.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

31 जनवरी 2020

आईश्री खीमश्री मानो प्रागट्य दिवस





आजे प.पू.आईश्री खीमश्री मानो  प्रागट्य दिवस छे आजे टुंकमां जीवन चरित्र आपनी समक्ष मुकववानुं नानकडो पयास करेल छे.

आईश्री खीमश्रीमानो संक्षिप्त परिचय

नाम            :- खीमश्री
पितानुं नाम  :- देवराज सुमार भैया (गढवी)
जन्म          :- विक्रम सवंत 1998  महा सुद-6 
जन्म स्थळ :- मोटा भाड़िया  मांडवी कच्छ
आईश्री खीमश्री मां ऐ चारणी संस्कृति अने धर्म प्रचार अर्थे ईग्लेन्ड गया हता.

स्वधामगमन  :- ता.16-04-1993 

आईमां उत्तराधिकारी :-
      (1) माताजी नागश्री  मां
      

वधारे माहिती माटे (Pdf File ) :- Click Here

प.पू.आईश्री  खीमश्रीमा ना  प्रागट्य दिवसे  कोटी कोटी वंदन

30 जनवरी 2020

संभार लेवा बाळनी अविलंब अंबा आवजे रचियता :- आईश्री खीमश्री मां

प्रात:स्मरणीय प.पू.आईश्री खीमश्री मां (मोटा भाडिया मांडवी-कच्छ)नो 79 मो प्रागटय दिवस महा सुद-6 ता.31-01-2020 ना उजवाशे ऐ निमित्ते आई श्री खीमश्री मां रचित रचना

               छंद
  रचियता :- आईश्री खीमश्री मां

मद दोश गंजन भकत रंजन, भीड भंजन भगवती
आदीन अंता शिव संता, नित वंदता सद्व्रती
परमेश्वरी पुरण कृपाळु रहेम नजरू राखजे
    संभार लेवा बाळनी अविलंब अंबा आवजे...1
अग हारणी ब्रह्मचारणी, सुख कारणी खल मारणी
तारणी देवी अम लोक पर, नजरुं कर नारायणी
सद्बुद्धि आपजो सर्वने, दिल कुबुद्धि कापजो
     संभार लेवा बाळनी अविलंब अंबा आवजे...2
ब्रह्मांड पोषणी जगत माता, साद मारो सांभळो
तलवार लईने तत्काळ आवो,द्रहिष पातकने डरो
जंजार तोरण जोग माया, पवित्र तुं पथरावजे
    संभार लेवा बाळनी अविलंब अंबा आवजे...3
आदि अनादि अनुपम निज, अटल रिद्धि आपजे
ब्रह्मांड हाले बोलथी चारण अलोकी अवतरे
छळ कपट जुठ अन्याय, वखत पे वरतावजे
    संभार लेवा बाळनी अविलंब अंबा आवजे...4
भगवती मैया मेर कर, द्रढ चारण नव लजे
छोरुं कछोरू बने तोय, माता नव तजे
भय निवारण भेडीयारी, जयोत सत जगावे
   संभार लेवा बाळनी अविलंब अंबा आवजे...5
तपवान विधावान दातार सुर, सजताने सज चडे ऐवा बनावजे
आशा पुरण नीरखता, नहेणला अमारा  ठरे
"खीमश्री" बाळक तणी आ अरजी तुं स्नेह सहित स्वीकारजे
   संभार लेवा बाळनी अविलंब अंबा आवजे...6

प.पू.खीमश्री मां जन्म जयंती उजवणी कार्यक्रम
ता.31-01-2020 अने शुक्रवार
सवारे 9 कलाके :- समाधी पूजन
सवारे 10 कलाके :- धर्मसभा
बपोरे 1 कलाके :- महाप्रसाद
स्थळ :- आई श्री खीमश्री मांनी वाडी, मोटा भाडिया-नानी खाखर रोड , मोटा भाडिया मांडवी कच्छ


महा सुद-5 (वसंत पंचमी) ऐटले आईश्री पीठड मां , ब्रह्मानंद स्वामी तेमज आई श्री हांसबाई मां नी जन्म जयंती

आजे महा सुद-5 (वसंत पंचमी)  ऐटले आईश्री पीठड मा, ब्रह्मानंद स्वामी तेमज आई श्री हांसबाई मा नी जन्म जयंती

आई श्री पीठडमानुं संक्षिप्त मां जीवन चरित्र
नाम               :- आई श्री पीठड मां
पितानुं नाम     :- सोया बाटी
मातानुं नाम     :- देवल मां उर्फे मालुबाई
जन्म             :- विक्रम सवंत-1037 महा सूद-5 (वसंत पंचमी)

वधारे माहिती (PDF FILE) ::- Click Here

संदर्भ :- चारण आई परंपरा लेखक :- श्री आशानंदभाई गढवी

ब्रह्मानंद स्वामीनुं संक्षिप्त मां जीवन चरित्र


नाम               :- लाडुदान , ब्रह्मानंद स्वामी
पितानुं नाम     :- शंभुदानभाई आशिया
मातानुं नाम     :- लालुबा
जन्म             :- विक्रम सवंत-1828 महा सूद-5 (वसंत पंचमी)
स्वामी सहजानंदनी
देहविलय      :- सवंत 1888 जेठ सुद-10

(1) वधारे माहिती (PDF FILE)  -लेखन अने संकलन अर्चनाबेन जयकरणभाई गढवी (वरसडा) ::- Click Here
(2) वधारे माहिती (PDF FILE) ::- Click Here

आ जीवन चरित्र मोकलवा बदल श्री भाविकभाई गढवी नो खूब खूब आभार

आईश्री हांसबाईमानुं संक्षिप्त मां जीवन चरित्र


कच्छ धरामां शोभतुं , रुडुं रतडिया गाम

आई हांसबाई अवतर्या, धन धन भगवती धाम

आजे प.पू.आईश्री हांसबाई मांनो  प्रागट्य दिवस छे आजे टुंकमां जीवन चरित्र आपनी समक्ष मुकववानुं नानकडो पयास करेल छे.

आईश्री हांसबाईमानो संक्षिप्त परिचय

नाम            :- हांसबाई
पितानुं नाम  :- नाराणभाई लधाभाई नरा
मातानुं नाम  :- गोरबाई
जन्म          :- विक्रम सवंत 1985 महा सुद-5 (वसंत पंचमी)
जन्म स्थळ :- मोटा रतडिया मांडवी कच्छ
अखील हिन्द चारण संमेलन :- 1982ना में महिना नी तारीख 5,6,7 (त्रण दिवस)
मघ यज्ञ :- 21-06-88 थी 25-06-88 सुधी
स्वधामगमन  :- महा सुद-2 ता.12-02-2013

आईमां उत्तराधिकारी :-
      (1) माताजी खीमश्री मां
       (2) माताजी धनबाई मां

संदर्भ :- हांसबाई मां गुणगाथा मांथी

वधारे माहिती माटे (Pdf File ) :- Click Here

प.पू.आईश्री हांसबाई मांन  प्रागट्य दिवसे  कोटी कोटी वंदन


प.पू.आईश्री हांसबाई मांना अंतिम दर्शननो वीडीयो 





27 जनवरी 2020

चारण कविश्री जोगीदानभाई चडियानो जन्मदिवस

आजे चारण कविश्री जोगीदानभाई चडियानो जन्मदिवस

परिचय
नाम                       :-  जोगीदान 
पिताश्रीनुं नाम        :-  देवीसिंहभाई 
उपनाम                  :- जोगडा 
जन्म तारीख          :- 27-01-1981
अभ्यास                 :- MBA
शाख                     :- चडीया 
गोत्र                      :- भांळीया 
मूळ वतन             :- सरगवाडा 
हाले रहे                          :- बावळा ता. घोळका जि. अमदावाद   
व्यवसाय               :- HR Admin मेनेजर 
भाषा                              :- वृज, चारणी डींगळ, गुजराती 
पुस्तको                          :- रंग चारणनी रीत भाग-1 , नित्य सुर्य वंदना 
संपर्क नंबर             :- 9898360102

जोगीदानभाईने जन्म दिवसनी खूब खूब वधायुं

ई-बुक डाउनलोड करवा माटे⤵⤵

(1) रंग चारणनी रीत भाग-1 :- Click Here

(2) नित्य  सूर्यवंदना :- Click Here

जोगीदानभाई गढवी(चडीया) रचित 174 जेटली रचनाओ जोवा माटे :- Click Here


      वंदे सोनल मातरम्

26 जनवरी 2020

श्री कच्छ गढवी सामाजीक उत्कर्ष ट्रस्ट, आयोजीत पच्चीस मो समूहलग्नोत्सव

श्री कच्छ गढवी सामाजीक उत्कर्ष ट्रस्ट, आयोजीत पच्चीस मो समूहलग्नोत्सव

ता.30-01-2020

स्थळ :- गढवी समाज वाडी, भानुशाली नगर, भुज कच्छ.

निमंत्रक
श्री कच्छ गढवी सामाजीक उत्कर्ष ट्रस्ट,
श्री जबरदान नाराणजी रत्नु
प्रमुख

       वंदे सोनल मातरम

24 जनवरी 2020

आईश्री सोनल चारण गढवी समाज आयोजित 14 समूह लग्न महोत्सव आमंत्रण पत्रिका

आईश्री सोनल चारण गढवी समाज आयोजित 14 समूह लग्न महोत्सव आमंत्रण पत्रिका

ता. 07-02-2020

स्थळ :- आईश्री खोडियार मांनुं मंदिर, पोपटपुरा (छ), लुणावाडा रोड, ता. गोधरा जि. पंचमहाल


 आमंत्रण पत्रिका  :-  Click Here



23 जनवरी 2020

श्री मोटी भुजपुर चारण (वांकराई) आयोजीत 4 समूहलग्नोत्सव आमंत्रणपत्रिका

श्री मोटी भुजपुर चारण (वांकराई) आयोजीत 4 समूहलग्नोत्सव आमंत्रणपत्रिका

शुभ स्थळ
श्री सोनल मानुं मंदिर, वांकराई विस्तार, मोटी भूजपुर ता. मुंदरा कच्छ

आईश्री सोनल मा मंदिर त्रि-दिवसीय प्राण प्रतिष्ठा यज्ञ महोत्सव - सागड़ राजस्थान आमंत्रणपत्रिका

आईश्री सोनल मा मंदिर त्रि-दिवसीय प्राण प्रतिष्ठा यज्ञ महोत्सव - सागड़ राजस्थान आमंत्रणपत्रिका

ता.24-02-2020 थी ता. 26-02-2020

शुभ स्थळ
जोगदान हेमदानजी चारण
नेशनल हाईवे-68,
सागड़ ता. फतेहगढ जी. जैसलमेर, राजस्थान
मो. 7665940563, 8003171327, 7737228687






आई श्री पीठड माताजीना जन्मोत्सवनी आमंत्रणपत्रिका

आई श्री पीठड माताजीना जन्मोत्सवनी आमंत्रणपत्रिका

सवंत 2076  महा सुद-5
ता.30-01-2020
मंगल अवसरो
आरती पूजन - सवारे 6-00 कलाके
बावन गजनी धजा आरोहण - सवारे 7-30 कलाके
यज्ञ - सवारे 8-00 कलाके
भोजन प्रसाद बपोरे 12-00 कलाके
संध्या आरती - सांजना 7-00 कलाके
संतवाणी रात्रे 8-30 कलाके

स्थळ :- नाणावाळीना नेश श्री पीठडधाम जामवाळा गीर ता. गीर गधडा जी.गीर सोमनाथ

निमंत्रक
नाणावाळीना नेश श्री पीठडधाम
पू. लक्ष्मीआई मां तथा भक्तगण
जय मा पीठड

वंदे सोनल मातरम्




|| सुरो आज कागं || || रचना मितेशदान गढवी(सिंहढाय्च) ||

*|| छंद भुजंगी ||*
*|| सुरो आज कागं ||*
*|| कर्ता : कवि मितेशदान महेशदान सिंहढाय्च ||*



*सरीता    तणा    चारणा   वेंण   सारे,*
*महा   नाथ   रिज्यो   फुलेसू     मदारे,*
*बण्यो  मोभणो माथ  खिल्यो सु बागं,*
*कळायो  दुलारो सुरो आज  कागं(1),*

*फरूके सुगंधी धरा  नो    फुवारो,*
*झरूखे ऊभो तूलसी छोड क्यारो,*
*जनेता  हुकारे  कहे  दुल्लो जागं,*
*कळायो दुलारो सुरो आज  कागं,(2)*


*लता  डाळ  ने  पान  बिंदुय  लाटे,*
*खुला  केश  नी दाढ़ वाळी रुवाटे,*
*पहेरी  रुडी  मथ्थ   चंगी  सु पाघं,*
*कळायो  दुलारो  सुरो  आज  कागं,(3)*


*जड़ी  ज्योत मा घी पुरायो जगारे,*
*कळा  कंठ  नी  धार ना'वे    कगारे,*
*अड़ा भीड़ आवो  न  कोई अथागं*
*कळायो  दुलारो  सुरो  आज कागं(4)*


*मुखे राम ना नाम नी बात मेली*
*बनी हालियो चारणा साथ बेली*
*दले ना  दग़ाव्यो कुणो मित दागं*
*कळायो दुलारो सुरो आज कागं(5)*



*©*

14 जनवरी 2020

आई श्री देवलमाना जन्म दिवस निमिते सवनी-वेरावळ खाते ब्लड डोनेशन केम्प योजायो.

आई श्री देवलमाना जन्म दिवस निमिते सवनी-वेरावळ खाते ब्लड डोनेशन केम्प योजायो.

ता.14-01-2020 अने मकरसंक्रांतिना दिवस आई श्री देवलमा नुं जन्म दिवस सवनी-वेरावळ खाते उजववामां आवेल. सवारे सेवा पूजन करवामां आवेल. त्यारबाद आई श्री देवल मा प्रेरीत चारण छात्रालय खाते ब्लड डोनेशन केम्प राखवामां आवेल. 

आ अवसरे बहोळी संख्यामां आई माना भक्तजनो उपस्थित रह्या हता. बपोरे महाप्रसादनो बहोळी संख्यामां लोको लाभ लीधेल.

आईश्री सोनल मा कृपा धाम शीलान्यास महोत्सव आमंत्रणपत्रिका

आईश्री सोनल मा कृपा धाम शीलान्यास महोत्सव आमंत्रकपत्रिका

ता.30-01-2020

निमंत्रक
आईश्री कंकु केशर मां
"आईश्री सोनल कृपा धाम"
मु.भाणसोल (गढवाळा)
ता.मावली जी. राजसंमद, राजस्थान




प.पू. आईश्री देवल मा नो जन्म दिवस

आजे प.पू. आईश्री देवल मा भाडा ता. मांडवी कच्छ हाले बलियावड (गीरनार) नो जन्म दिवस छे

नाम             :- देवल
पितानुं नाम  :- पबुभाई वाछियाभाई मालम
मातानुं नाम  :- खीमश्रीबेन
जन्म स्थळ   :- वेरावळ 

प.पू. आईश्री देवल मा ना प्रागट्य दिवसे तेमना चरणोमां शत : शत : वंदन

निरखी त्यां नमणुं थई, हती न ऐनी हेव
जोगण लागे जोगडा, देवल कउं के देव

आश्रमनुं सरनामुं

माँ भगवती शकितपीठ
भेंसाण रोड, मुं. बलियावड ता. जुनागढ जी. जुनागढ
संपर्क नंबर
9879659107 / 9638454033

      
प्रवचन सांभळवा माटे :- Click Here

           वंदे सोनल मातरम्









13 जनवरी 2020

સમસ્ત ગુજરાત ચારણ -ગઢવી સમાજ ડેટાબેઝ અભિયાન

સમસ્ત ગુજરાત ચારણ-ગઢવી સમાજ ડેટાબેઝ અભિયાન

આ પોતાના ગામનું નામ અને ઘર સંખ્યા અપડેટ કરવા માટેની લીંક આ છે.

ઉપરોક્ત લીંક પર ક્લીક કરી..

પોતાના ગામની માહિતી અપડેટ કરશો..જેથી કરી સમગ્ર ગુજરાતમાં આપણા કેટલા ગામ છે ? અને કઈ શાખના કટેલા પરિવાર છે..?

તમારી શાખની વિગત ભરવા માટે :- અહી કલીક કરો

આપના ગામની માહિતી જોવા માટે :- અહી કલીક કરો





12 जनवरी 2020

|| રચના : ઢોંગીઓ ના ઠાઠ ||

*|| રચના : ઢોંગીઓ ના ઠાઠ ||*
*|| કર્તા : મિતેશદાન મેહેશદાન ગઢવી(સિંહઢાય્ચ) ||*
           *|| કવિત ||*


*બાત ના બહાના કરી આના ના ઉપાયો બકે,*
*તકે લેતા લાભ ના એ તકો ને  શુ તારશે,*
*ખોટા જે ખજાના ભરી હરી હરી ખરી કરી,*
*વાતું ને  ચડાવે  વરી  વેદો  ને  શુ વારશે,*
*પુજા ના પુજારી કહે રહે મોટા મહેલો મા,*
*સંપત્તિ ના શોખ એને  ધાર્યા કોણ ધારશે,*
*કહે મિત જીત ના આ ગીત જે ગુણાઇ ગયા,*
*એવા ને લજાવા માટે હાથે  કરી  હારશે,*


અર્થ : આવા લોકો જે ખોટા આજ સંપત્તિ ના શોખ રાખે,પોતે કાંઈક હોય એનું ગુમાન રાખે તો આવા પુજારી થવા ના ઢોંગ કરે,અને ધર્મ ને નામે ઢોંગ કરી હરિ હરિ કરે આવા જ લોકો જે હિન્દ ને જીતાડવા,સ્વરાજ અને સીધા રસ્તે વાળવા ના  ગીતો ગાઇ ગયા  છે એમને આવા ઢોંગીઓ હાથે કરી  ને હરાવશે પોતાના જ પોતાને હરાવશે


*બ્રહ્મા એ વિચાર્યું હશે બ્રહ્મ ના બહાવ કાજે*
*બ્રહ્મ ના વિચારે આખું બ્રહ્માંડ બનાયુ તું,*
*ધર્મ રૂપી ધાન ના આ જ્ઞાન  ના પ્રસાર કાજે,*
*શસ્ત્ર અરુ શાસ્ત્ર અવતારો થી સજાયું તું,*
*સત્ય ના  પુરાવા  સાથે  કર્યા  બહુ સમર્થનો,*
*સમર્થક  બની   સત્યગીત  સમજાયું  તું,*
*કહે મિત છતાં આજે આધુનિક માનવ કો,*
*આર્થિક ના સાથ મા ઇ કુદરત પણ સમાયું તું,*

અર્થ :

આજ લોકો ધર્મ ના પુરાવા માંગે છે,
કુદરત ને નથી જાણતા,
કે આજ જે પૈસો ગાડી બંગલા છે એ કુદરત ના નામે જ છે,
પાછા કેસે અમેં તો અમારી બુદ્ધિ થી કમાયું
પણ એ બુદ્ધિ જ જેણે આપી છે એ ખુદ બુદ્ધિજીવીએ તારા જેવા અસંખ્ય બુદ્ધિ નો અંશ છે એણે આખું બ્રહ્માંડ રચ્યું છે અને તું આજ આ આધુનિકતા અને યાંત્રિક જમાના મા એને જ યાદ કરવાનું એના જ જે પ્રયાસ છે ધર્મ ની સ્થાપના કારણ જે અવતારો ધર્યા,જે કાર્ય કર્યા એને જ ભૂલી જાય છે  આ તારો ધર્મ !?


*તારકે હી મારના બચાવના બહાના તપે,*
*જપે ન કો માનવંતા ભેદ કો ન જાણે હૈ*
*સહે ન  સહાવે કરે લોભ લલચાવે સહે,*
*સુખ મેં ન સાથ રહી દુઃખ પરમાણે હૈ,*
*માન ભેર વાત સુ વિવાદ ન વિવેક આણે,*
*દાણે ઉ દિખાવ કે જો મતી ભરમાણે હૈ*
*કહે મિત માનવી હી માનવ કો લુંટ લેવે,*
*ઠેર ઠેર બસે ઐસે ઢોંગ કે ઠેકાણે હૈ,*



*કવિ મિત*

*🙏 ---મિતેશદાન(સિંહઢાય્ચ)---🙏*

रचना संवाद : राष्ट्रहित संवाद कर्ता :कवि मित (मितेशदान गढवी(सिंहढाय्च)

|| रचना संवाद : राष्ट्रहित ||
|| मनहर कवित ||
|| संवाद कर्ता :कवि मित (मितेशदान गढवी(सिंहढाय्च) ||

દેશ કા દિવાનાપન દેશ કો દિખાઓ જરા,
યુહી ના ગવાઓ સારે વીર બલિદાનો કો,
માતૃકાજ પ્રેમ જો દિખાયા તો મહાન હૈ વો,
વીર ને શિખાયા હમેં દેખો સનમાનો  કો,
દો ઘડી કી મોજ કો હટાકે દેખો દુનિયા મેં,
કહા કૈસા માહોલ હૈ ખોલો કૈદખાનો કો,
કહે મિત મિટ્ટી કે યે ઋણ કો ચુકાકે દેખો,
નયે નયે યુગ મેં બતાઓ  નો જવાનોં કો,(૧)

- कवि मित

ખેલ હૈ યે ખેલ કો ખેલાને વાલા મેલ હૈ જો,
મેલ કો ભગાઓ ખેલો ખેલ ચતુરાઈ કા,
એક સે જુડોગે જોડો દો સે ગુનો ચાર હૈ જો
ટેક સે મિટાઓ બુરા નશા જો બુરાઈ કા,
ધર્મ કા જો મર્મ હૈ વો શર્મ મેં ન ધારો જરા,
કર્મ સે બનાઓ જહાં મુદ્દા હો ખરાઈ કા,
કહે મિત ધ્યાન એ જો માન સે ગવાયે ઉને,
ન્યાય કા જો દિયા લહું છીનો ભરપાઈ કા,(૨)

- कवि मित



જ્ઞાન ને બનાવી તીર મ્યાન મા ઉમેરી લજો,
જીભ ના ધનુષે એને જોશ થી લગાવજો,
કાંધ ને બનાવી રથ હાલજો ને હારો હાર,
શત્રુ ને ડરાવે એવી આંખ ને જગાવજો,
વીરો ના વિચારો નો સહારો લેતા વાવજો આ,
હિન્દ ના સ્વરાજ ની આ એકતા સજાવજો,
કહે મિત કાનડ ને રામ ની આ જન્મધરા,
લેજો કરી યાદ એને કદી ના લજાવજો,(૩)

- कवि मित

અવાજો નો આથ ભલે સાથ હથીયાર જોવે,
યુદ્ધ ના મેદાન મા તો ચાલે મારા માર છે,
છંદ તો છટા ના છે જો પટ્ટા સાથે ચામર ના,
આવા સાથે તેવા થાવા કર્યા આર પાર છે,
સ્વમાને તો ગાંધીજી ની અહિંસા સુકાણી નથી,
હિંસા હથિયાર ના એ વીર ના વિચાર છે,
કહે મિત યુદ્ધ મા આગાજ થી સ્વરાજ  માટે,
સર્વ ર હે  સાથ  એ જ સાચો યુદ્ધ સાર છે,(૪)


- कवि मित


🙏---મિતેશદાન(સિંહઢાય્ચ)---🙏

CGIF દ્રારા એકશીલન્સી એવોર્ડ આપવામાં આવેલ

CGIF દ્રારા એકશીલન્સી એવોર્ડ શ્રી દિલીપભાઈ શીલગા ને આપવામાં આવેલ
CGIF પ્રેરીત ચારણ ગાથા-2 ની ફાઈનલમાં તા.11-01-2019 ના રોજ એકશીલન્સી એવોર્ડ આપવામાં આવેલ.

શ્રી  દિલીપભાઈ શીલગા નિઃસ્વાર્થ ભાવે ઉમદા કાર્ય કરે છે. 

ચારણ સમાજના દર્દીઓ અને એમના સગા સંબંધીઓ માટે રહેવાની ઉત્તમ વ્યવસ્થા આરોગ્ય ક્ષેત્રે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ની સામે આઈશ્રી સોનલ ચારણ વિસામો દિલીપભાઈ ની જહેમત અને મહેનતનું પરિણામ છે. સર્વે દાતાશ્રીઓના સહયોગથી વિસામો તૈયાર થયેલ છે. એમાં સિંહ ફાળો દિલીપભાઈ નું છે.

દિલીપભાઈ સારા એવા ઉધોગપતિ છે અને ટેકનોલોજી ક્ષેત્રે એમની બહુ નામના છે. SILGA MICRO SYSTEM (Mfrs of micro processor based process control & industrial automations)

ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ સહ એમની નિઃસ્વાર્થ મહેનતને વંદન🙏🙏🙏

CGIF દ્રારા એકશીલન્સી એવોર્ડ શ્રી રાજેશભાઈ ઠાકારીયા(સુરત) ને આપવામાં આવેલ




CGIF પ્રેરીત ચારણ ગાથા-2 ની ફાઈનલમાં તા.11-01-2019 ના રોજ એકશીલન્સી એવોર્ડ આપવામાં આવેલ.

રાજેશભાઈ ઠાકરીયા સુરત ચારણ સમાજના પ્રમુખ છે અને જાણીતા ધારાશાસ્ત્રી છે. સમાજ ના દરેક કાર્ય સહભાગી હોય છે. રાજેશભાઈ

ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ સહ એમની નિઃસ્વાર્થ મહેનતને વંદન🙏🙏🙏

8 जनवरी 2020

સમસ્ત ગુજરાત ચારણ સમાજનો ગાંધીનગર-અમદાવાદ વચ્ચે એક વિવિધ જરૂરીયાત લક્ષી પ્રોજેકટ્સ

સમસ્ત ગુજરાત ચારણ સમાજનો ગાંધીનગર-અમદાવાદ વચ્ચે એક વિવિધ જરૂરીયાત લક્ષી પ્રોજેકટ્સ..

૧). કન્યા છાત્રાવાસ અને કુમાર છાત્રાવાસ. બન્ને જુદા જુદા તથા સંપૂર્ણ સુવિધા અને સુરક્ષા યુક્ત
૨). યુવાવર્ગને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાની જરૂરી તમામ સુવિધા જેવી કે વર્ગ ખંડ, લાયબ્રેરી, કોચીંગ કોન્ફરન્સ હોલ ઓડિયો વિજ્યુઅલ સુવિધા સાથે. 
૩). સામાજિક જરુરિયાત મુજબની અન્ય તમામ સુવિધાઓ..

ઉપરોક્ત પ્રોજેકટ માટે માઁ સોનલ કૃપાથી સહયોગી મિત્રોની ખુબ સારી શુભ શરૂઆત થઈ ગઈ છે..જેનુ લીસ્ટ આ મુજબ છે..  

(1) શ્રી સમર્થદાનભાઈ ઝૂલા (પ્રમુખશ્રી અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટ, ગાંધીનગર) - 11,00,000 /- (અગીયાર લાખ)

(2) શ્રી એસ.કે.લાંગા સાહેબ (IAS) (પાંચ લાખ)

(3)શ્રી દૌલતસિંહ ગઢવી (મુ.વતન:ચરાડા,હાલ:મુંબઈ)
 (પાંચ લાખ)

(4) શ્રી અભેસિંહભાઈ ઝુલા (મુ.વતન:કુવાવા (હાલ:ગાંધીનગર) - પાંચ લાખ..

(5) શ્રી રાજાભાઈ રૂડાચ (ખંભાળિયા) હાલ:અમદાવાદ)- પાંચ લાખ

(6) શ્રી દિલીપભાઈ શિલગા
 (પાંચ લાખ) 

(7)શ્રી રમેશદાનજી પ્રભુદાનજી રોહડીયા (હાલ: રાજકોટ) મુ.વતન:ખડકાણા
(પાંચ લાખ)

(1)શ્રી દિપકભાઈ ચંદ્રકાંતભાઈ દેથા (વાલોવડ)(૧,૫૧,૦૦૦/-)

(2)શ્રી શક્તિદાનભાઈ ટાપરીયા (રાજકોટ) (૧,૧૧,૧૧૧/-)

(3)શ્રી આવડદાનભાઈ ઝુલા..(કુવાવા) (૧,૦૦,૦૦૦/-)

(4) પદ્મશ્રી ભિખુદાનભાઈ ગઢવી (જુનાગઢ)- 
(1,00,000/-₹)

(5) શ્રી પ્રવિણભાઈ શક્તિદાનજી ગઢવી (સાંબરડા)
 (1,00,000/-₹)

(6) શ્રી રામબા ખુમાનસિંહજી મહેડુ (વતન:દેગામ,હાલ:જશોદાનગર)
(1,00,000/-₹)

(7) શ્રી ર્ડા.બળવંતભાઈ ખડીયા (તપ હોસ્પિટલ,આદિપુર)
૧,૦૦,૦૦૦/-₹ એક લાખ..

(8) શ્રી સ્વ: અર્જુનદાનજી દેવીદાનજી ઝુલા (કુવાવા) ના સ્મર્ણાર્થે હસ્તે:
નિર્મલદાનજી અર્જુનદાનજી ઝુલા 
(અધિક ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ) અમદાવાદ
51,000/-₹ 

(9) સ્વ:શ્રી  જશુબા મેકરણદાન લાળસ ના પરીવાર
(હાલ હળવદ મુળ રાયસંગપુર)
51,000/-₹

(10) શ્રી રાહુલદાન અજીતદાનજી ટાપરીયા (ગામ - જાળીયાળા,હાલ - બોપલ , અમદાવાદ)
૫૧,૦૦૦/-

આઈ શ્રી સોનલ કૃપા સદાય રહે..

નવા યોગદાન માટે અથવા 
નોંધાવેલ નામ,શાખ,કે રકમ કંઇ પણ સુધારા માટે..
સંપર્ક: 98250 05224
જય સોનલ..🙏

ગાંધીનગર ખાતે શિક્ષણ માટે ઉમદા પહેલ

🚩જય સોનલ..🙏

અમદાવાદ ગાંધીનગરની વચ્ચે થોડા સમય પહેલા એક “દોઢ વિઘો” જગ્યા શ્રી એસ.કે.લાંગા સાહેબ,શ્રી બળવંતભાઈ,શ્રી કૈલાશભાઈ તથા શ્રી રામદાનભાઈએ જોઈ છે..જે આપણા પ્રોજેક્ટ માટે ખુબ જ અનુકુળ છે..આપ સૌનો સહકાર અને સાથ છે એટલે આ વાત અહીં મુકી રહ્યો છું.દરવખતે ગૃપમાં ચર્ચા થાય છે અને પછી આગળ વાત વધતી નથી..પણ આજે માઁ સોનલનો  હુકમ હોય એવુ લાગે છે..એટલે આ વાત સાથે દ્રઢતા પુર્વક આગળ વધવા માંગીયે છીયે..
જેમ હરિદ્વાર પ્રોજેકટ કર્યો એમ જ આ પ્રોજેક્ટ પુરો કરવા માંગીએ છીયે..જે સમગ્ર ગુજરાત માટે એક ડ્રીમ પ્રોજેક્ટ રહેછે..
ઉપરોક્ત જમીન આશરે ૪૧૦૦ વાર છે...ખેતીની જમીન છે..ભવિષ્યમાં બાજુમાં જ બીજી વધારે જગ્યા મળવાની શક્યતા પણ છે..
આ પ્રોજેક્ટ આપણે આઈ શ્રી સોનલ ચારણ પરિવાર(ASCP) ના નેજા હેઠળ અને CGIF પ્રેરીત રહેશે..એટલે બંને સંસ્થા સાથે મળીને કરશે એટલે હરિદ્વાર પ્રોજેક્ટની જેમ જ સફળતા મળશે..ASCP+CGIF એટલે સમગ્ર ચારણ સમાજ ગણી શકાય અને આપણે બધા એક ટીમ વર્કથી આ કાર્ય કરીશુ..દરેક વિસ્તારમાંથી કામ કરે એવા પ્રતિનિધીઓ સાથે રાખી એક અલગ વર્કિગ ટીમ બનાવીશુ..માઁ સોનલને આગળ કરી આ કાર્ય માટે સંકલ્પ કરીયે..શ્રી એસ.કે.લાંગા સાહેબ સહિતનાં તમામ આગેવાનોનાં નેતૃત્વ હેઠળ આ કાર્ય શરૂ થશે એટલે ધાર્યા કરતા ઓછા સમયમાં પુરૂ થશે..આપ સૌના મંતવ્ય આવકાર્ય છે..

આ પ્રોજેક્ટ હેઠળ ત્રિવિધ પ્રવૃત્તિ હાથ ધરાશે. 
૧). કન્યા છાત્રાવાસ અને કુમાર છાત્રાવાસ. બન્ને જુદા જુદા તથા સંપૂર્ણ સુવિધા અને સુરક્ષા યુક્ત
૨). યુવાવર્ગને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાની જરૂરી તમામ સુવિધા જેવી કે વર્ગ ખંડ, લાયબ્રેરી, કોચીંગ કોન્ફરન્સ હોલ ઓડિયો વિજ્યુઅલ સુવિધા સાથે. 
૩). સામાજિક જરુરિયાત મુજબની અન્ય તમામ સુવિધાઓ..

બસ આ પ્રોજેકટ્સ હવે એક ચર્ચા નો વિષય નહી પણ એક શુભ શરૂઆત થાય એવી અપેક્ષા સાથે સૌને જય સોનલ..🙏

જે કોઈ ને યોગદાન આપવું હોય તો સંપર્ક કરી શકો છો.
દિલીપભાઈ શીલગા 
9825005224

        વંદે સોનલ માતરમ્

ઉપરોક્ત પ્રોજેકટ માટે માઁ સોનલ કૃપાથી શુભ શરૂઆત થઈ ગઈ છે..

(1) શ્રી સમર્થદાનભાઈ ઝૂલા (પ્રમુખશ્રી અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટ, ગાંધીનગર) - 11,00,000 /- (અગીયાર લાખ)

(2) શ્રી એસ.કે.લાંગા સાહેબ (IAS) (પાંચ લાખ)

(3)શ્રી દૌલતસિંહ ગઢવી (મુ.વતન:ચરાડા,હાલ:મુંબઈ)
 (પાંચ લાખ)

(4) શ્રી અભેસિંહભાઈ ઝુલા (મુ.વતન:કુવાવા (હાલ:ગાંધીનગર) - પાંચ લાખ..

(5) શ્રી રાજાભાઈ રૂડાચ (ખંભાળિયા) હાલ:અમદાવાદ)- પાંચ લાખ

(6) શ્રી દિલીપભાઈ શિલગા
 (પાંચ લાખ) 


(1)શ્રી દિપકભાઈ ચંદ્રકાંતભાઈ દેથા (વાલોવડ)(૧,૫૧,૦૦૦/-)

(2)શ્રી શક્તિદાનભાઈ ટાપરીયા (રાજકોટ) (૧,૧૧,૧૧૧/-)

(3)શ્રી આવડદાનભાઈ ઝુલા..(કુવાવા) (૧,૦૦,૦૦૦/-)

(4) પદ્મશ્રી ભિખુદાનભાઈ ગઢવી (જુનાગઢ)- 
(1,00,000/-₹)

5 जनवरी 2020

પ્રવિણભાઈ મધુડા દ્રારા સાહિત્ય જતન માટે પુસ્તકો પ્રકાશનનું ઉમદા કાર્ય

પ્રવિણભાઈ મધુડા દ્રારા સાહિત્ય જતન માટે પુસ્તકો પ્રકાશનનું ઉમદા કાર્ય

"અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી" કંઈક કરી છૂટવાની પ્રબળ ઈચ્છા અને કંઈક કરવાની અદમ્ય ઝખનાવાળા પ્રવિણભાઈ મધુડા દ્રારા સાહિત્યના જતન માટે પુસ્તકો પ્રકાશનનું ઉમદા અને અમુલ્ય કાર્ય કરવામાં આવે છે. ખૂબ જ મહેનત અને જહેમતથી રાત દિવસ પ્રવિણભાઈ પુસ્તક પ્રકાશનનું કાર્ય કરે છે.
ચારણ કવિશ્રી પ્રવિણભાઈ મધુડા નું પરિચય
નામ :- પ્રવિણભા હરુભા મધુડા
જન્મ :- તા.11-06-1986
અભ્યાસ :- આઠ પાસ
સાહિત્ય ક્ષેત્રે યોગદાન :- સ્વરચિત 1000 જેટલી કાવ્યો, સંપાદન કરેલ 41 જેટલા પુસ્તકો
પુસ્તકો મંગાવવા માટે સંપર્ક
9723938056
       વંદે સોનલ માતરમ્


*આઈ શ્રી પુરામાં સ્મૃતિ પ્રકાશન અને પ્રવીણભાઇ મધુડા ના સંપાદિત* પુસ્તકો મંગાવો અથવા એક વખત ૧૧૦૦૦ માં આજીવન સભ્ય બનીને એક - એક પ્રતિ આજીવન મેળવો

*૧.  માતૃ વંદના  રૂ. ૭૦*

*૨.  શિવ વંદના  રૂ. ૨૫૦*

*૩.  શક્તિ વંદના  × અપ્રાપ્ય ×*

*૪. ચરજ થી અરજ ભાગ -૧ રૂ. ૭૫*

*૫. ચરજ થી અરજ ભાગ -૨ રૂ. ૭૫*

*૬. ચરજ થી અરજ ભાગ -૩ રૂ. ૭૫*

*૭. ચરજ થી અરજ ભાગ-૪ રૂ. ૭૫*

*૮. આઈ શ્રી સોનલ સતસઇ રૂ. ૧૦૦*

*૯. આઈ શ્રી સોનલ આરાધ રૂ. ૧૦૦*

*૧૦. આઈ શ્રી સોનલ વંદના × અપ્રાપ્ય ×*

*૧૧. આઈ શ્રી સોનલ માળા × અપ્રાપ્ય ×*

*૧૨.નાગદમણ-સાંયાજી ઝુલા રૂ.૧૦૦*

*૧૩. આઇયુંને આરદા ભાગ -૧  રૂ. ૭૫*

*૧૪. આઇયુંને આરદા ભાગ -૨  રૂ. ૭૫*

*૧૫. આઇયુંને આરદા ભાગ -૩  રૂ. ૭૫*

*૧૬. આઇયુંને આરદા ભાગ -૪  રૂ. ૭૫*

*૧૭. ચારણી શક્તિ ઉપાસના  રૂ. ૮૦*

*૧૮. કાઠીયે કાઠીયાવાડ કીધો  રૂ.૨૫૦*

*૧૯.સોરઠાની સરવાણી ભાગ ૧ (કાનીયા શતક) રૂ.૫૦*

*૨૦.સોરઠાની સરવાણી ભાગ ૨ (કાનીયા શતક)   રૂ.૫૦*

*૨૧.સોરઠા ની સરવાણી ભાગ ૩ (ખાતરા શતક) રૂ.૫૦*

*૨૨. પિંગલ કાવ્ય પુષ્પ ભાગ ૧ રૂ.૫૦*

*૨૩.સુબોધ બાવન(પાલું ભગત)  રૂ.૧૫૦*

*૨૪.વિરમ કાવ્ય પુષ્પ(વીરમભાઈ વાચા)રૂ.૧૦૦*

*૨૫.હરિરસ બૃહદ(મહાત્મા ઇશરદાસજી) રૂ.૧૫૦*

*૨૬. હરિરસ પોકેટ(મહાત્મા ઇશરદાસજી ) રૂ.૮૦*

*૨૭.દેવીયાંણ (મહાત્મા ઇશરદાસજી )પોકેટ રૂ.૮૦*


*૨૮.ગીરની ગંગોત્રી (કવિ રાજભા ગીર)રૂ.૩૦૦*

*૨૯.આઈશ્રી વડવાળી મોગલ વંદના (સ્વરચિત)રૂ.૧૦૦*

*૩૦.આઈ શ્રી મોગલ છન્દ આરાધ રૂ.૧૦૦*

*૩૧.આઈ શ્રી મોગલ વંદના (ચરજૂ )રૂ.૧૦૦*

*૩૨.આઈ શ્રી મોગલ આરાધના(ચરજૂ ) રૂ.૧૦૦*

*૩૩.આઈ શ્રી મોગલ દોહા ચાલીસા રૂ.૬૦*

*૩૪.જગદંબા આઈ જેતબાઇ રૂ.૧૫૦*

*૩૫. લખન કાવ્ય સંગ્રહ × અપ્રાપ્ય ×*

*૩૬.ઇસ્વર નું જગત  × અપ્રાપ્ય ×*

*૩૭.શ્રી સુંદર વિલાસ  × અપ્રાપ્ય ×*

*૩૮.વરદાળીને વંદના  × અપ્રાપ્ય ×*

*૩૯.શ્રી નાગઇ પુરાણ  રૂ.૨૦૦*

*૪૦.પાંડવ યશેન્દુ ચન્દ્રીકા  રૂ.૬૦૦*

*૪૧.સૌરાષ્ટ્ર વંદના (કવિ દીલજીત બાટી) રૂ.૩૦૦*

આ શિવાય આપ જે પુસ્તકો માંગો તે મળશે  કાગવાણી ભાગ ૧થી૮ ,પ્રવીણ સાગર, તેમજ વંશ ભાસ્કર,ચારણ સાહીત્યકા ઇતિહાસ, વીર સતસઇ,
પૃથીરાજ રાસો,રાજસ્થાન કા ઇતિહાસ,વિભા વિલાસ,યદુવંશ પ્રકાશ,વાઘેલા વૃત્તાંત, ઝાલા વંશ વારીધિ, 
આવા કોઈ પણ અલભ્ય ગ્રંથો મેળવવા માટે કોન્ટેક કરો 

પ્રવીણ ભાઈ મધુડા રાજકોટ

97239 38056

2 जनवरी 2020

चारण संस्कृति अंक-37

चारण संस्कृति अंकनी माहिती

चारणी साहित्य अने लोकसाहित्य द्रारा संस्कार अने संस्कृतिने जाळवी राखवा प्रयत्न करतुं मेगेझीन ऐटले चारण संस्कृति

आईश्री सोनल मां ऐज्युकेशन ऐन्ड चेरीटेबल ट्रस्ट-राजकोट द्रारा प्रकाशित चारण संस्कृति अंकनी माहिती
त्रिमासिक अंक छे

जान्युआरी/ऐप्रिल/जुलाई/ऑकटोम्बर नी पहेली तारीखे प्रकाशीत करवामां आवे छे
डाउनलोड :- अंक - 37  (जान्यु-20) :- Click Here

तंत्रीश्री रामभाई जामंग
सह संपादक :- विश्वास शुकल 
लवाजम :-
रू.500 /- (पांच वर्षनुं)

चारण संस्कृति अंकनी लवाजम भरवानी माहिती
(1) रूबरू
चारण संस्कृति कार्यालय, मुळजीभाई के.लांबा, चारण वाडी, सुखरामनगर-2, कोठारीया चोकडी, राजकोट
(2) बेंक/चेक/मनीऑर्डर
नाम :- आईश्री सोनल मां ऐज्युकेशन ऐन्ड चेरीटेबल ट्रस्ट-राजकोट
बेंक :- बेंक ऑफ ईन्डीया (युनिवर्सीर्टी रोड राजकोट)
खाता नं :- 312710210000008
(नोंध :- जमा/चेक/मनीऑर्डर थी जमा करावी तेनी जाण योगेशभाई (9978442765) अथवा जयुभाई पालीया (9898501236) करवी)

लवाजम माटे संपर्क :- नानुभा नैया (8469497853)
चारण संस्कृति अंकना जुना अंको डाउनलोड करवा माटे⤵⤵
www.sonalmaatrust.org

चारण संस्कृति मुखपत्रनो हेतु अने भावना ऐवी छे के वधारेमां वधारे परिवारोना घरे पहोंचे अने वंचातु थाय तो आप अन्य परिवारोने जाणकारी आपीने ग्राहक बनावो

चारण अंक द्रारा चारण समाज माटे साहित्य , अवनवा समाचार, वगेरे माहिती आपवा मां आवे छे
दरेक चारणो आ अंकनी लवाजम भरी अवश्य चारण संस्कृति अंक मगाववा विनंती



चारणी साहित्य ब्लॉगना अपडेट WhatsApp पर मेळववा माटे

અમારો નંબર તમારી સંપર્ક સૂચિમાં દાખલ કરો અને 'સ્ટાર્ટ' (START) ,નામ અને સરનામુ લખીને મેસેજ મોકલો હવે તમને સમાચાર મળવા શરુ થઇ જશે. કેટલું સરળ !




Get On WhatsApp Update :- Click Here 

अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 




Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642


अवनवा समाचार, माहिती, जोब समाचार अने साथे चारणी साहित्य (जेमां काव्य,छंद, ऑडियो, बुक वगेरे....) स्वरूपे बधा सुधी पहोचे ते माटे Broadcast लीस्ट बनाववामां आवेल छे

जो तमने पण Broadcast लीस्ट मां जोडाववो मांगता होय तो आ नंबर 9913051642 सेव करी आपनुं पुरू नाम अने सरनामुं लखी मेसेज करो ऐटले टुंक समय मां ज आपने अपडेट ना मेसेज मळता थई जाशे.

आ Broadcast नो हेतु ऐटलो ज छे  वधारे चारणो सुधी माहिती पहोंचे अने उपयोगी थाय ऐ माटे आपना सहकार नी अपेक्षा छे.

खास नोंध :- आपना नंबर कोई ग्रुपमां ऐड करवामां नही आवे परंतु पर्सनल आपने मेसेज आवशे जेनी नोंध लेवा विनंती

                         सहकार बदल आपनो आभार
                               

                               वंदे सोनल मातरम

Sponsored Ads

ADVT

ADVT