.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

31 मई 2020

આઇશ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અનાજ કિટનું વિતરણ

31/05/2020
*આઇશ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ* દ્વારા દર વર્ષની જેમ આ 11 માં વર્ષે પણ જરૂરીયાતમંદ પરીવારોને અનાજ કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ.
*કુલ ૧૦૬ કીટનું* ( આશરે રૂ. 7.65 લાખ કિંમત) વિતરણ કરવામાં આવેલ છે જેમાં,
ઘઉં,
તેલનો ડબ્બો,
ગોળ,
ચોખા અને મગ(ખીચડી)
તેમજ કોરોના lockdown નિમિત્તે
રોકડા રૂ. 1000/= ખાસ  વધારાની સહાય કરવામાં આવેલ.

ટ્રસ્ટ આ જરૂરિયાત મંદ પરિવારોને દિવાળી તેમજ જન્માષ્ટમી નિમિત્તે *મીઠાઈ અને ફરસાણ* નું પણ વિતરણ કરે છે.

આજના વિતરણમાં સમાજના *યુવાનોએ* સેવા પૂરી પાડી *એકતાનું* અને યુવા શક્તિનું ઉદાહરણ આપેલ, તેને પ્રોત્સાહિત કરવા સમાજ ના શ્રેષ્ઠી ઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ટ્રસ્ટીઓ એ યોગ્ય આયોજન કરી ને માર્ગદર્શન પૂરું પડેલ હતું.

અગાઉ આ ટ્રસ્ટની સાથે    રાજકોટ ની બીજી 2 સંસ્થાઓ *ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ* અને 
*સમૂહ લગ્ન સમિતિ (જૂની)* 
એટલે કુલ 3 સંસ્થા ઓના આર્થિક સહયોગથી કોરોના રોગ ના ખાસ સંજોગો માં
 રૂ.150000 ની અનાજ કીટ અને તથા 1000 રૂ. આ પરિવારો ને રોકડા  
*શ્રી શક્તિ ચારણ યુવા સંગઠનના યુવાનો*  અને *યુથ વર્કિંગ કમિટીના યુવા કાર્યકર્તાઓ* 
એ કોરોના ના ભય હેઠળ પણ ઘરે ઘરે જઈ ને કીટ નું વિતરણ કરેલ.
આવા સમયમાં આ કરેલ *સેવા ની સમગ્ર સમાજે સરાહના* કરેલ હતી અને *અભિનંદન પાઠવ્યા હતા*.

30 मई 2020

પ.પૂ. આઈશ્રી સોનબાઇ મા વન પ્રવેશ મહોત્સવ ઉજવણી કાર્યક્રમને આજે 46 વર્ષ થયા


પ.પૂ. આઈશ્રી સોનબાઇ મા વન પ્રવેશ મહોત્સવ ઉજવણી કાર્યક્રમને આજે 46 વર્ષ થયા 

સવંત 2030 જેઠ સુદ- 10 અને 11
તા. 30-05-1974 અને 31-05-1974

પ.પૂ. આઈશ્રી સોનબાઇ મા વન પ્રવેશ મહોત્સવ ઉજવણી કાર્યક્રમના અહેવાલ ⤵️⤵️ માટે ચારણ અંક

ચારણ અંકની પીડીએફ ડાઉનલોડ કરવા માટે :- અહી ક્લીક કરો

ચારણ અંકના ફોટો પીડીએફ બનાવવા માટે આપનાર વડીલશ્રી મહિદાનભાઈ ગઢવી (આદિપુર)નું ખૂબ ખૂબ આભાર

    વંદે સોનલ માતરમ્



27 मई 2020

चारण समाजनु गौरव :- आई.सी.टी. ऑफिसर वर्ग-2

चारण समाजनु गौरव :- आई.सी.टी. ऑफिसर वर्ग-2 

गुजरात सरकारना विज्ञान अने प्रौधोगिकी विभाग हस्तकना खाताना वडा नियामक, आई.सी.टी. अने ई-गवर्नन्सनी कचेरी, गांधीनगर हेठळना सीधी भरती अजमायशी आई.सी.टी. ऑफिसर वर्ग-2  तरीके चारण गढवी समाजना नीचे मुजबना उमेदवारोनी निमणुक थयेल छे. 

क्रम       नाम                     निमणुक
(1) पियुषकुमार देवेन्द्रसिंह गढवी - कमिश्नर भुस्तर विज्ञान अने खनीजनी कचेरी, गांधीनगर
(2) राजेश नानुभाई ठाकरीया - कलेकटर कचेरी, जामनगर 
(3) महेशकुमार शकितदानभाई गढवी -  कलेकटर कचेरी, आणंद

सर्वेने खूब खूब अभिनंदन सह शुभेच्छाओ

वंदे सोनल मातरम

24 मई 2020

"ચારણી સાહિત્ય, ચારણત્વ" પ્રશ્નોત્તરી સ્પર્ધા તા.24-05-2020

"ચારણી સાહિત્ય, ચારણત્વ" પ્રશ્નોત્તરી સ્પર્ધા તા.24-05-2020

આજે આઈશ્રી સગત લૂંગ મા (વલદરા) જન્મોત્સવ તેમજ વીર ક્રાંતિકારી પ્રતાપસિંહ કેશરીસિંહ બારહઠ ની જન્મ જયંતિ અને શહીદ દિવસ છે. એમના ચરણો મા કોટી કોટી વંદન🙏🙏  આજના શુભ દિવસ ચારણ પ્રશ્નોત્તરી ભાગ-2 શરૂ કરવામાં આવે છે.

ભાગ લેવા માટે નીચેની લિંક :- Click Here


નિયમો
(1) ચારણ-ગઢવી સમાજ કોઈપણ વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. 
(2) આ સ્પર્ધા 10 દિવસ હશે. અને 10 દિવસ ભાગ લેવું ફરજીયાત છે.
(3) દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
(4) કુલ 15 પ્રશ્નના જવાબ આપવાના રહેશે.
(5) સ્પર્ધા તા.24-05-2020 થી તા.02-06-2020 સુધી ખુલ્લી રહેશે.
(6) એક વ્યક્તિ એક જ વખત ક્વિઝમાં ભાગ લઈ શકશો. 
(7) આ સ્પર્ધા માતાજીને સાક્ષી રાખીને કોઈપણ પુસ્તક માંથી જોયા વગર પ્રશ્નોના જવાબ પ્રમાણિક પણે આપવાના રહેશે.
(8) સાચા જવાબો અને વિજેતાઓની યાદી સ્પર્ધા અંતે જાહેર કરવામાં આવશે.
(9) આ સ્પર્ધાના અંતે જેમના વધારે પ્રશ્નોના સાચા જવાબ હશે એમ ક્રમ અનુસાર 1 થી 10 સુધીના ને વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતાઓને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ વિજેતાઓની  યાદી ચારણી સાહિત્ય બ્લોગ પર મુકવામાં આવશે.
(10)  બધા પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે. જવાબ આપ્યા બાદ SUMBIT પર ક્લીક કરવું.

આવો આપણે લોક ડાઉનનું સદ્ ઉપયોગ જ્ઞાન સાથે આ પ્રશ્નોત્તરી થી કરીએ

          વંદે સોનલ માતરમ્

क्रांतिकारी प्रतापसिंह बारहट(चारण) की जयंती एवं शहादत दिवस

क्रांतिकारी प्रतापसिंह बारहट(चारण) की  जयंती एवं  शहादत दिवस


शहीद प्रतापसिंह बारहट्ट (चारण)   

उनका जन्म राजस्थान के उदयपुर में हुआ थे। वे केसरी सिंह बारहठ के पुत्र थे। प्रारंभिक शिक्षा कोटा, अजमेर और जयपुर में हुई। क्रांतिकारी मास्टर अमीरचंद से प्रेरणा लेकर देश को स्वतंत्र करवाने में जुट गए।

वे रासबिहारी बोस का अनुसरण करते हुए क्रांतिकारी आन्दोलन में सम्मिलित हुए। रास सिंह बिहारी बोस का प्रताप पर बहुत विश्वास था। ३ दिसम्बर १९१२ को लॉर्ड हर्डिंग्स पर बम फेंकने की योजना में वे भी सम्मिलित थे। उन्हें बनारस काण्ड के सन्दर्भ में गिरफ्तार किया गया और सन् १९१६ में ५ वर्ष के सश्रम कारावास की सजा हुई। बरेली के केंद्रीय कारागार में उन्हें अमानवीय यातनाएँ दी गयीं ताकि अपने सहयोगियों का नाम उनसे पता किया जा सके किन्तु उन्होने किसी का नाम नहीं लिया। ७ मई १९१८ को जेल में ही उनकी मृत्यु हो गई। बरेली जेल में चार्ल्स क्लीवलैंड ने इन्हें घोर यातनाएं दी ओर कहा - "तुम्हारी माँ रोती है " तो इस वीर ने जबाब दिया - " में अपनी माँ को चुप कराने के लिए हजारों माँओ को नहीं रुला सकता। " और किसी भी साथी का नाम नहीं बताया।


"वीरां प्रताप जननीम् सततम् स्मरामि''
....................................................
यह वे शब्द हैं जो आजादी के पुरोधा और अमर शहीद ठाकुर केसरीसिंह बारहठ ने अपने पुत्र अमर शहीद कुंवर प्रतापसिंह बारहठ की शहादत पर वीर माता माणिक्य कंवर के प्रति ऐसा पुत्र जनने पर आभार प्रकट करते हुए कहे थे।
............................................................
......................................
मैं अपनी एक मां को हंसाने के लिए हजारों माताओं को नहीं रूला सकता
............................................................
...................................
पराधीनता के पाश को काटने के लिए सर्वस्व बलिदान की भाव-भूमि पर खड़े भारतीय क्रांतिकारी आंदोलन में निहित आनंद-मठ की संतानों की अप्रतिम उत्सर्ग भावना को शाहपुरा के बारहठ परिवार ने चरितार्थ कर दिखाया था। प्रतापसिंह बारहठ समूचे देश में विरले ही क्रांतिकारी हैं जिनका जन्मदिन व पुण्यतिथि एक ही दिन की है। शाहपुरा जिला भीलवाड़ा में जन्मे कुंवर प्रतापसिंह बारहठ की जन्मतिथि 24 मई 1893 तथा आत्मोत्सर्ग 24 मई 1918 को हुआ है। प्रताप का बचपन व प्रांरभिक शिक्षा कोटा में हुई। प्रताप ने आजादी के आंदोलन में प्राणोत्सर्ग का निश्चय कर मां से धोती फट जाने के बहाने तीन रुपए का प्रबंध करने की विनती की और मां ने रुपए का प्रबंध कर उन्हें दिए। तब वीर माता यह नहीं जानती थी कि उसके पुत्र को यह रुपए धोती के लिए नहीं आजादी के आंदोलन में शामिल होने के लिए प्रस्थान करने को चाहिए। दिल्ली के चांदनी चौक में लार्ड हॉर्डिंग्स पर बम फेंकने के बाद वीरवर प्रताप के पकड़े जाने पर वीर माता को प्रताप की यह बात समझ आई। तब उस वीर माता का जो कथन था वह आज भी रगों में उबाल ला देता है। उन्होंने कहा था कि यदि प्रताप मुझे अपनी मंशा जाहिर करता तो मैं उसे तिलक लगाकर विदा करती।
घर से निकलने के बाद प्रताप क्रांतिकारी दल में शामिल हो गए। जहां उनका रास बिहारी बोस, मास्टर अमीरचंद जैसे क्रांतिकारियों से संपर्क हुआ और अल्प समय में ही वह विपल्वकारी क्रांति पुजारी प्रताप उनका विश्वासपात्र बन गया। और इसके बाद ही उन्होंने वीरवर काका जोरावरसिंह बारहठ के साथ मिलकर दिल्ली के चांदनी चौक में लार्ड हॉर्डिंग पर उस समय बम फेंका जब वह भारत वर्ष की अस्मिता को रौंदने के उद्देश्य से हाथी पर बैठकर अपनी अंग्रेजी शान को दर्शाने की कोशिश कर रहा था। इसके बाद प्रताप लंबे समय तक भूमिगत रहकर क्रांतिकारी गतिविधियों को अंजाम देते रहे। फिर वह काला दिन भी आया जब अपने एक परिचित की गद्दारी के कारण जोधपुर के निकट आसानाडा रेलवे स्टेशन पर धोखे से उन्हें गिरफ्तार कर लिया गया। इसके बाद उन्हें बरेली जेल में भेजा गया, जहां अंग्रेजों ने भारत मां के उस वीर सपूत को घोर यातनाएं दीं और पिता केसरी सिंह व चाचा जोरावर सिंह को छोड़ देने जैसे प्रलोभन देकर तोड़ना चाहा।
"प्रताप को कहा गया कि तुम्हारी मां तुम्हारे लिए रोती है। तब उस वीर सपूत द्वारा दिया गया जवाब अंग्रेज अफसरों को अंदर तक हिला गया। प्रताप ने निड़र होकर बड़े साहस के साथ उत्तर दिया कि मैं अपनी एक मां को हंसाने के लिए हजारों माताओं को नहीं रूला सकता। ऐसा था आजादी का वरण करने वाला वो महान योद्धा।"
अंग्रेजों के जुल्म की इंतहा यही पर खत्म नहीं हुई, उन जालिमों ने कुंवर प्रताप के आत्मोत्सर्ग करने बाद भी उनकी पार्थिव देह को अपमानित करने का प्रयास किया और प्रताप के हिंदू होने के बावजूद ब्रिटिश अधिकारियों ने उनकी पार्थिव देह को बरेली जेल परिसर में कब्र खोद कर दफना दिया। प्रताप को अंतिम बार भीलवाड़ा रेलवे स्टेशन पर मालगाड़ी में लगे अंग्रेज अफसर मिस्टर आर्मस्ट्रांग, तत्कालीन इंस्पेक्टर जनरल पुलिस, इंदौर, के सैलून में देखा गया था। जब वे पुलिस हिरासत में थे। मिस्टर आर्मस्ट्रांग प्रताप के पिता केसरीसिंह बारहठ के विरुद्घ चल रहे राजद्रोह के केस का इंनेस्टीगेशन इंचार्ज था। उस समय पिता-पुत्र के बीच कुछ पल संवाद हुआ, जिसमें पिता ने प्रताप को ताकीद किया कि यदि उसने अंग्रेजों से किसी भी प्रकार का समझौता किया तो जेल से निकलने पर मेरी पहली गोली तेरे ही सीने पर चलेगी।
कु. प्रतापसिंह की शहादत पर पिता केसरीसिंह बारहठ ने बहिन को हजारी बाग जेल से एक पत्र लिखा जिससे स्पष्ट होता है कि प्रताप के बलिदान को उन्होंने अपने परिवार की ऐतिहासिक उपलब्धि माना। केसरीसिंह बारहठ ने अपने पत्र में लिखा था कि -
"भारत में जन्म लेने के साथ ही जो कर्तव्य प्रत्येक भारतीय को अविच्छिन्न प्राप्त होते हैं, जो ऋण- वह पुरुष हो या स्त्री- सब पर रहता है, उस ऋण से मुक्ति पाने में ही हमारा कल्याण है। तुम यह जानकर अवश्य संतुष्ट होंगी कि भारत के इस प्रमुख प्रदेश में जागृति होने का शुभारंभ अपने कुटुंब की महान आहुति से हुआ है।"
मित्रों इस भावुक क्षण की अनुभूति भी कितनी करुण, कितनी उत्तेजक है जब शहीद प्रताप को जन्म देने वाली वीर माता माणिक्य कंवर के प्रति स्वयं ठाकुर केसरीसिंह बारहठ ने श्रद्धा अर्पित करते हुए लिखा कि- वीरां प्रताप जननीम् सततम् स्मरामि
ऐसे महान परिवार और उसके महान सपूत अमर शहीद कुंवर प्रतापसिंह बारहठ को उनकी पुण्यतिथि पर मेरा शत-शत नमन......

क्रांतिकारी केसरीसिंह  तथा शहीद प्रतापसिंह बारहट्ट (चारण) ना तैल चित्रोना अनावरण ::- Click Here


Sponsored Ads

21 मई 2020

|| बन्यु मन्न वेरी ||

*||  बन्यु  मन्न   वेरी  ||*
*|| छंद -  भुजंगी ||*
*|| कर्ता मितेशदान गढवी(सिंहढाय्च) ||*


दरेक ना जीवन नी एक ज वात,,,,क्याक तो मन्न वेर मा पड़ी जाय 

जेम के,
लोचन मन नो झगड़ो,
हैया ने मन नो झगड़ो,
कान अने मन नो झगड़ो,
दरेक वात मा मन्न ज वच्चे  मुख्य छे


*भली जो करी भात नी वात  भेरी,*
*जुगारी रह्यु  दल्ल  झांखे  न  झेरी,*
*वळी आज   नाख्यु  बनेलु   वधेरी,*
*व्यथा ना  विचारे   बन्यु   मन्न  वेरी,*


*टकोरे   सदा  ने   ए लावण्य टाणु,*
*वदी  वात  पाछी  फरीने  वखाणु,*
*बनी  जो  वखाणे चडी वात  बेरी,*
*व्यथा  ना  विचारे बन्यु  मन्न  वेरी,*


*छटा  कोट  छानी  रही ना छताये,*
*छताये   बचावी  रखी  छाप छाये,*
*फटी  जो  फुलीने  दबी चाप फेरी,*
*व्यथा ना  विचार बन्यु  मन्न   वेरी,*


*हती   कैक   प्रश्नोपणा नी हयाती,*
*विरोधी  जवाबो तणी गंध   वाती,*
*दुभीनाथ  दल्ली  बनी  एक   देरी,*
*व्यथा  ना  विचारे बन्यु  मन्न    वेरी*


*कथी बातनी शुं ! कमाणी कहानी,*
*हठी लागणी थी बची  अंत   हानी,*
*सुनी  मीत  शाने  पड़ी  भाव शेरी,*
*व्यथा ना विचारे  बन्यु   मन्न   वेरी,*




*🙏---मितेशदान गढ़वी (सिंहढाय्च)🙏*


*कवि मित*
9558336512

19 मई 2020

चारण गढवी समाजनु गौरव - नायब मामलतदार तरीके प्रमोशन

चारण गढवी समाजनु गौरव - नायब मामलतदार तरीके प्रमोशन

महेसुल विभागना वहीवटी नियंत्रण हेठळनी कलेकटर कचेरीओ खाते बिन सचिवालय कारकुन वर्ग-3 तथा महेसूली तलाटी वर्ग-3, ताबानी महेसुली सेवा संवर्गमा फरज बजावता नीचे मुजबना चारण गढवी समाजना कर्मचारीओने नायब मामलतदार वर्ग-3 तरीके बढती आपवामा आवेल छे.

क्रम नाम जिल्लो

1 हेमेन्द्र शंभुदानभाई गढवी - नवसारी
2 जीतेन्द्र भुपतसिंह रतनु - वलसाड
3 प्रविणाबेन हिमंतसिंह गढवी -खेडा
4 संजयकुमार बलवंतदानजी गढवी - बनासकांठा
5 श्रद्धाबेन हार्दिककुमार गढवी -खेडा
6 विवेक भरतभाई गढवी - वलसाड
7 विवेक मोहनलालभाई गढवी - कच्छ
8 मोमाया सामाभाई गढवी - डी.डी
9 जयदीप महेशभाई गढवी - वलसाड
10 राजलबेन अंबादानभाई गढवी - अहमदाबाद

सर्वेने खूब खूब अभिनंदन

वंदे सोनल मातरम

16 मई 2020

જીવન ખારૂં ઝેર મેકરણભાઈ ગગુભાઈ લીલા


               જીવન ખારૂં ઝેર                                                                      
દોહા
ડેલીએ    હોય     ના    ડાયરો,     ઓરડીયે     અંધેર,
ભેદુ  કવિ  મેકરણ  ભણે,  એનું  જીવન  ખારૂં  ઝેર. (1)

ખેતર   વાડીને   ખોરડાં,    હોય   મહા   પ્રભુની   મહેર,
એને કજીયાળી હોય કામીની, તો એનું જીવન ખારૂં ઝેર. (ર)

ભિખારી  ભિખારી  થઈ  ભટકયા  કરે,  ઘાંઘા  ઘરના્ં  ઘેર,
ભેદુ કવિ  મેકરણ ભણે,   એનું  જીવન  ખારૂં  ઝેર. (3)

નહીં   દુઝાણું   નહી   દિકરા,   નહીં   ઘુંઘટવાળી   ઘેર,
ભેદુ કવિ  મેકરણ ભણે,  એનું  જીવન  ખારૂં  ઝેર. (4)

કવિ : મેકરણભાઈ ગગુભાઈ લીલા. (ભેદુ કવિ મેકરણ) ગામ : સનાળી. 
ટાઈપ બાય : રાજેન્‍દ્ર પ્રતાપદાન લીલા.    
rajendralila@ymail.com   

ફટને શું ? ફીટકાર મેકરણભાઈ ગગુભાઈ લીલા


              ફટને શું ? ફીટકાર                                                                    
દોહા

જીવિકા બિજાની અળસાવી,   પાપી પેટ ભરનાર,
ભેદુ કવિ મેકરણ ભણે, એવા ફટને શું? ફીટકાર. (1)

જમીન બીજાની ઝોંટી  લીએ,   કાળાં ધોળાં કરનાર,
ભેદુ કવિ મેકરણ ભણે, એવા ફટને શું? ફીટકાર. (ર)

મોઢે  દાઢી  મુનિ  જેવા,    અંતર  મેલપ   અપાર,
ભેદુ કવિ મેકરણ ભણે, એવા ફટને શું? ફીટકાર. (3)

શ્વેત  સ્‍વાંગ  અંગે  સજી,   બગલા  જેવા  બણનાર,
ભેદુ કવિ મેકરણ ભણે, એવા ફટને શું? ફીટકાર. (4)

મુખ   પર   મીઠાસ   ભરી,    અવળું   દરનાર,
 ભેદુ કવિ મેકરણ ભણે, એવા ફટને શું? ફીટકાર. (પ)

મેકરણ’ કે  ભલે  હોય  મોટા,  પાપી­પડતા  પોળા,
વેળા પડ્યે થાય વેગળા, (ઈ) મથરાવટીયે મોળા.(6)


કવિ : મેકરણભાઈ ગગુભાઈ લીલા. (ભેદુ કવિ મેકરણ) ગામ : સનાળી. 
ટાઈપ બાય : રાજેન્‍દ્ર પ્રતાપદાન લીલા.    
rajendralila@ymail.com   

જટ ભણાવવા જુહાર મેકરણભાઈ ગગુભાઈ લીલા



             જટ ભણાવવા જુહાર                                                                          
દોહા

સુમ  લંપટને  ચાગલા,   જેને  લાજ  નહિ  લગાર,
ભેદુ કવિ મેકરણ ભણે, એને જટ ભણવા જુહાર. (1)
મન    મેલા    મુખ    મીઠા,    પ્રપંચી   પારાવાર,
ભેદુ કવિ મેકરણ ભણે, એને જટ ભણવા જુહાર. (ર)
ભંભેરી  કાન  ખોટું  ભણે,  જેને  પૈસા  ઉપર  પ્‍યાર,
ભેદુ કવિ મેકરણ ભણે, એને જટ ભણવા જુહાર. (3)
ભાગ  ભલામાં  ભજવે નહિ, અવરનું બુરૂ દરનાર,
ભેદુ કવિ મેકરણ ભણે, એને જટ ભણવા જુહાર. (4)
ચંચળ મુંઢ  ને  ચાડીયા,  કપટી  ખુશામત  કરનાર,
 ભેદુ કવિ મેકરણ ભણે, એને જટ ભણવા જુહાર. (5)

ખાઈ  જાય  એનું  ખોદતા, ગપોડી  મોટા   ગેમાર,
 ભેદુ કવિ મેકરણ ભણે, એને જટ ભણવા જુહાર. (6)

વે  મેમાન  ઉતાવળો,  હોય અળખામણો અપાર,
 ભેદુ કવિ મેકરણ ભણે, એને જટ ભણવા જુહાર. (7)

તરકટીને   તસગર   કહું,   નિરખે   જે    પરનાર,
 ભેદુ કવિ મેકરણ ભણે, એને જટ ભણવા જુહાર. (8)

મહા  પ્રભુને  માને  નહિ,  અંગ નહિ કુળ અણસાર,
 ભેદુ કવિ મેકરણ ભણે, એને જટ ભણવા જુહાર. (9)

કવિ : મેકરણભાઈ ગગુભાઈ લીલા.    
ટાઈપ બાય:રાજેન્‍દ્ર પ્રતાપદાન લીલા.    
rajendralila@ymail.com    

સરવો સોરઠ દેશ - મેકરણભાઈ ગગુભાઈ લીલા



સરવો સોરઠ દેશ

દોહા

 પાતળ  બદન  ને  પદમણી,  જના  કડ  લગ લંબા કેશ,
 ભેદુ કવિ  મેકરણ ભણે,    એવો સરવો સોરઠ દેશ. (1)
ડણકે     સાવઝ     ડુંગરે,     હાંકલ   વીર     હંમેશ,
 ભેદુ  કવિ મેકરણ ભણે,   એવો  સરવો સોરઠ દેશ. (ર)
 મરજાદા     પાલન     મહા,     પંડ   ઢાંકણ   પેરવેશ,
 ભેદુ કવિ  મેકરણ ભણે,    એવો સરવો સોરઠ દેશ. (3)
ઉજળ     પખાના    આદમી,   લોભ  નહિ  લખ  લેશ,
  ભેદુ  કવિ  મેકરણ ભણે,    એવો સરવો સોરઠ દેશ. (4)
ગર્ય   ઘાટી   ગરવો   ધણી,      નમણા  ચારણ  નેશ,
  ભેદુ કવિ  મેકરણ ભણે,   એવો  સરવો  સોરઠ દેશ. (પ)
મેયું    ગાયું    મલકતી,       નારી     નાજુક    વેશ,
  ભેદુ કવિ  મેકરણ ભણે,   એવો  સરવો  સોરઠ  દેશ. (6)
મેકરણ    કઈ    મુલક   હે,     દેખો   દેશ    વિદેશ,
  શુર દાતા  સાવઝ  સુરા,    એવો  સરવો  સોરઠ  દેશ. (7)
યાદ   કરે   અંતર   ઠરે,   એવા   સજજન   ભેટે  શેણ,
  મેકરણ માયાળુ  માનવી,  જેનાં  વહાલાં  લાગે  વેણ. (8)
ગરવો   તિરથ   સોમનાથને,    શેતલ    ભાદર    શેણ,
 મેકરણ માયાળુ  માનવી,  જેનાં વહાલાં  લાગે  વેણ. (9)
 સાગ    શીશમને    શેમળા,      નીરખું    ચારણ   નેશ,
 ‘ભેદુ’  સાવઝ  ભાઈબંધ,  એવો  સરવો  સોરઠ  દેશ. (10)
 મેમાનોને    ગીરનાં    માનવી,      ખવરાવીને    ખાય,
  ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એમાં મારો ઠાકર રાજી થાય. (11)

કવિ : મેકરણભાઈ ગગુભાઈ લીલા. (ભેદુ કવિ મેકરણ) ગામ : સનાળી. 
ટાઈપ બાય : રાજેન્‍દ્ર પ્રતાપદાન લીલા.    rajendralila@ymail.com    

15 मई 2020

ભેર કર ભેર કર જોગમાયા કવિ : મેકરણભાઈ ગગુભાઈ લીલા


ભેર કર ભેર કર જોગમાયા
દોહા
અરજ  સુણીને  અમતણી,  ભગવતિ રહેજયો ભેર,
દૈત્‍ય   વિડારણ  દેવીઓ,    માતુ  કરજયો  મેર.

છંદ : ઝુલણા

માત  સતયુગથી   લડાવ્‍યાં  લાડ  તેં,   પ્‍હાડ  હેમાલયે  સ્‍થાન  દીધું,
પાળીયા  અમોને  હિંચોળ્‍યા  પારણે,     કોઈ  દિ  વેણ ના કઠણ કીધું,
ફડક તો  ના હતી જરાયે ફેફરે,    એવા યુગ સતયુગ સુખથી વીતાયા,
તુંહારા  ચરણની  રજ  અમો  ચારણો,     ભેર કર ભેર કર જોગમાયા.
                                                        ટેક........(1)

યુગ   ત્રેતા   અને   દ્વાપરે  દેવિયો,    સમરતાં   અમોને  સાદ  દેતી,
અમતણી  જીભ પર રાસ  રમતી  હતી,  વિમળવાણી સદા મુખ વહેતી,
દેવની  સભામાં અમે   દેવના   દેવથા,    ગુણ જે વ્‍યાસ મુખે ગવાયા,
તુંહારા  ચરણની   રજ  અમો  ચારણો,  ભેર કર ભેર કર જોગમાયા.(ર)

હરઘડી  હાજરાં  હજુર  રહેતી  હતી,      લાડથી  ખૂબ  સંભાળ  લેતી,
તારા અભય વરદાનથી દેવ ડરતા હતા,  કર ધરી ત્રશુળ ખમકાર કેતી,
વિમળ વાઘેશ્વરી  તારા  ઈશ્વરી  ગુણના,  પુરણ જે વેદ ના પાર પાયા,
તુંહારા ચરણની   રજ  અમો  ચારણો,  ભેર કર ભેર કર જોગમાયા.(3)
અડાભીડ  ચારણો  થયા  જે  ગળે,   ગઢપતિ  દબાતા હતા ગરવા,
વદન પર તરતને  તરત  સાચૂં  વદે,   પ્રથમથી હતી ના કાંઈ પરવા,
શિવ શકત‍િ તણા અમે ઉપાસક ચારણો, ભગવતી ભાવ ભકત‍િ ભુલાયા,
 તુંહારા ચરણની   રજ  અમો  ચારણો,   ભેર કર ભેર કર જોગમાયા.(4)
ભાનભૂલી  અને  લાગીયા  ભટકવા,   મુલકમાં  માગવા  મારગ  લીધો,
લાજ  મરજાદને   ધરમને   ધકેલી,    પ્‍યાલો  ખૂશામત  તણો   પીધો,
યાદ માતુ  તણી  રહીના  અંતરે,   એવા લલાટે લેખ અવળા  લખાયા,
 તુંહારા ચરણની   રજ  અમો  ચારણો,   ભેર કર ભેર કર જોગમાયા.(પ)

દરિદરતા  દુ:ખમાં  ડુબતાં  દેવીયો,   ઉગારો   અમ  તણી અરજ એવી,
સુર  સાહિત્‍યના  કંઠ  ગુંજયા  કરે,   હતી  સુખ સંપતિ ફરી થાય તેવી,
કવિ  મેકરણ  કહે અમે  ટાયલાં  તુંહારા,  માત મુકાય ના  પુત્ર માયા,
 તુંહારા ચરણની   રજ  અમો  ચારણો,   ભેર કર ભેર કર જોગમાયા.(6)

કવિ : મેકરણભાઈ ગગુભાઈ લીલા. (ભેદુ કવિ મેકરણ) ગામ : સનાળી. 
ટાઈપ બાય : રાજેન્‍દ્ર પ્રતાપદાન લીલા.    rajendralila@ymail.com

કાઠીએ કાઠીયાવાડ કીધો - મેકરણભાઈ ગગુભાઈ લીલા


કાઠીએ કાઠીયાવાડ કીધો.
દોહા
સદા સૂયઁ  પુજક અને,  ઉજવળ કુળ આચાર,
કહો કિરત કાઠી તણી, જેણે કીધો કાઠીયાવાડ.

છંદ : ઝુલણા

ધરા   પલટે    કદી    હુકમ   ફરતો  નહિ,
એવી   ખાન   સુલતાનની   આણ   ફરતી,
ફડફડી    ઉઠે    જયાં    નિરખતાં    ફેફરાં,
એવી   ફોજ    મોગલ  તણી  દેશ   ફરતી,
ઘાટ    ખૈબર     અને    રામેશ્વર   દક્ષીણે,
ઝપટમાં     દેશને       જીતી        લીધો,
તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ       કાઠીયાવાડ     કીધો.      (1)

જાય   વટલી    અને    દિકરી    પતા,
ક્ષત્રીયો       તુરકને      પંથ      ચડીયા,
ખમા  કઈ  કઈ   અને   નિત  તાજીમ  કરે,
ગરિબડા      બનીને      પાંવ      પડીયા,
    હિન્‍દવાણનો     ધ્રોડીને   ભાંગીયો,
એને   દબાવી     દબાવી     દંડ    લીધો,
તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ       કાઠીયાવાડ     કીધો.      (ર)

થાય    સામા   કદી   હાથ   હથીયાર  લે,
તોપને       મોઢડે      તુરત        બાંધે,
મૂચ્‍છ  પર  હાથ  જો  નાખતા  કોઈ  વીર,
કોપ     તલવાર    હોય    તરત    કાંધે,
રાણ  પાતલ  વિનાં  કંઈક  નમતા   ગયા,
પરાધીન      ક્ષત્રીયે      પંથ      લીધો,
 તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ       કાઠીયાવાડ     કીધો.     (3)

ઘાટ    હલ્‍લદી    તણે    તોપના   રેંકડા,
મંડાણા    ધરા    ના     ધીરજ    ધરતી,
વીયા    શાહની     ઓળગે    ક્ષત્રીયો,
જેની   આકરી   તેગમાં    અગન  ઝરતી,
વિકટ   એ   વખતમાં    ગયાના  ઓળગે,
મરદ   થઈ   મુચ્‍છ    પર   હાથ   દીધો,
 તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ       કાઠીયાવાડ     કીધો.     (4)

શાહ આલમ   તણો  તાજ   ભલ   ડોલીયો,
પટાધર       પેશ્વા       તણી       પડતી,
જબર   અંગ્રેજની    ફોજ   જયાં   ખડખડી,
જેની   પાયદળ    અશ્વદળ   ફોજ   ચડતી,
ડર  થકી   ડરપીયા    ના   કદી   ડાકીયો,
લડી    સનમુખ     અને    ગ્રાસ    લીધો,
તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ      કાઠીયાવાડ      કીધો.     (પ)

અંધાધુંધ     અંધારૂ    જામીયું    હિન્‍દમાં,
ધીંગાણે       ભાલડે     મરદ      મરતા,
કંઈક    ખેડુ    તણાં   શીષને    વાઢીયા,
ઘીંસરાં       ગામડે       નિત      કરતા,
લાડકી    દેશની    રૈયત    રડતી    ફરે,
એને     ઉગારી    દીલાસો   ખુબ   દીધો,
 તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ       કાઠીયાવાડ     કીધો.     (6)

ભંગાતાં    ગામડાં     ઘોર    ધાડાં    પડે,
ઝડ    થકી     કોઈનો      માલ     જાવે,
મચ્‍ચે  ઘમ્‍મશાણને    અશ્વ   જયાં  આફળે,
મરદ    તઈ     નલોહયો    ઘેર    નાવે,
શિ   પડતાં  અને    લોહી   નદીયું  વહે,
ગગનમાં      ઉડતાં       કઈક      ગ્રીધો,
તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ        કાઠીયાવાડ     કીધો.     (7)
પડે     પડકારને      વાગતા      બુંગીયા,
સુર      શરણાઈના        કાન      પડતા,
તેદી   ફાંકડા  કાઠીઓ     વરમાળને  ફેંકતા,
લાડડી      માંડવે        આપ       મરતા,
કવિ   ‘મેકરણ’     કહે    કીરતી    કાઠીની,
ચાર     યુગ       રાખવા     છંદ    કીધો,
તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ        કાઠીયાવાડ     કીધો.     (8)

કવિ : મેકરણભાઈ ગગુભાઈ લીલા. (ભેદુ કવિ મેકરણ) ગામ : સનાળી. 
ટાઈપ બાય : રાજેન્‍દ્ર પ્રતાપદાન લીલા.    rajendralila@ymail.com               

Sponsored Ads

ADVT

ADVT