.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

30 मई 2022

શ્રી જબ્બરદાન નારણજી રતનું ગઢવી સમાજ કન્યા છાત્રાલય એડમિશન અંગે જાહેરાત

શ્રી જબ્બરદાન નારણજી રતનું ગઢવી સમાજ કન્યા છાત્રાલય એડમિશન અંગે જાહેરાત

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ 
દેશની સર્વોચ્ચ પરીક્ષા ગણાતી યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસની પરીક્ષા 341 મી રેન્ક સાથે પાસ કરનાર ચારણ સમાજ અને કચ્છ ગુજરાતનું નામ રાષ્ટ્રીય ફલક પર દીપાવનાર શ્રી જયવીર ભરતદાનભાઈ ગઢવી (વિંગડીયા તા.માંડવી કચ્છ) ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ💐💐💐

કોઈપણ સમાજના વિકાસની બે આધાર શિલાઓ છે. શિક્ષણ અને સંગઠન, શિક્ષણ વગર સમાજની પ્રગતિ શકય જ નથી. એટલે જ પ.પૂ. સોનલ મા  કહેતા કે, “ચારણ સમાજના સંતાનોને ખૂબ ભણાવજો” અને આપણા સમાજના યુવાનો IAS, કલેકટર, મામલતદાર, બને એવા શિક્ષણ આપજો. આઈશ્રી સોનબાઈ માંનું જે સપનું હતુ એ હાલ વર્તમાન સમયે સાકાર થયેલ જોવા મળે છે.

સંઘ જાહેર સેવા આયોગ (UPSC) દ્રારા CIVIL SERVICES EXAMINATION-2021ની પરીક્ષા લેવામાં આવેલ. આ પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ જેમાં કચ્છ જિલ્લાના વિંગડીયા ગામના જયવીર ભરતદાનભાઈ ગઢવીએ પ્રથમ પ્રયાસે અને UPSCની પરીક્ષામાં સમગ્ર દેશમા 341 ક્રમાંકે પાસ થયેલ.

જયવીર ભરતદાન ગઢવીએ ધોરણ-૧ થી ૫ નું અભ્યાસ સરકારી પ્રા.શાળા વિંગડીયા ખાતે ગુજરાતી માધ્યમમાં કરેલ. પ્રા.શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી ધોરણ-૬ થી ૧૦ સુધીનું શિક્ષણ જવાહર નવોદય વિધાલય ડુમરા ખાતે લીધેલ. ધોરણ-૧૧ અને ૧૨ મોદી સ્કુલ, રાજકોટમાં અભ્યાસ કરેલ. ત્યારબાદ મેકેનિકલ એન્જિ.ની ડીગ્રી સુરત ખાતેથી કરેલ.  ત્યારબાદ ૧૦ મહિના જયપુર ખાતે નોકરી કરી હતી. પરંતુ તેમની ઈચ્છા આગળ વધાવાની હોવાથી દિલ્હી ખાતે રહીને UPSC/GPSC ની તૈયારી ચાલુ કરેલ. ત્યારબાદ GPSC  દ્રારા જાહેર બહાર પડતા પરીક્ષા આપીને પ્રથમ પ્રયત્ને જ ખુબ જ મોટી સફળતા હાંસલ કરી નાયબ કલેકટર (GAS) વર્ગ-૧માં ૫૩૦.૭૫ માર્કસ સાથે સમગ્ર રાજયમાં GAS કેડરમાં પ્રથમ ક્રમાંકે સૌથી નાની વયે પ્રથમ પ્રયાસે સફળ થયા હતા. ત્યારબાદ UPSC  દ્રારા લેવાયેલ સીવીલ સર્વિસની પરીક્ષા જયવીર ભરતદાનભાઈ ગઢવીએ પ્રથમ પ્રયાસે અને UPSCની પરીક્ષામાં સમગ્ર દેશમા 341 ક્રમાંકે પાસ કરેલ.

ખુબ ખુબ અભિનંદન

વેજાંધ એમ. ગઢવી (મોટા ભાડિયા તા.માંડવી-કચ્છ)

http://www.charanisahity.in/

Mo. 9913051642


22 मई 2022

સૌરાષ્ટ્ર ઝોનમાં કુમાર ખો ખો અંદર 14 કાઠડા અને મોટા ભાડીયા પ્રાથમિક શાળા સંયુક્ત ટીમ વિજેતા

સૌરાષ્ટ્ર ઝોનમાં કુમાર ખો ખો અંદર 14  કાઠડા અને મોટા ભાડીયા પ્રાથમિક શાળા સંયુક્ત ટીમ વિજેતા

તાજેતરમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની ખો ખો રમત અમરેલી ખાતે યોજાયરલ જેમાં કુમાર ખો ખો અંદર 14  કાઠડા અને મોટા ભાડીયા પ્રાથમિક શાળા સંયુક્ત ટીમ વિજેતા થઈ અને રાજ્ય માટે પસંદગી થઈ છે આપણા શાળાના બાળકોનો ખૂબ જ સારું પ્રદર્શન કર્યું તે બદલ ટીમના તમામ સભ્યો તથા શિક્ષકોને અભિનંદન

ઝોન કક્ષાની કબડ્ડી ની રમતમાં મોટા ભાડિયાની કન્યા ટીમ વિજેતા

ઝોન કક્ષાની કબડ્ડી ની રમતમાં મોટા ભાડિયાની કન્યા ટીમ વિજેતા

સમગ્ર ટીમ તથા શાળા ના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન

ચારણ ગઢવી સમાજનું ગૌરવ 100 મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા

ચારણ ગઢવી સમાજનું ગૌરવ 100 મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા

તાજેતર માં રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની એથલેટિક્સ સ્પર્ધા હિમંતનગરના સાબર સ્ટેડિયમ ખાતે ચાલુ છે. જેમાં વર્ષાબેન કરશનભાઈ ગઢવી (મોટા ભાડીયા તા.માંડવી-કચ્છ)એ  ૧૦૦ મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા થયેલ.
ખેલ મહાકુંભની એથલેટિક્સ સ્પર્ધામાં કચ્છ જિલ્લાના પ્રતિનિધિ તરીકે ૧૦૦ મીટર દોડ માત્ર 13.27 સેકન્ડમાં પૂર્ણ કરીને રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. નેશનલ લેવલે પણ પ્રથમ આવે તેવી શુભેચ્છાઓ.

વર્ષાબેન તથા એમના પરિવાર તથા એમના કોચ ગીતાબેનને ખૂબ ખૂબ અભિનંદન

19 मई 2022

કચ્છી રચના દેવ ગઢવી

 *કચ્છી રચના*

સચ્ચે કે તા ખણી ખેંતા,ખૂટલ જી લારો લાર

ડેસેં નતા કેંજો ખાસો,ભૂછપ રખી હધ બાર


વિચાર ટૂંકા ને નીતિ ન મડે,કુલખણા‌‌ આચાર

એડા ભા વેં તે કરતા, ઉ વાંઝિયા ખાસા યાર

 

ડેસી લૂઈ ભા જો ના ઉકર્યા,ઇનિ ભાએં મેં કો સાર?

ગાલ ક્યાં મતલબ રખી,થ્યા પક્ષ જા વફાદાર


સંભરે ના આનું બ્યો કીંન ત રુગો ચારણપણુ સંભાર

"દેવ"હલધો ભેગો કિં ન,તું નાત સામો તા ન્યાર

✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુંદરા

       કચ્છ

કચ્છી રચના એંટ રચિયતા દેવ ગઢવી

 કચ્છી રચના


               *એંટ*

એંટ કરી કો પામને,છડ્ડ ખુટ્ટી એંટૂં યાર

સુધરે ત સુધારજે,નેકાં હથ જોડી જે યાર


મેડો મલાખડો ચાર‌ ડીં,પૂવે કંધો યાદ કેર યાર

પોખને ખાસો ત ઉગધો,નેકાં ઊંધો વરધો યાર


ધુવા આડે ત ડીજે,નેકાં શબ્દ તા ખાસો વાર!

કને કિંક ને ચોને કિંક,એં થી ચોખો થીજે યાર


ખણી વેને કો તું હેતાનું?,મડે છડ્ડી વેન્નો યાર

"દેવ"કર્મ જી ગતિ સુનણી વેન કેર ઉકરને યાર!


✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુંદરા

       કચ્છ

વાત બીજી છે રચિયતા દેવ ગઢવી

*વાત બીજી છે*

કહેવાની છે એક અને,અહીં વાત બીજી છે

આ નગર માં માનવીની,કંઈ જાત બીજી છે


નમજે ભલે માન દઈ,પણ ધ્યાન રાખજે

નમતા ને હણે છે,આમની ઔકાત બીજી છે


ઘણા દિવસો આવે ફરી,ને ચાલ્યા પણ જશે

આવી છે અહીં જે, એ કાળ રાત બીજી છે


નમશે છાબડું જોઈ,અને ઊંચકી પણ લેશે

સ્વાર્થ ની વાતો છે,આ દરખાસ્ત બીજી છે


તું રહ્યો કે સાચું બોલી બગાડી લઈશ "દેવ"

મળી ગળે કાપશે,આ મુલાકાત બીજી છે

✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુંદરા

        કચ્છ

કવિ થઈ ગ્યો રચિયતા દેવ ગઢવી

 અનુભવો ને કાગળ પર હું લખતો થઈ ગ્યો

માણસો ને લાગ્યું કે આ તો કવિ થઈ ગ્યો


શબ્દો થી કોઈ પીડા ને હું અડતો થઈ ગ્યો

માણસો ને લાગ્યું કે આ તો કવિ થઈ ગ્યો


લખ્યું થોડું માણસ કેટલો સસ્તો થઈ ગ્યો

માણસો ને લાગ્યું કે આ તો કવિ થઈ ગ્યો


દર્દ ને જો થોડું શબ્દો થી હું મઢતો થઈ ગ્યો

માણસો ને લાગ્યું કે આ તો કવિ થઈ ગ્યો


વર્ણવા સ્થિતિ કાગળ પર રસ્તો થઈ ગ્યો

માણસો ને લાગ્યું કે આ તો કવિ થઈ ગ્યો


વાવી વિચાર કલમ માં હું ઢળતો થઈ ગ્યો

માણસો ને લાગ્યું કે "દેવ"તો કવિ થઈ ગ્યો


✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુંદરા

       કચ્છ

અસ્તિત્વ રચિયતા દેવ ગઢવી

 *અસ્તિત્વ*

જમીન પર બેસનાર છું,મને જમીન પર રહેવા દો

છે માટી થી સબંધ મારો,પગ માટી માં રહેવા દો


હશે મહેફિલો તમારી મોંઘી,અને સ્થાન ઊંચા હશે

હું માનવતા નો માણસ છું,મને માનવ રહેવા દો


કરશે વાહ વાહી બધા અને ક્યારેક  ફેંકી પણ દેશે

આ મંચ થી હું વાકેફ છું,મને ગુમનામ રહેવા દો


ઉતારશે ક્યારેક આ જ તમારો હાથ જાલી ને

"દેવ"મિજાજી છે શ્રોતા,મને મિજાજી રહેવા દો

✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુંદરા

       કચ્છ

નહીં ગમે રચિયતા દેવ ગઢવી

 *નહીં ગમે*

નથી ગમતું મને એ કોઈ કાળે નહીં ગમે

હસતા હો કે રડતા આધારે નહીં ગમે


કરી લે આજીજી તું,તારા સ્વાર્થ ખાતર

મને આવી ગુલામી તો, પળ વારે નહીં ગમે


મિજાજ થી ફકીરી છું,કંઈ લેવું નથી મારે 

આ ઉધારી બાદશાહી,મને ક્યારે નહીં ગમે


હોવી જોઈ ઊંડી ભલે હોય એ તલાવડી

પણ છીછરા સરોવર મને ક્યારે નહીં ગમે


હશે ભૂલ કહીશ મુખ પર અને સ્વીકારીશ 

"દેવ"આ દંભી અદાકારી મને ક્યારે નહીં ગમે

✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુંદરા

       કચ્છ

કચ્છી રચના જીવન રચિયતા દેવ ગઢવી

 કચ્છી રચના

*જીવન*


જીવન મે આયા અયો ત મોજ કર્યો યાર

કાલ જી કેન્કે ખબર આય?


ગચ ચડે ખાર ત મોં તે ચોડી ડીજે

પુવે કર્યો માફ યાર

કાલ જી કેંકે ખબર આય?


વખત ઓછો ને કમ બોરા,નેંઢી આય ગાલ યાર

કાલ જી કેંકે ખબર આય?


મેલો મેળીં કે પ્રેમ સે,ખેલી ગાલ્યું

બ-ચાર 

કાલ જી કેંકે ખબર આય?


દોસ્ત ભનાયો જેજા,દુશ્મન ઓછા કર્યો યાર

કાલ જી કેંકે ખબર આય?


હેન ભવ ભેરા થયાં સિં,પૂવે કડે મલબો યાર

કાલ જી કેંકે ખબર આય?

✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુંદરા

       કચ્છ

માંગે છે રચના દેવ ગઢવી

 *માંગે છે*

હૃદય ના તાર તોડી ને,આંખો થી નૂર માંગે છે

નશા થી મુક્ત કરી ને, નજર ચકચૂર માંગે છે


મૂકી ને હાથ દોસ્ત જે મારો ચાલ્યો ગયો હતો

સમય નો સાથ જોઈ,સંગાથ એ મજબૂર માંગે છે


હજી તો વાર હતી ઘણી મારી આંખો મિંચાવાને

પળેપળ દર્દો આપી ને શ્વાસ એ જરૂર માંગે છે


હતી ભરતીઓ જ્યારે મારા સમુદ્ર માં અથાગ 

જીવન માં ઓટ લાવી"દેવ",નદી ઓ નીર માંગે છે


✍🏻દેવ ગઢવી

નાનાકપાયા, મુંદ્રા

       કચ્છ

निंदा कर के देख ले रचना देव गढवी

 *निंदा कर के देख ले*

सुख को दूर भगाना हो तो निंदा करके देखले

सोते शत्रु को जगाना हो तो निंदा करके देख ले


मिला ज्ञान भूल जाना हो तो निंदा करके देख ले

नर्क यातना को पाना हो तो निंदा करके देख ले


आंखों से नींद हटाना हो तो निंदा करके देख ले

भरम परदा लगाना हो तो निंदा करके देख ले


तुम सुधरो जग सुधरे,खुद सुधर करके देख ले

वो अपना कर्म करें,देव तूं अपना करके देख ले

✍🏻देव गढवी

नानाकपाया,मुंद्रा

      कच्छ

દેવ ગઢવી રચિત રચના

નીતિ મતા નું ધોરણ જાળવ,બહુ‌ નહીં તો‌‌ થોડું જાળવ
ઊગશે ભાણ તો પુછી લેશે,રાત છે તો અંધારૂ જાળવ

ધબકતી રાખજે તું આશા સદાયે,હાર્યો નથી તું ધીરજ જાળવ
સાવ ખોટી આ વાતો ના કરવી,થોડી તો સચ્ચાઈ જાળવ

શું સુખ માટે તું યાચક બને છે?થોડી તું સદ્ધરતા જાળવ
કરી દે માફ હો કોઈ ગુનાહ,થોડી તો ઉદારતા જાળવ

સાવ ખોટો અણગમો સેનો?થોડી તો સજ્જનતા જાળવ
આ ઉદ્ધત વર્તન સારું નહિ,થોડી તો વિનમ્રતા જાળવ

નિંદ્રા માં તો જીવન ગયું તારું,થોડી તો સજાગતા જાળવ
દેહ આ મળવો મુશ્કેલ છે,"દેવ" માનવ છે માનવતા જાળવ

✍🏻દેવ ગઢવી
નાનાકપાયા,મુંદરા
       કચ્છ

7 मई 2022

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ - મુખ્ય ન્યાયઘીશ તરીકે બઢતી

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ - મુખ્ય ન્યાયઘીશ તરીકે બઢતી
ચારણ-ગઢવી સમાજના સરળ વ્યકિત, મળવા જેવા માણસ, સમાજપ્રેમી સજ્જન અને ચારણી સાહિત્ય અને પ્રોત્સાહન આપવાની ભાવના વાળા મૂળ વાલવોડ ગામના વતની એવા શ્રી પ્રતાપદાનભાઈ શંભુદાનભાઈ ગઢવી (મહેડુ) સાહેબ (સામરખા)ને  Additional District Judge & Additional Sessions Judge, Kutch માંથી Principal - District Judge, Surendranagar તરીકે બઢતી મળવા બદલ ખુબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ

મા ભગવતી ના આશીર્વાદ સદાય વરસતા રહે એજ પ્રાર્થના.

Sponsored Ads

ADVT

ADVT