના ખાતામાં બાકી રહ્યાં હતા. મમ્મી કહેતા કે તારું ભણતર અત્યારે મહત્વનું છે, તું નિશ્ચિંત થઇને જા અને પેપર પ્રેઝન્ટ કર. આજે માસ્ટરના અભ્યાસની સાથે-સાથે હું શહેરના પ્રખ્યાત રેડિઓ સ્ટેશનમાં વોઇસ ઓવર પણ આપી રહ્યો છું. 10થી વધુ એડવર્ટાઇસમાં પણ મારો વોઇસ અનેક રેડિઓ સ્ટેશનના શ્રોતાઓ સાંભળી રહ્યાં છે. આજે હું જે કઇ પણ છું તે મારી મમ્મીના કારણે જ છું. મારા માટે જે કઇ પણ કહો તે એક માત્ર મારા મમ્મી જ છે અને તેમને જ હું મારા ભગવાન માનું છું. તે જ મારા માટે સૌથી મોટી પ્રેરણા છે."

જિંદગીના અત્યાર સુધીના પોતાના સંઘર્ષને યાદ કરતા દક્ષા બહેન કહે છે, "જ્યારે મેં સૌથી પહેલા રિક્ષા ખરીદવાનું વિચાર્યું અને ઘરમાંથી ગલ્લા સહિતના રૂપિયા ભેગા કર્યા ત્યારે મારી પાસે માત્ર 500 રૂપિયા હતા. 5 એક હજાર મેં મારા સસરા પાસે માંગ્યા તે પણ ખાસ્સી રકઝક કર્યા પછી મને મળ્યા. સસરા અને પપ્પા બન્ને મારા આ કામથી ખુશ તો નહોતા જ. કહેતા કે એક ગઢવીની દીકરી થઈને તું આવું કામ કરીશ? પણ સ્કૂલ રિક્ષા ચલાવવી કે ગાડી ચલાવવી એમા હું કશું ખોટું માનતી નથી, એક મહિલા તરીકે તો આ ગર્વ લેવા જેવી બાબત છે. શરૂઆતમાં તો મારા સમાજમાં પણ આનો ખાસ્સો વિરોધ થતો, પણ આજે મારો સમાજ મારા પર ખૂબ ગર્વ અનુભવે છે, ઘણી જગ્યાએ મારું સન્માન પણ કરે છે. જોકે એક સમયનો મારો એ શોખ આજે મારી જરૂરિયાત બની ગયો છે."

પોતાનો જીવનસાથી ભલે આજે આ દુનિયામાં હાજર નથી, પણ તેમની યાદગીરી રૂપે આજે પણ દક્ષાબેન માથે ચાંદલો જરૂર લગાડે છે. તે કહે છે, "આ ચાંદલો મારા પતિને ખૂબ ગમતો. આપણાં સમાજમાં મહિલાઓ પતિના અવસાન બાદ ચાંદલો અને અન્ય શણગારનો ત્યાગ કરતી હોય છે, પણ હું આ ચાંદલો માત્ર એટલા માટે લગાડું છું કે તેને જોઇને આજે પણ મને મારા પતિ મારી સાથે હોય તેવો એહસાસ થયા કરે છે. આ ક્ષેત્રમાં એકલી મહિલા માટે સુરક્ષિત રહેવું ખૂબ મૂશ્કેલ છે. કેટલાક પુરુષ ડ્રાઇવર મદદ કરવાની જગ્યાએ ખરાબ કમેન્ટ્સ પાસ કરતા હોય છે, પુરુષ બહુમતીનો દુરૂપયોગ કરતા હોય છે. એક મહિલા તરીકે તેમની સામે ઢીલા પોચા રહેવું ન પોષાય. ઘરમાં મારો ચહેરો અલગ હોય છે, બહાર ગાડીમાં મારો ચહેરો અલગ હોય છે. આટલી ઉંમરે પણ હું મારી આત્મસુરક્ષા માટે સક્ષમ છું." 

વાચક મિત્રો, દક્ષાબેન આજની એ મહિલાઓ માટે પ્રેરણા છે જે પોતાની જિંદગીના સંઘર્ષથી હાર માની લે છે અથવા એમ કહો કે નાસીપાસ થઇને ન ભરવા જેવા પગલાં ભરી લેતી હોય છે. એ મહિલાઓને દક્ષાબેન એક મેસેજ આપવા માંગે છે અને કહે છે, "ઘણી મહિલાઓ મને મળે છે અને કહે છે કે અમારે પણ તમારી જેમ પગભર થાવું છે. તે મહિલાઓએ બહાર નીકળવું જોઇએ, ઘરમાં જ સંકોચાઇને ન રહેવું જોઇએ. જેમ પુરુષ સ્વતંત્ર થઇને હરી-ફરી શકે છે તેમ તમારે પણ સ્વતંત્ર થઇને હરતાં-ફરતાં શીખવું જોઇએ. ઢીલા-પોચા રહેશો તો બધા જ તમને અને તમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશે. તમારા હક અને અધિકાર માટે, એક મહિલા એટલે આવી જ હોય, તેવી માનસિક્તાને તમારે તોડવી પડશે."

17 अक्तूबर 2019

चारण समाजना कथाकारो

चारण समाजना कथाकारो

जय माताजी गुजरातना वर्तमान कथाकारो नी माहिती ऐकठी करवानुं नानकडो प्रयास आप सर्वेना साथ सहकारथी शरू करेल छे. 

जेटला कथाकारो विगत / माहिती मळेल छे ते नीचे मुजब छे जो आ प पासे चारण कवियोनी विगत होय तो मोकलवा विनंती छे. 

माहिती मोकलवा माटे :- WhatsApp No. 9913051642

(1) श्री जीवणभाई गढवी 

नाम                         :- जीवणभाई रुडाच  
पितानुं नाम              :- गगुभाई रुडाच 
गोत्र / शाखा              :- रुडाच  (तुंबेल)
जन्म तारीख             :- 01/06/1981
गाम                          :- भोगात 
तालुका                      :- कल्याणपुर 
जिल्लो                      :-  देवभूमि द्रारका 
मो.                            :- 9978898989
कथा                          :- राम कथा, देवी भागवत कथा, शिव पुराण वगेरे 
यादगार प्रसंग             :- 14/11/2017 ना रोज आईश्री हींगलाज माँ यात्रा , ब्लूचिस्तान , पाकिस्तान 

15 अक्तूबर 2019

श्री वालजीभाई जीवराजभाई गढवी

श्री वालजीभाई जीवराजभाई गढवी

अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 


Email - vejandh@gmail.com
WhatsApp No - 9913051642

14 अक्तूबर 2019

ચારણ કુમાર તેમજ કન્યા છાત્રાલય માટે હરિરસ પ્રાર્થના પ્રિતી

*ચારણ કુમાર તેમજ કન્યા છાત્રાલય માટે હરિરસ પ્રાર્થના પ્રિતી*

*પ્રવિણભાઈ મધુડા, રાજકોટ દ્રારા સાહિત્યના જતન માટે પુસ્તકો પ્રકાશનનું ઉમદા કાર્ય કરવામાં આવે છે. ચારણ સમાજના દાનવીર ભામાશાઓ પાસે આપણા અમૂલ્ય વારસાને ટકાવી રાખવા માટે આ અમૂલ્ય ગ્રંથોના પ્રકાશન માટે યથાશકિત યોગદાન આપવા વિનંતી.*

ચારણ કુમાર તેમજ કન્યા છાત્રાલય માટે *હરિરસ પ્રાર્થના પ્રિતી* ની ૫૦૦૦ પુસ્તક છાપવામાં આવશે જે ગુજરાત ની તમામ છાત્રાલય તેમજ નિમાડ મધ્યપ્રદેશ માટે હિન્દી માં બનાવી ને બિલકુલ નિઃશુલ્ક ફ્રી મા આપવા માં આવશે.

પુસ્તક નામ *હરિરસ પ્રાર્થના પ્રીતિ*
પેઈજ  ૧૨૮
પેપર બેલાપુર
આર્ટ પેપર સિલાઈ બાઇડિંગ
ફોર કલર ટાઇટલ પલ્સ લેમિનેશન
*પ્રકાશન :* આઈ શ્રી પુરામાં સાહીત્ય સંવર્ધન સંસ્થાન

*સંપાદક : કવિ પ્રવીણભાઈ મધુડા રાજકોટ* મોબાઈલ ૯૭૨૩૯ ૩૮૦૫૬

*હરિરસ પ્રાર્થના પ્રીતિ*  ૫૦૦૦ પુસ્તકો અંદાજિત રૂપિયા(૨.૫૦૦૦૦) *અઢી લાખમાં* છપાસે

*નોંધઃ* આ ગ્રન્થ માં કોઈ પણ સહયોગ કરનારા નો ફોટો નહિ છાપીએ ફક્ત નામ ઉલ્લેખ થશે

*આર્થિક સહયોગ મળેલ છે*

*૫૫૦૦૦*  *આઈ શ્રી પુરામાં કરશનભા મધુડા પરિવાર* દ્વારા

*૧૧૦૦૦ સ્વ. વિરાભા કરશનભા મધુડા -*
હ. શ્રી ગોવિંદભા વિરાભા મધુડા

*૧૧૦૦૦ સ્વ. રામભા કરશનભા મધુડા*
હ. સામતભા રામભા મધુડા (મણીધર મોગલ ધામ - કબરાવ )

*૧૧૦૦૦ સ્વ. ગગાભા કરશનભા મધુડા*
હ. પુનાભા ગગાભા મધુડા

*૧૧૦૦૦ સ્વ. જશાભા કરશનભા મધુડા*
હ. હમીરભા જશાભા મધુડા

*૧૧૦૦૦ હરુભા કરશનભા મધુડા*
કવિ પ્રવીણ ભા હરુભા મધુડા રાજકોટ મો *૯૫૧૦૯ ૯૫૧૦૯*

*૧૧૦૦૦ શ્રી નામલબાઈ રાણાભાઈ ગામણા પરિવાર-માડી  દ્વારા*
હ.કિશોરભાઈ રાણાભાઈ ગામણા
જલારામ ટ્રાસ્પોટ રાજકોટ

૧   મેરુભા મેઘાનઁદ લીલા કન્યા છાત્રાલય જુનાગઢ

૨ કાનજીભાઈ નાગઇયા ચારણ કુમાર
છાત્રાલય જુનાગઢ

૩ કૃષ્ણ કુમાર ચારણ વિદ્યાલય ભાવનગર

૪ આઈ શ્રી દેવલ મા સવની સનચાલિત તાલાલા છાત્રાલય

૫ વિરમભાઈ ગઢવી દ્વારા જામજોધપુર છાત્રાલય

૬  કન્યા છાત્રાલય માંડવી કચ્છ
૭ કુમાર છાત્રાલય માંડવી કચ્છ

૮ સંભુદાન ગઢવી ભુજ માં છાત્રાલય

૯ ભુજ માં જખું ધાના ભૂવા છાત્રાલય

૧૦ જબરદાન ગઢવી દ્વારા કન્યા છાત્રાલય આદિપુર કચ્છ જેમાં ૧ થી ૧૦ કરોડ ના તમામ ભૂમિ ખર્ચથી લઈને બન્યા સુધીનો તમામ ખર્ચ તેમનો

૧૧ અમદાવાદ છાત્રાલય ૧
૧૨અમદાવાદ છાત્રાલય ૨

૧૩ આપડા બારાડી ચારણ સમાજ ના યુવકો ગાંધીનગર માં ખૂબ સારા કલાસીસ ચલાવે છે તેમને

૧૪ પાલનપુર માં ૧ છાત્રાલય

૧૫ નિમાડ માં સેંધવા જિલ્લા બડવાની  મધ્યપ્રદેશ

આ બધી છાત્રાલય માં જરૂરિયાત પ્રમાણે સંપૂર્ણ ફ્રી ઓફ કુરીયર, ટ્રાન્સપોર્ટ સહિત તદ્દન મફત મોકલવાનો છું.

13 अक्तूबर 2019

શ્રી સોનલ શકિત ગૃપ કાઠડા આયોજિત ગઢવી કપ-2019

શ્રી સોનલ શકિત ગૃપ કાઠડા આયોજિત ગઢવી કપ-2019

શ્રી સોનલશક્તિ ગ્રુપ આયોજિત ગઢવી કપ જેમાં 17 ટીમે ભાગ લીધો હતો એમાં કચ્છ,અમદાવાદ,મોરબી,જામનગર, જિલ્લાની ટિમો ભાગ લીધેલ. જેમાં ફાઇનલ માં સોનલશક્તિ કાઠડા  અને સમુન્દ્ર ઇલેવન ઝરપરા વચ્ચે રમાઈ હતી તેમાં સોનલશક્તિ કાઠડા વિજેતા થયી હતી.

આયોજન અને વ્યવસ્થા માટે શ્રી સોનલ શકિત ગૃપ કાઠડા, અને ભારુભાઈ ગઢવી (સરપંચ) તેમજ યુવાનો જહેમત ઉઠાવેલ.

चारणतिथि केलेन्डर-2020 मां जाहेरात आपवा अंगे

चारणतिथि केलेन्डर-2020 मां जाहेरात आपवा अंगे

दर वर्षे सोनलबीजनां दिवसे गढवी मित्र मंडळ, मांडवी द्रारा बहार पडतुं चारण समाजनुं चारणतिथि केलेन्डर

केलेन्डरमां जाहेरात  माटे जाहेरातना दर

1- नानी साईझना भाव रु. 1500 /-
2- मोटी साईझना भाव रु. 3000 /-

जाहेरात माटेनी जग्या मर्यादित होवाथी जाहेरात आपनारे वहेली तके फोनथी जाण करवी.
जाहेरातना दरनी रकम ऐडवान्स लेवामां आवशे.

चारणतिथि केलेन्डर विशेषताओ

(1) हिंदू पंचांग, उपरांत चारणोना 
प्रसंगो, चारण माताजीओ, संतो, कविओ, समाज माटे जीवन अर्पण करनार समाज भक्तोनी तिथिओनो समावेश.

(2) चारणतिथि केलेन्डर वितरणनी व्यवस्था गुजरात, महाराष्ट्र, राजस्थानमां जया चारणो वसे छे त्या सुचारू ढबे करवामां आवे छे

चारणतिथि केलेन्डर रुपी सामाजिक कार्य

चारणतिथि केलेन्डर मांथी जाहेरात अने वेचाण मांथी थती आवक गढवी मित्र मंडळ, मांडवीना संचालन हेठळ सामाजिक, शैक्षणिक कार्य हेतु वापरवामां आवे छे.


चारणतिथि केलेन्डरमां जाहेरात आपवा के कोईपण केलेन्डरने लगती माहिती माटे संपर्क
वालजीभाई ऐल. गढवी (मांडवी कच्छ)
मो :- 9909722410

चारण तिथि केलेन्डर माटे माहिती नीचे मुजब मोकलवी

गामनुं नाम :-
तालुका नुं नाम :-
जील्लानुं नाम :- 
तिथि :- 
तारीख :- 
प्रसंग नी टूंक मां विगत :- 
प्रसंगनो 1 फोटो :-

केलेन्डरमां जाहेरात आपी आ सामाजिक कार्यने प्रोत्साहन आपी सामाजिक कार्यमां सहभागी थवा नम्र अपील🙏


        सर्वे भाईओ आ कार्यमां सहकार आपवा विनंती

          वंदे सोनल मातरम्

12 अक्तूबर 2019

BEST OF LUCK

BEST OF LUCK

GPSC(गुजरात जाहेर सेवा आयोग) द्रारा आयोजीत थनार सनदी अने मुल्की सेवा वर्ग-1 अने 2 नी प्राथमिक  परीक्षा आपनार तमाम मित्रोने  खूब खूब शुभेच्छाओ.....

       आप आ परीक्षामां सफळता मेळवीने आपनुं तथा आपना परिवार & समाजनुं नाम रोशन करो ऐवी भगवती पासे प्रार्थना

                                BEST OF LUCK


Vejandh Gadhavi


|| सुर्यवंदना छप्पय || || कवि मितेशदान सिंहढाय्च ||

*(01-10-2019)*

*त्रीजया त्रीकम तेज,त्री धर नाम त्रीकाला*
*त्रीजया त्रीकम तेज,त्री भुवन त्रोड़ण ताला*
*त्रीजया त्रीकम तेज,त्री गुणा नाम तिहारे*
*त्रीजया त्रीकम तेज,त्री स्तरे शब्द तिहारे*
*त्री नाथ तिहारा तेजना,विद विद सुर करे वखाण*
*पट निहर प्रौढ़ अवनी परे,भजता मित हर दन भाण*

*(02-10-2019)*

*पुंज तणा परमाण,चौद रत्ना चमकाया*
*पुंज तणा परमाण,भक्त प्रह्लाद बचाया*
*पुंज तणा परमाण,जबर कई युद्ध जिताया*
*पुंज तणा परमाण,सत्य पर आप सवाया*
*सतकारुय सूरज साथने,जे हरदम रह्या हयात*
*पट निहर प्रौढ़ अवनी परे,संध्या मित सूरज सात*

*(03-10-2019)*

*पंचम तेज प्रमाण,प्रगट जग पावन पड़ता,*
*पंचम तेज प्रमाण,जोम आभे सुर जड़ता*
*पंचम तेज प्रमाण,शक्ति दिवड़े सरजाणा*
*पंचम तेज प्रमाण,नेह सुर उदित नवाणा,*
*पंचम दिवड़े घी पुंज पुरी,शक्ति सुर रमिया साथ*
*पट निहर प्रौढ़ अवनी परे,मित गरबा मुकिया माथ*

*(04-10-2019)*

*छबी निहारुय छठ्ठ,जगत अंबा नयने जे,*
*छबी निहारुय छठ्ठ,अरक चक्षु उगियो ए,*
*छबी निहारुय छठ्ठ,दिव्य जग तेज दिपाव्यो,*
*छबी निहारुय छठ्ठ,आद्य सुर आभे आव्यो,*
*जोगण आंखे तेजो जड्या,त्या खुलता आँखे तेज*
*पट निहर प्रौढ़ अवनी परे,आभे मित सुरज एज*

*(05-10-2019)*

*सातम सायर सात,सात भव सुर समरांगण,*
*साते वार  सखात,टेक अंका सुर टांकण,*
*सात अश्व ना साथ,सप्त आभे सुरज्जा,*
*सात शक्ति समराथ,भुवन सातो मन भज्जा,*
*जगदंबा कर चुड़ झगमगे,भभके सातम सुर भाण*
*पट निहर प्रौढ़ अवनी परे,पुजिया मित जोड़त पाण*

*(06-10-2019)*

*आठम आवड़ आइ,सात सह रास सजावे,*
*कर चुड़ कांकणधार,जड़ी सुर ज्योत जगावे,*
*ताल थिरक पर तेज,चोक कीर्ति चितरावे,*
*आवे सुर नो आथ,प्रफुलत पुंज पिरावे*
*शक्ति  सब आठम साथ सजी,महिरख सुर माणे मौज*
*पट निहर प्रौढ़ अवनी परे,रुदये मित भजता रोज*

*(07-10-2019)*

*नवमे तेज नखाय,सुरज चडीयो नभ शाखे,*
*गुण चारण हर गाय,दियण हवने जप दाखे,*
*शगत सात समरथ्थ,पुरण सुर तेज पसारे*
*महा राण धर मथ्थ,ज्योत पर नमन जुवारे*
*धाबळीयाळीय धाम धमे,ज्या धुप गुगळ जळकाय*
*पट निहर प्रौढ़ अवनी परे,गुण मित छप्पय तुज गाय*

*(08-10-2019)*

*दस्से दानव देव,राम हणिया रणलंके*
*दस्से दानव देव,कुंभ त्रोडयो कलंके*
*दस्से दानव देव,सत्यजीत मीत सवाइ*
*दस्से दानव देव,पुरण सुख लंकसु पाइ*
*दानाउत दाखत दशहरा,परमेश्वर पुरत प्रमाण*
*पट निहर प्रौढ़ अवनी परे,बजरंग बनी सुर बाण*

*(09-10-2019)*

*अगियारस पर आप,जरा धरती पर जांख्यु,*
*जाख़्ये द्रशिया जाप,रिदय जे हर नित राख्यु*
*अविरत जे अजवाश,मढ्यो धर हर जग माथे*
*भुलिया नह आ भास,सदा सूरज अम साथे*
*उजियारा थइ भले उजवे,दस तहवारो ना दिन्न*
*पट निहर प्रौढ़ अवनी परे,भजिये नह भाण कु भिन्न*

*(10-10-2019)*

*विरल विधाता विद्व,तणी ताकत तिहारी,*
*परमेश्वर परसिद्ध,आ धरा अमर उगारी,*
*आवड़ सुर आशीष,भेडिये तु भरमायो,*
*रखी  न सेजे  रीष,थंभ थई ठेर तु थायो,*
*है भाण तिहारा भामणा,नित लियण आ चारण नात*
*पट निहर प्रौढ़ अवनी परे,परमेश्वर मित हर प्रात*

*🙏---मितेशदान(सिंहढाय्च)---🙏*

Sponsored Ads

ADVT

ADVT